૩૯ વર્ષની ઉંમરે પ્રીમેચ્યોર હતું આ જાણીતી અભિનેત્રીનું બેબી, જાણો આવી સ્ત્રીઓમાં વધી જાય છે પ્રીમેચ્યોર ડીલીવરીનો ખતરો…

મિત્રો, ૩૯ વર્ષની ઉંમરે માતા બનેલી મધર ગુલનુ કહેવુ એવુ છે કે, બાળકનો જન્મ એ દરેક સ્ત્રીના જીવનનો એક ખુબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ અભિનેત્રીની ડિલિવરી ગર્ભાવસ્થાના નવ મહિના પૂર્ણ થાય તે પહેલા જ થઈ ગઈ હતી અને તેણે એક પ્રીમેચ્યોર બેબી ને જન્મ આપ્યો હતો. ચાલો આપણે જાણીએ કે, એવા કયા સંજોગો છે કે, જેના કારણે સ્ત્રીઓમા પ્રીમેચ્યોર બેબીની ડીલેવરી નો ભય રહે છે.

આ છે પ્રીમેચ્યુર ડીલેવરી માટેના જવાબદાર કારણો :

image source

જો કોઈ સ્ત્રીને ૩૦ સેકંડ કરતા પણ વધુ સમય માટે દર્દનાક પીડા થાય છે, તો પછી તેને તમે લેબર પેઈન શરુ થવા માટેનો સંકેત સમજી શકો છો. જ્યારે ગર્ભાશય કડક બનવા લાગે અને ગર્ભાશયની ગ્રીવા નરમ અને પાતળી બનવા લાગે અને બાળકને બહાર કાઢવા માટે ખુલવા લાગે તો લેબર પેઈન શરુ થવા માટેનો સંકેત દર્શાવે છે.

પ્રી ટર્મ ડીલવરી માટેના જવાબદાર કારણ :

image source

જો તમારા ગર્ભાશયમા જોડિયા અથવા ત્રણ બાળકો હોય , મૂત્રમાર્ગ સંક્રમિત હોય , ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશર ની સમસ્યાથી પીડાતા હોવ , મોટાપા ની સમસ્યા વગેરે કારણો ના લીધે પ્રી ટર્મ ડીલવરી નો ખતરો રહી શકે છે. આ ઉપરાંત વધુ પડતું દારુનુ સેવન, ધુમ્રપાન કરવુ, અનિયમિત ભોજન કરવાની આદત આ બધા કારણોને લીધે પણ પ્રી ટર્મ ડીલવરી નો ભય રહે છે.

બચવાના ઉપાયો :

image source

જો તમે પ્રિટરમ ડિલિવરીથી બચવા માંગો છો તો સગર્ભાવસ્થા દરમિયાન સારો આહાર લો અને પોતાનું સંપૂર્ણપણે ધ્યાન રાખો. જો તમને બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીઝની સમસ્યા છે તો તેને નિયંત્રણમાં રાખો. આ ઉપરાંત સિગારેટ અને દારૂ જેવી વસ્તુઓથી દૂર રહો.

તમારા ભોજનમા ફળો , શાકભાજી અને અનાજ ભરપૂર માત્રામા શામેલ કરો. ડાયાબિટીઝ અને પ્રિ-ક્લેમ્પ્સિયા ના જોખમ ને દૂર કરવા માટે કસરત કરો. જો તમે નિયમિત ચાલવુ હોય તો પછી તમે આ સમયમા સ્વસ્થ અને સક્રિય રહી શકો છો. ગર્ભાવસ્થા દરમિયાન તમારુ વજન વધારશો નહીં.
પ્રીટર્મ ડીલવરીથી કેવી રીતે બચવુ ?

image source

ગર્ભાવસ્થા દરમિયાન વાયરસ અને ચેપથી દૂર રહો. સ્વચ્છતાની કાળજી લો અને વારંવાર હાથ ધોવા. કાચું માંસ અથવા માછલી ના ખાશો. સેક્સ કરતી વખતે હમેંશા કોન્ડોમ નો ઉપયોગ કરવો જ જોઇએ. માનસિક તાણથી દૂર રહો કારણકે, જે સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતો તણાવ મહેસુસ કરે છે, તે સ્ત્રીઓમા પ્રીમેચ્યોર ડીલેવરી નો ખતરો સૌથી વધારે પડતો રહે છે માટે આ તમામ બાબતો અંગે વિશેષ સાવચેતી રાખવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત