જાણો આ ફાસ્ટેસ્ટ ઇલેક્ટ્રિક કાર વિશે કે જેને ચલાવવા માટે નથી કરવી પડતી ચાર્જ…

મિત્રો અને સજ્જનો પ્રવર્તમાન સમયમા ટેકનોલોજી દિન-પ્રતિદિન ખુબ જ આગળ વધતી જાય છે. વૈજ્ઞાનિકો રોજબરોજ નવા-નવા પ્રયોગો અને સંશોધનો કરે છે અને વિશ્વ ને એક નવી વસ્તુ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. અમુકવાર તે સફળ રહે છે તો અમુકવાર તેમણે નિષ્ફળતાનો સામનો પણ કરવો પડે છે. આજે આ લેખમા અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશુ કે, જેણે ટેકનોલોજી ક્ષેત્રે એક નવીનતમ ક્રાંતિ સર્જી છે.

image source

હાલ, યુ.એસ. ની એક કંપની દ્વારા ઇલેક્ટ્રિકથી ચાલતી થ્રી વ્હીલર વાહન લોન્ચ કરવામા આવ્યુ. આ કંપનીએ આ નવા વાહન વિશે એવો દાવો કર્યો છે કે, તેને ચલાવવા માટે કોઈપણ પ્રકારના ચાર્જીંગ ની જરૂર રહેશે નહીં. અપટેરા મોટર્સ નામની કંપનીએ હાલ પહેલુ સોલાર થી ચાલતું વાહન લોન્ચ કર્યું છે, જેને તમારે દરરોજ ચાર્જિંગ કરવાની જરૂર રહેશે નહી.

image source

આ દાવામા એમ પણ કહેવામા આવ્યુ છે કે, જ્યારે આ વાહન સંપૂર્ણ ચાર્જ થાય ત્યારે આ વાહન ૧૬૦૦ કિમી નુ અંતર કાપી શકે છે. જે કોઈપણ ઇલેક્ટ્રિક વાહન ની સાપેક્ષમા ખુબ જ વધારે છે. ટેસ્લાની કાર પણ આ કાર ની ક્ષમતા કરતા ઘણી પાછળ છે.

image source

આ કંપની ના સહ-સ્થાપક ક્રિસ એન્થોનીએ કહ્યુ છે કે, આ કારમા વપરાયેલી અધ્યતન ટેકનોલોજી સૌરઉર્જા નો ઉપયોગ કરીને ગાડી ને સંપૂર્ણપણે ચાર્જ રાખે છે. જો આ વાહન ને ડાયરેક્ટ કરંટથી ચાર્જ કરવામા આવશે તો તે ઝડપી ચાર્જ કરવાનુ કામ કરશે. આ ચાર્જિંગ ની સ્પીડ આશરે ૫૦૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે ચાર્જ થશે.

image source

અપ્ટેરાની આ કારમા નેવરચાર્જ ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સૂર્યના પ્રકાશથી ઉર્જા મેળવે છે અને એક વર્ષમા તે એટલી ઉર્જા ઉત્પન્ન કરી શકે છે કે, ૧૧,૦૦૦ માઇલ સુધીનુ અંતર પૂર્ણ કરી શકાય છે. તેથી આવી સ્થિતિમા એમ કહી શકાય કે, આ કાર ચાર્જ કર્યા વિના પણ ચલાવી શકાય છે. જો કે, આ કાર ડ્રાઇવિંગ ની ખૂબી , આદત અને ચલાવવા પર આધારિત રહેશે.

image soucre

અપટેરામા બેટરી ની ક્ષમતા ૨૫.૦ કિલોવોટ થી લઈ ૧૦૦ કિલોવોટ સુધીની છે. આ ગાડીના સૌથી હેવી મોડેલનુ વજન ૯૯૭ કિલો છે. આ વાહન ની ઉર્જાની કાર્યક્ષમતા વિશે વાત કરવામા આવે તો તે પ્રતિ કિલોવોટ ૧૦ માઇલ છે, જે બજારની કોઈપણ ઇલેક્ટ્રિક કારની સરખામણીએ વધુ છે.

image source

અપટેરા એ આ ઇલેક્ટ્રિક વાહન એવી રીતે ડિઝાઇન કર્યુ છે કે, કોઈપણ તેને જોવે તો તેને તે વિમાન જેવું લાગે છે. જો કે તેમાં કોઈ પાંખો જેવો આકાર નથી. તે કોઈપણ ઇલેક્ટ્રિક કારની સરખામણી કરતા વધુ સારી ઝડપથી ચાલતી કાર છે. કંપનીએ દાવો કર્યો છે કે, લિક્વિડ કૂલ્ડ ઇલેક્ટ્રિક કાર ૩.૬ સેકન્ડમા ૦ થી ૬૦ માઇલ પ્રતિ ગતિ ઝડપી થઇ શકે છે.

image source

અપટેરા એ તેને ત્રણ રંગમા રજૂ કરી છે. એક બ્લેક નોઇર , સિલ્વર લ્યુના અને વ્હાઇટ સોલ મા છે. આ ઇલેક્ટ્રિક વાહન ૨૫,૯૦૦ ડોલરમા ઓર્ડર કરીને લઈ શકાય છે. જો કે, ભારતીય ચલણમાં જોવામાં આવે તો તેનુ મુલ્ય ૧૯.૧૦ લાખ રૂપિયા છે. આમ, આ કાર આજના ઝડપી જીવન માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત