વાંચી લેશો એક વાર આ આર્ટિકલ, તો આજથી જ ઓછો કરી દેશો સોશિયલ મિડીયાનો ઉપયોગ

સોશિયલ મીડિયા વાપરવાવાળા લોકો આટલા પરેશાન કેમ રહેતા હોય છે?

સોશિયલ મીડીયા આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયુ છે. જ્યારે પણ આપણી પાસે થોડો ઘણો ખાલી સમય હોય ત્યારે આપણે તરત જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટરની ટાઈમલાઈન જોવામાં પસાર કરી દેતા હોઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય એમ વિચાર્યું છે કે સોશિયલ મીડિયા પર દેખાતા ફોટોઝ તમારા મગજ ઉપર કઇ રીતનો પ્રભાવ પાડે છે? ભલેને પછી એ તમારા મિત્રની વેકેશનની ફોટો હોય કે પછી કોઈ સેલિબ્રિટી દ્વારા જીમમાં લેવામાં આવેલી ફોટો. તો આજે અમે તમને જણાવીશું કે આ બધા ફોટોઝ તમારી વિચારસરણી કઈ રીતે પ્રભાવિત કરે છે!

image source

સોશિયલ મીડિયા ઉપર ફેમસ હસ્તીઓ ના ફોટા બનાવટી રીતે ખૂબસૂરત સુંદર બનાવીને પેશ કરવામાં આવે છે. ઝીરો ફીગરવળી મોડલ ના ફોટોઝને દુનિયામાં એક આદર્શ ફોટોઝ તરીકે પેશ કરવામાં આવે છે. તેવામાં સોશિયલ મીડિયા ઉપર આવી ફોટોઝ કે જે સમજી વિચારીને, એડિટ કરીને મૂકવામાં આવે છે તે લોકોની વિચારસરણી ઉપર ખૂબ જ ઊંડો પ્રભાવ પાડે છે. સોશિયલ મીડિયાના સાચા ઉપયોગથી આપણે આદર્શ ફોટોઝને જોઇને પોતાને સારું પણ ફીલ કરાવી શકીએ છીએ અથવા ઓછામાં ઓછું ખરાબ ફીલ કરવાથી રોકી શકીએ છીએ.

image source

સોશિયલ મીડિયા હજુ પણ નવી વસ્તુ છે. એટલે તેના ઉપર થયેલી રિસર્ચ હજુ પણ સુસંગત છે. એટલા માટે આ બધી રિસર્ચના આધારે કોઈ પણ પ્રકારના નતીજા ઉપર પહોંચવું યોગ્ય નથી. પરંતુ આ રિસર્ચમાં આપણને કેટલીકે જાણકારી જરૂરથી મળી જાય છે. જેમકે, આપણે એ સાબિત તો નહીં કરી શકીએ કે કોઈને વારે-ઘડીએ ફેસબુક જોવાથી તેની અંદર નકારાત્મક ભાવો પેદા થાય છે, પરંતુ એ જરૂરથી ખબર પડી જાય છે કે વારે ઘડીએ ફેસબુક માં સમય પસાર કરવાથી લોકો તેમની સુંદરતાને લઈને પરેશાન રહેતા હોય છે.

image source

સોશિયલ મીડિયા ઉપર બીજા બધાના ફોટોઝ જોઇને લોકો ખુદનો આત્મવિશ્વાસ ગુમાવી બેસતા હોય છે. ઇન્સ્ટાગ્રામ અને અન્ય બીજા પ્લેટફોર્મ ઉપર બીજા બધાના સારા એવા ફોટા જોવાને કારણે લોકો પોતાના વિશે નેગેટિવ વિચારવાનું શરૂ કરી દેતા હોય છે. જો તમે સોશિયલ મીડિયા પર સેલ્ફી લઈને તેને એડિટ કરીને પોતાને વધારે બેહતર બનાવીને દુનિયાની સામે પેશ કરો ચો તો તેની તમારા પર માનસિક અસર પણ પડે છે. કેમકે તમે સેલિબ્રિટી અથવા તો પછી એ લોકો થી પ્રભાવિત હોવ છો જે તમારા નજરમાં વધારે સુંદર અથવા હેન્ડસમ હોય છે. રિસર્ચ થી એ પણ જાણવા મળે છે કે તમે તમારી તુલના કોની જોડે કરો ચો એ પણ મહત્વ ધરાવે છે.

હીન ભાવના :-

image source

સિડનીની મૈકવેરી યુનિવર્સિટીની જાસ્મીન ફર્દુલે આ વિષયમાં રિસર્ચ કરી છે. જાસ્મિન કહે છે કે “લોકો તેમને તેમના ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવેલી ફોટોઝની સ્સાથે તુલના કરવા લાગે છે. ઘણીવાર આવા લોકો પોતાને ઓછા આંકે છે. જાસ્મીન એ યુનિવર્સિટીની 227 વિદ્યાર્થીનીઓ જોડે આ બાબતમાં પ્રશ્નો પૂછતા તેમણે જણાવ્યું કે તેઓ તેમની આસપાસ ના લોકોની તુલનામાં પોતાને ઓછી સુંદર ગણતા હોય છે. સેલિબ્રિટીઝની તુલનામાં પણ તેઓ પોતાને ઓછા સુંદર આંકતા હોય છે.

image source

જે લોકોને આ વિદ્યાર્થીનીઓ વધારે નથી જાણતા હોતા તેમને લઈને પણ તેમના મનમાં હીન ભાવના પેદા થતી હોય છે. જાસ્મિન કહે છે કે આપણે જે લોકો વિશે વધારે જાણતા હોઈએ છીએ એ લોકોની સુંદરતા વિશે પણ આપણને ખબર હોય છે. જ્યારે, બીજી બાજુ આપણે જે લોકોને ઓછું જાણતા હોઈએ છીએ તો તેમની સુંદરતાને લઈને પણ આપણે પોતાના મનમાં શંકા હોય છે. જ્યારે કે સોશિયલ મીડિયા પર ઘણી વાર લોકો પોતાને વધારે સુંદર બતાવતા હોય છે.

નકારાત્મક અસર :-

image source

જો કે સોશિયલ મીડિયાની દરેક ફોટો તમારા પર નેગેટિવ અસર નાખે એવું જરૂરી પણ નથી. ઘણા બધા લોકો પોતાની ફોટો સોશિયલ મીડિયા પર વધારે પ્રમાણમાં નાખતા હોય છે. ઘણીવાર આ ફોટા સાચા પણ હોય છે તો કેટલીક વાર તે ખોટા પણ હોય છે. આ બાબતમાં બ્રિટનની બ્રિસ્ટોલ યુનિવર્સિટીની એમી સ્લેટરએ ૨૦૧૭માં એક રીસર્ચ કરી હતી. એમી એ આ રિસર્ચમાં યુનિવર્સીટીની 160 વિદ્યાર્થીનીઓ સાથે વાત કરી.

image source

જે વિદ્યાર્થીનીઓ સોશિયલ મીડિયા ઉપર ફક્ત એક્સરસાઇઝ કરવાવળી ફોટો જોઈ, તેમના મન પર આવી ફોટોઝની નકારાત્મક અસર થઇ. જ્યારે, બીજી બાજુ જેમણે પ્રેરણા આપવા વાળી ફોટો જોઈ જેમ કે “તમે જેવા પણ છો, સારા છો”, તેમના પર નેગેટિવ અસર ના થઇ. તેઓ હીનભાવનાની શિકાર ના થઇ. પાછળ વર્ષે થયેલી એક રિસર્ચ ૧૯૫ યુવા મહિલાઓને તેમની પ્રશંશા કરવાવાળી પોસ્ટ બતાવવામાં આવી. તેમાંથી કેટલાકને મહિલાઓએ બિકીની પહેરેલી કે એક્સરસાઇઝ વળી પોઝ વળી ફોટોઝ બતાવવામાં આવી.

સેલ્ફીવાળો પ્રેમ :-

image source

લોકોમાં સેલ્ફી લેવાનું ખૂબ જ ચલણ છે. ભલે તેઓ ગમે ત્યાં હોય, પરંતુ સેલ્ફી લઈને તેને પોતાના ઈન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પેજ પર નાખવાનો ખૂબ જ મોટું ચલણ ચાલી રહ્યું છે. ઘણા બધા લોકો સાચા ફોટોને એડિટ કરીને તેને સજાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે. ટોરંટોની યોર્ક યુનિવર્સિટીની જેનિફર મિલ્સએ સેલ્ફી ના શોકીનો વચ્ચે પ્રયોગ કર્યો. તેમણે ઘણી બધી છાત્રાઓના એક સમૂહને તેની ફોટોઝ ને ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ ઉપર નાખવા માટે કહ્યું.

image source

કેટલીક વિદ્યાર્થીનીઓ ને ફક્ત એક જ ફોટો પાડવાની પરવાનગી હતી જ્યારે બીજી કેટલીક અન્ય છાત્રાઓને તેઓ ઈચ્છે તેટલી સેલ્ફી લેવાની છૂટ હતી. તેઓ ઇચ્છે તો તેમની સેલ્ફી ને એડિટ પણ કરી શકે છે. જેનિફર અને તેના સહયોગીઓએ જોયું કે, સેલ્ફી લેવાવાળી મોટાભાગની યુવતીઓને પોતાની સુંદરતા ઉપર વિશ્વાસ ન હતો. જેમને ફોટો એડિટ કરવાની પરવાનગી હતી તેઓ પોતાને ઓછી સુંદર ગણી રહી હતી. તેમને ફરિયાદ હતી કે તેઓ અન્ય યુવતીઓ જેટલી સુંદર kem નથી

આત્મવિશ્વાસની ઉણપ :-

image source

2017 માં થયેલી એક રિસર્ચ માં જણાવવામાં આવ્યું કે જે લોકો સેલ્ફી લીધા બાદ તેને એડિટ કરીને અપલોડ કરવામાં વધારે સમય પસાર કરે છે, તેઓમાં આત્મવિશ્વાસની ઊણપ હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પર થયેલી રિસર્ચ હજુ એટલી જૂની પણ નથી. ઉપરાંત સોશીયલ મીડિયા નો જમાનો જ હમણાં આવ્યો છે. એટલા માટે પાકુ ના કહી શકાય કે આની અસર લઈને જેટલા પણ દાવા કરવામાં આવે છે તે બધા જ સાચા હશે કે નઈ. સાથે – સાથે મોટાભાગની રિસર્ચ મહિલાઓ પર કેન્દ્રિત રહી છે.

image source

જોકે, સોશિયલ મીડિયા અને પુરુષોને લઈને થયેલી રિસર્ચના પરિણામ પણ કૈક આવા જ છે. જે પુરુષો ફિટનેસને સાથે જોડાયેલા ફોટોઝ વધારે જુએ છે તેઓ તેમની ફિટનેસને લઈને નકારાત્મક વિચાર ધરાવતા હોય છે. જાસ્મીન જણાવે છે કે સોશિયલ મીડિયાથી લઇને હજુ વધારે રિસર્ચ થાય ત્યારે જ તેના અસર વિશે વધારે ખબર પડશે.

તમારે શું કરવું જોઈએ?

image source

જો તમે પોતાના વિશે ખરાબ કે નેગેટિવ વિચારવા ન માગતા હોય તો પોતાનો ફોન અથવા આઈ-પેડ બાજુમાં મૂકી દો. બીજા કોઈ કામ માં વ્યસ્ત થઈ જાવ. એવું કામ કરો કે જેનું સુંદરતા કે તાકાત સાથે કોઈ લેવા – દેવા ન હોય. બીજી વાત એ કે તમે એ પણ જુઓ કે તમે સોશિયલ મીડિયા ઉપર કોને ફોલો કરો છો. ક્યાંક તમારી ટાઈમલાઈન પર નકામા ફોટા તો નથી આવતા ને! જો એવું હોય તો તમે જે કોઈપણ એકાઉન્ટને ફોલો કરતા હોવ તેને અનફોલો કરી દો. આજના સમયમાં સોશિયલ મીડિયાથી દૂર રહેવું શક્ય નથી પરંતુ એ જરૂર શક્ય છે કે તમારી ટાઇમલાઇન પર કુદરતના સુંદર ફોટોઝ, ખાનપાનના સુંદર ફોટોઝ, પશુ-પક્ષીઓના મનમોહક ફોટોઝ આવે. જેથી કરીને તમે વધુ સકારાત્મક અનુભવ કરશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ