બાલાજીના મંદિરમાં ભુલથી પણ કરશો આ કામ તો થઈ જશો બરબાદ

બાલાજીના મંદિરમાં ભુલથી પણ કરશો આ કામ તો થઈ જશો બરબાદ

આપણા દેશમાં બાલાજીના અનેક મંદિર આવેલા છે. પરંતુ આજે તમને જે મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે વિશ્વભરમાં તેના ચમત્કારોના કારણે પ્રસિદ્ધ છે. આ મંદિરમાં દેશમાંથી જ નહીં વિશ્વભરમાંથી લોકો આવે છે. આ મંદિરમાં એવા લોકો ખાસ આવે છે તેમને નજર લાગી હોય, જેમના પર ભૂત, પ્રેતની બાધા આવી હોય. આવી સમસ્યામાંથી મુક્ત થવા લોકો આ મંદિરએ આવે છે.

image source

આ મંદિર આવેલું છે મેંહદીપુરમાં, અહીં બાલાજી મંદિર તરીકે પ્રખ્યાત છે. માનવામાં આવે છે કે અહીં મંદિર પરીસરમાં પહોંચવાની સાથે જ વ્યક્તિ પર છવાયેલી ખરાબ શક્તિઓ, ભૂત, પ્રેતની બાધા બધું જ દૂર થી જાય છે. લોકો મંદિરમાં ભગવાનની સામે થરથર ધ્રૂજવા લાગે છે અને થોડી જ વારમાં તેઓ તમામ બાધાઓથી મુક્ત થઈ જાય છે.

image source

આ મંદિર રાજસ્થાનના દૌસા જિલ્લામાં આવેલું છે. મેહંદપુર બાલાજીના દર્શન કરવા અને પોતાના મનની ઈચ્છાઓ પૂરી કરવા માટે શ્રદ્ધાળુઓ અહીં દૂર દૂરથી આવે છે. કહેવાય છે કે મેહંદીપુર ધામમાં મુખ્યત્વે લોકો નકારાત્મક શક્તિઓ અને પ્રેત બાધાથી પીડિત લોકો આવે છે. માનવામાં આવે છે કે લોકો અહીં દર્શન માત્રથી નકારાત્મક શક્તિઓથી મુક્ત થઈ જાય છે.

image source

આ મંદિરમાં સ્થાપિત બાલાજીની છાતીમાં ડાબી બાજુ એક નાનકડું છિદ્ર છે. આ છિદ્રમાંથી સતત પાણી વહેતું રહે છે. બાલાજીના દરબારમાં જે પણ આવે છે તે સવારે અને સાંજની આરતીમાં અચૂક આવે છે. આ ભક્તો આરતીમાં તેના છાંટા લેવા ઊભા રહે છે. માન્યતા છે કે જે લોકો પર આ છાંટા પડે છે તે રોગ મુક્ત થઈ જાય છે.

image source

આ મંદિરમાં ત્રણ દેવતા બિરાજમાન છે. એક બાલાજી, પ્રેતરાજ અને ભૈરવ. આ ત્રણેય દેવતાઓને વિવિધ પ્રકારના પ્રસાદ ચઢાવવામાં આવે છે. બાલાજી મહારાજ લાડૂથી પ્રસન્ન થાય છે. જ્યારે ભૈરવજીને અડદ અને પ્રેતરાજને ચોખાનો ભોગ ધરવામાં આવે છે.

મંદિરમાં દર્શન કરવાના નિયમ

image source

આ મંદિરમાં દર્શન કરવા જનાર ભક્તો માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ભક્તોએ દર્શન કર્યાના સાત દિવસ પહેલાથી ડુંગળી, લસણ, મદિરા, માંસ આદીનું સેવન બંધ કરી દેવું જરૂરી છે. કહેવાય છે કે બાલાજીના પ્રસાદના બે લાડૂ તે વ્યક્તિને ખવડાવવામાં આવે છે જે પ્રેતબાધાથી પીડિત હોય. આ લાડુ ખાવાથી તેના શરીરમાં પ્રવેશેલી શક્તિને ભયંકર કષ્ટ થાય છે અને તે શરીર છોડી દે છે. અહીં દર્શન માટે આવેલા ભક્તોએ બ્રહ્મચર્યનું પાલન પણ કરવું જરૂરી છે. અહીંના નિયમોનું પાલન નથી કરતાં તેમને દર્શન કર્યાનું ફળ મળતું નથી.

ઘરે ન લઈ જઈ શકાય પ્રસાદ

image source

મંદિરમાં દર્શન કરવા ગયા પછી પરીવારના સભ્યો અને સ્નેહીજનો માટે આપણે પ્રસાદ લઈ જતા હોય છે. પરંતુ અહીંનો પ્રસાદ મંદિરની બહાર લઈ જવાની મનાઈ છે. પ્રસાદ મંદિરની બહાર લઈ જવાથી વ્યક્તિ પ્રેત શક્તિઓની ચપેટમાં આવી શકે છે. આ ઉપરાંત અહીંની કોઈપણ વસ્તુને તમે બહાર લઈ જઈ શકતા નથી. અહીંની કોઈપણ ખાવા-પીવાની વસ્તુ હોય તેને મંદિર પરીસરમાં જ આરોગવી પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ