એક વાર બનાવશો આ જગ્યા પર ફરવા જવાનો પ્લાન, તો નહિં આવે બીજે ક્યાંય ફરવાની મજા

આખી દુનિયામાં પ્રકૃતિએ અલગ અલગ અદભુત દ્રશ્યો જોવા મળી જાય છે. એક જ સમયે દુનિયા કોઈ એક જગ્યાએ અંધારું હોય છે તો બીજી જગ્યાએ અજવાળું હોય છે. ક્યાંક વરસાદ રોકાવાનું નામ નથી લેતો ત્યાં જ બીજી બાજુ દુકાળ જ ખતમ નથી થતો. દુનિયાના એકભાગમાં કાળઝાળ ગરમી પડે છે તો બીજી જગ્યાએ ભયંકર બરફનો વરસાદ થતો હોય છે.

image source

ભયંકર ઠંડીમાં કોઈપણ કામ કરવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. દુનિયાના કેટલાક દેશો એવા પણ છે જ્યાં તાપમાન હંમેશા માઇનસમાં રહે છે. સાઈબીરિયાનું તાપમાન એટલું ઓછું રહે છે કે પલકોની ભીનાશથી લઈને પેનની શાહી સુધી બધું જ જામી જાય છે.

image source

સાઇબેરિયામાં કેટલીકવાર ઠંડીનો પારો -૫૦ડીગ્રી સેલ્શિયશની નીચે જતો રહે છે. આટલી ઠંડીમાં તો મનુષ્યોના ફેફસા પણ જામી જાય છે પરંતુ મનુષ્યોની આ જ તો કાબેલિયત છે કે તે કોઈપણ પરિસ્થિતિમાં પોતાને ઢાળી દે છે.

image source

અંટાર્કટિકા પછી સાઈબેરીયાને સૌથી ઠંડી જગ્યા માનવામાં આવે છે. સાઇબેરિયામાં જીવન વિતાવવું ખૂબ મુશ્કેલ હોય છે. પૂર્વ સાઈબીરિયાના ઓઈયાકનમાં સૌથી ઓછું તાપમાન -૭૧.૨ ડીગ્રી સેલ્શિયસનો રેકોર્ડ પણ નોંધાયો છે. સાઈબીરિયા એટલી ઠંડી જગ્યા છે કે ખાલી પ્લાસ્ટિકની થેલી પણ થોડીક મિનિટોમાં જ જામી જાય છે.

image source

સાઈબીરિયાના યુકુત્સુકમાં પિરિયોડિક ટેબલના બધા જ તત્વો મળી આવે છે. અહીંની લોકકથાઓમાં પણ હાડકા થિજાવતી ઠંડીના ઉલ્લેખથી ભરેલી છે. સ્થાનિક અફવાઓ મુજબ જ્યારે સર્જનના દેવતા આખી દુનિયામાં પ્રાકૃતિક સંસાધનો વેહેંચવા માટે ઉડી રહ્યા હતા ત્યારે તેઓ યાકુટિયા પહોંચ્યા પરંતુ અહીં એટલી બધી ઠંડી છે કે તેમના હાથ જામી ગયા અને તેમણે અહીંયા જ બધુ છોડી દીધું.

image source

ડિસેમ્બરના મહિનામાં સાઈબેરીયામાં લગભગ બધું જ જામી જાય છે. અહીંયા કેટલીકવાર પારો -૫૦ ડીગ્રી સેલ્શિયશ થી પણ નીચે જતું રહે છે. ઠંડીની સાથે સાથે બરફનું તોફાન પણ જનજીવનને વધારે મુશ્કેલ કરી દે છે.

image source

ઠંડીના લીધે અહીંયા કેટલાક દિવસો સુધી સ્કૂલ-કોલેજ બંધ રાખવામાં આવે છે. સાઈબીરિયામાં ફર્શથી લઈને ઝાડ સુધી દરેક વસ્તુઓ પર બરફનું એક જાડું થર જામી જાય છે.

image source

સાઇબેરિયાની લીના નદી ઠંડીમાં પૂર્ણ રીતે જામી જાય છે અને લોકો આ નદીનો રસ્તા તરીકે ઉપયોગ કરવા લાગે છે.

image source

બર્ફીલા રસ્તાઓ એટલા લપસણા હોય છે કે વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલીઓ આવે છે.

image source

સાઈબીરિયા લોકો ઠંડીનો અનુભવ કરવા માટે દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે. પરંતુ સ્થાનિક લોકો માટે આ બધું કોઈ રોમાંચ નથી પરંતુ રોજની દિનચર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ