રાશિ અનુસાર ખિસ્સામાં રાખો આ સિક્કો અને બદલો ભાગ્યની ચાલ…

ભાગ્યનો સાથ ઈચ્છતા લોકો પથ્થર એટલા દેવ કરીને પૂજતાં હોય છે. તેમ છતાં કેટલાક લોકોનું ભાગ્ય એવું હોય છે કે તેમને લાભ હાથવેંતમાં હોવા છતાં પ્રાપ્ત નથી થતો. આવા લોકો માટે જ્યોતિષ શાસ્ત્રમાં એક ટોટકાનો ઉલ્લેખ કરાયો છે. આ ટોટકાનું અનુકરણ કરવાથી ભાગ્ય પરિવર્તન થઈ શકે છે. આ ટોટકા અનુસાર ભાગ્ય પરિવર્તન રાશિ અનુસાર સાથે સિક્કા રાખવાથી થઈ શકે છે. શ્રદ્ધા હોય તો પાણી પર પથ્થર પણ તરી જાય છે તેવી જ રીતે શ્રદ્ધા દરેક અશક્ય કામને શક્ય બનાવી શકે છે. તો આ ટોટકામાં પણ જેને શ્રદ્ધા હોય તેમના માટે ચમત્કાર થવો પણ શક્ય છે.

મેષ

મેષ રાશિના જાતકોએ તાંબાનો સિક્કો પોતાના ખિસ્સામાં રાખવો જોઈએ. અથવા તો મંગળવારના દિવસે સવારના સમયે લાલ દોરામાં બાંધી આ સિક્કો ગળામાં ધારણ કરવો. આમ કરવાથી ક્રોધ ઘટશે અને ધનનો અભાવ પણ દૂર થશે.

વૃષભ

આ રાશિ માટે ચાંદી લાભકારક સાબિત થાય છે. ચાંદીનો એક સિક્કો ગુલાબી કાગળમાં અથવા કપડામાં બાંધી તિજોરીમાં રાખવો. વૈવાહિક જીવનની સમસ્યા હોય તે આર્થિક સમસ્યા તમામ કષ્ટ દૂર થશે.

મિથુન

કાંસાનો સિક્કો સાથે રાખવાથી લાભ થાય છે. પરંતુ આ સિક્કો સાથે પર્સમાં નથી રાખવાનો. આ સિક્કો રસોડામાં ચોખા ભરેલા પાત્રમાં રાખી દેવો. ઘરની કોઈપણ સમસ્યા હશે તે દૂર થઈ જશે.

કર્ક

ચાંદીનો સિક્કો ઘરના રસોડામાં રાખવો. ઘરમાં અન્ન અને જળની ખામી નહીં રહે આ સિક્કો સોમવારે રસોડામાં સ્થાપિત કરવો.

સિંહ

આ રાશિના જાતકો માટે પિત્તળનો સિક્કો લાભ કરાવી શકે છે. સ્વાસ્થ ઉત્તમ રહે છે અને જીવનનો સંઘર્ષ પણ ઘટે છે.

કન્યા

આ રાશિના જાતકોએ ભાગ્યોદય માટે ચાંદીનો સિક્કો તિજોરીમાં રાખવો જોઈએ. જો શક્ય હોય તો સોનાનો સિક્કો પર્સમાં રાખવો. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

તુલા

એક ચાંદીનો સિક્કો હંમેશા પોતાની પાસે રાખવો. આમ કરવાથી નામ, યશ અને ધનમાં વધારો થશે. વૈવાહિક સુખ પણ સારું રહેશે.

વૃશ્ચિક

એક તાંબાનો સિક્કો લાલ દોરામાં બાંધી ગળામાં ધારણ કરવો. પારિવારીક જીવન સુધરશે અને જો સંતાન સંબંધિત સમસ્યાઓ હશે તો તે પણ દૂર થશે.

ધન

સોના અથવા પીત્તળનો સિક્કો પર્સમાં રાખવાથી લાભ થાય છે. સ્વભાવ સારો થશે અને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. આર્થિક સ્થિતી પણ મજબૂત થશે.

મકર

મકર રાશિના જાતકોએ પોતાની સાથે લોઢાનો સિક્કો રાખવો જોઈએ. આ ઉપરાંત એક લોઢાનો સિક્કો ઘરના મુખ્ય દરવાજા પર પણ લટકાવવો. આર્થિક સ્થિતી મજબૂત થશે.

કુંભ

પર્સમાં એક રૂપિયાનો ચલણી સિક્કો લાલ કપડામાં બાંધીને રાખવો. આ રૂપિયાને ક્યારેય ખર્ચ ન કરવો. ઉન્નતિનો માર્ગ ખુલશે.

મીન

મીન રાશિના જાતકોએ પોતાની સાથે સોના અથવા પીત્તળનો સિક્કો સાથે રાખવો. આમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહેશે, ક્રોધ ઘટશે અને ધનની પણ બચત થશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અલગ અલગ માહિતી અને રસપ્રદ જાણકારી માટે વાંચો આપણું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ