બાફેલુ ભોજન ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક લાભ, જાણો તમે પણ

બાફેલું ભોજન

image source

સામાન્ય રીતે ભોજન ઘણા પ્રકારથી બનાવવામાં આવે છે. ભોજન બનાવતી વખતે ગમે તેટલી સાવધાનીઓ રાખવામાં આવે, પરંતુ થોડા ઘણા પોષકતત્વો નાશ થઈ જ જાય છે. એનાથી શરીરને જરૂરી પ્રમાણવાળા પોષકતત્વો ઓછા મળે છે.

image source

એટલા માટે વરાળથી બાફવા આવેલ કે સ્ટીમડ ફૂડનો ઉપયોગ શરીર માટે ફાયદાકારક હોય છે. વરાળથી બનાવવામાં આવેલ ભોજનમાં તેલ હોતું નથી, પણ વિટામીનનું પ્રમાણ ભરપુર હોય છે.

એટલા માટે વરાળથી બનેલ ભોજન કે સ્ટીમડ ફૂડ દરેક પ્રકારથી હેલ્ધી માનવામાં આવે છે. વિદેશોમાં સ્ટીમડ ફૂડ ખુબ જ ફેમસ છે.

image source

ચીન અને જાપાનના લોકો મોટાભાગે વરાળમાં બનાવેલ ભોજન જ ખાય છે, જેનાથી તેઓનું શરીર સ્વસ્થ રહે છે અને ત્વચામાં ચમક આવે છે. આના સિવાય એક્સપર્ટસનું માનવું છે કે સ્ટીમડ ફૂડનું સેવન શરીર માટે હેલ્ધી હોય છે.

જાડાપણું ઓછું કરે છે.:

image source

સ્ટીમડ ફૂડ બનાવતી વખતે ખુબ જ ઓછા પ્રમાણમાં તેલનો ઉપયોગ થાય છે. એટલા માટે સ્ટીમડ ફૂડ લો કેલરીવાળું ફૂડ કહેવામાં આવે છે. આના સેવનથી શરીરનું વજન મેન્ટેઇન રહે છે અને જે લોકોનું વજન વધેલું હોય છે તેમના માટે સ્ટીમડ ફૂડ ખુબ જ ફાયદાકારક હોઈ શકે છે.

પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે.:

image source

વધારે તેલમાં બનાવેલ ભોજન પાચનક્રિયાને ખરાબ કરી દે છે. વરાળથી બનાવેલ ભોજનમાં ફાઈબરનું પ્રમાણ જળવાઈ રહે છે અને અ સરળતાથી પચી પણ જાય છે. એટલા માટે વરાળમાં બનેલ ભોજનનું સેવન કરવાથી પાચનક્રિયા સારી થઈ જાય છે અને પાચનતંત્ર તંદુરસ્ત રહે છે.

ખાવામાં સ્વાદ:

વરાળમાં બનાવેલ ભોજનથી શરીરને જરૂરી પોષકતત્વો મળી જાય છે. આના સિવાય, શાકભાજીનો સ્વાદ પણ વધી જાય છે. એનાથી ભોજન દેખાવમાં સરસ અને ટેસ્ટી લાગે છે.

દિલ માટે ફાયદાકારક:

image source

વરાળમાં ભોજન બનાવવાથી તેલનો ઉપયોગ બિલકુલ પણ થતો નથી. આ કારણથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું નથી અને દિલથી જોડાયેલી બીમારીઓનો ખતરો ઘટી જાય છે.

અધિક પૌષ્ટિક:

image source

સામાન્ય રીતે ભોજન બનાવવામાં ઘી કે તેલનો ઉપયોગ થાય છે, પરંતુ વરાળમાં ભોજન બનાવવાથી તેલનો ઉપયોગ બિલકુલ નથી થતો. એટલા માટે એમાં પોષકતત્વો જળવાઈ રહે છે, જે શરીર માટે ખુબ જ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ