જો તમારો જન્મ પણ આ ખાસ દિવસે થયો છે તમે સાહસી હોવાની સાથે સાથે ધરાવશો આવું વ્યક્તિત્વ

હિન્દુ ધર્મમાં જ્યોતિષશાસ્ત્રનું ખાસ મહત્વ છે. કોઈ પણ જાતકની કુંડળી બનાવતી સમયે એ વાત પર ધ્યાન અપાય છે કે આ વ્યક્તિનો જન્મ કયા દિવસે થયો હતો. જ્યોતિષ અનુસાર દર અઠવાડિયાના દિવસો પણ જાતકના ગુણ અને સ્વભાવ પર પ્રભાવ પાડે છે. જો કોઈનો જન્મ ગુરુવારે થયો છે તો માનવામાં આવે છે કે તે વ્યક્તિ સમજદાર અને સાહસી હોવાની સાથે સાથે મહાત્વાકાંક્ષી પણ હશે.

image source

વારના આધારે વાત કરીએ તો ગુરુવારને સપ્તાહનો પાંચમો દિવસ માનવામાં આવ્યો છે. આ દિવસના સ્વામી બૃહસ્પતિ ગણાય છે. ગુરુવારના દિવસે જન્મ લેનારા લોકોમાં લીડરશીપ ક્વોલિટી ખાસ હોય છે. આ સાથે તેઓએ અનુશાસનમાં ખૂબ જ કડક હોય છે. આ કારણ છે કે ખુશ મિજાજ હોવાની સાથે સાથે આ લોકો સાથે અન્ય લોકો વધારે સમય રહેવાનું પસંદ કરતા નથી.

image source

ગુરુવારના દિવસે જન્મ લેનારા લોકોનું વ્યક્તિત્વ પ્રભાવી હોય છે આ સાથે અન્ય કારણ છે કે લોકો તેમનાથી જલ્દી ઇમ્પ્રેસ થઈ જાય છે. ચતુર બુદ્ધિના કારણે લોકો સમસ્યાઓનું સરળતાથી સમાધાન કાઝી લેનારા લોકોને ઓફિસમાં પણ પ્રશંસા મળી રહે છે. આ ગુણના કારણે તેમના દોસ્ત પણ જલ્દી બની જાય છે અને તેમાંથી કેટલાકના પ્રતિ ખાસ સમર્પિત રહે છે. ગુરુવારે જન્મેલા લોકોની એક અન્ય ખાસ વાત એ હોય છે કે તેઓ લોન્ગ ટર્મનું પ્લાનિંગ કરી શકતા નથી.

image source

તેમનો હેતુ હંમેશા આગળનું છોડીને આજની જેમ જીવવાનો રહે છે. જો લુકની વાત કરીએ તો ગુરુવારે દુનિયામાં આવેલા લોકો સામાન્ય રીતે લાંબા કદકાઠી ધરાવે છે. આ લોકો રંગ પણ સાફ ધરાવે છે. અને દેખાવમાં આકર્ષક લાગે છે. આ લોકોનો સ્વભાવ અને વાતચીતની સાથે લોકો તેમની તરફ ખેંચાઈ આવે છે. આ લોકોને કામ કઢાવવાનું સારી રીતે આવડે છે. તેઓ દગો કરનારા હોતા નથી. આ લોકો સાજ સજાવટ, ફરવાના અને ખાવા પીવાના શોખીન હોય છે. પોતાની સાથે અન્ય પર પણ ખર્ચ કરનારા હોય છે. આ કારણે તેમના હાથમાં રૂપિયા વધારે સમય સુધી રહેતા હોતા નથી.

આ લાઈનમાં બનાવી શકે છે કરિયર

image source

ગુરુવારે જન્મ લેનારા લોકો ખાસ કરીને લેખક, પ્રકાશક, ધર્મ ગુરુ, પત્રકાર, વકીલ વગેરે બને છે. થોડી મહેનત આ લાઈનમાં કરવાથી તેમને ઝડપથી સફળતા મળે છે. આ લોકોનો લકી નંબર 4 હોય છે. અને સાથે જ ગુરુવારનો દિવસ અને પીળો રંગ પહેરવો તેમના માટે શુભ રહે છે. તો મંગળવાર અને ગુરુવાર તેમના લકી દિવસો માનવામાં આવે છે.

આ હોઈ શકે છે સંકટ

image source

ગુરુવારે જન્મેલા લોકો ખાસ કરીને હેલ્થ સંબંધી સમસ્યાથી પરેશાનીમાં રહે છે. લીવર, હાર્ટ, લોહી સાથે સંકળાયેલી મુશ્કેલીઓ તેમને રહેતી હોય છે. આ સાથે અન્ય દિવસની સરખામણીએ ગુરુવારે જન્મેલા લોકો વધારે જાડા હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ