જાણો આ બીમારી વિશે, જે દેશમાં વધી રહી છે કૂદકેને ભૂસકે, જાણો અને ચેતો નહિં તો….

મિત્રો, કોલેસ્ટ્રોલ એ એક એવુ તત્વ છે કે, જે તમારા શરીરના દરેક કોશીકામાં મળી રહે છે. તમારા શરીરને હોર્મોન, વિટામિન-ડી અને ખાદ્યપદાર્થોને પચાવવામા મદદ કરતા પદાર્થ બનાવવા માટે કોલેસ્ટ્રોલની આવશ્યકતા હોય છે. તમારુ લિવર તમારા માટે જરૂરી તમામ કોલેસ્ટ્રોલ બનાવે છે.

image source

તમારા શરીરમાં આવશ્યકતા કરતા વધુ કોલેસ્ટ્રોલ હોય તો હૃદયરોગ થવાની સંભાવનાઓ ખુબ જ વધી જાય છે. કોલેસ્ટ્રોલનુ પ્રમાણ વધે એટલે ધમનીઓ સંકોચાઈ જાય છે. આ કારણે હૃદયમા રક્તના પ્રવાહમા પણ અવરોધ ઉત્પન્ન થાય છે. ઘણીવાર ઉચ્ચ કોલેસ્ટ્રોલના લક્ષણ ત્યા સુધી દેખાતાં નથી કે જ્યા સુધી કોઈ વ્યક્તિને હૃદયરોગનો હુમલો ના આવે.

image source

જો તમે પણ વધારે પડતો વજન ધરાવો છો તો તે વધુ પડતી કપરી સમસ્યા સાબિત થઇ શકે છે કારણકે, જે ભોજન તમારુ કોલેસ્ટ્રોલ વધારે છે, તે ભોજન તમારુ વજન પણ વધારે છે. કોલેસ્ટ્રોલના અમુક ઘટક યકૃત અને પિત્તાશયમા જમા થઇ જાય છે. મુખ્ય સંગ્રહ એડિપોસાઇટ્સ નામની ચરબી કોશિકામા થાય છે. જ્યારે તમારા શરીરમા વધુ કોલેસ્ટ્રોલ હોય છે તો આ કોશિકાઓ સૂજી જાય છે અને તમારુ વજન વધે છે.

image source

વધુ ચરબીવાળા કે કાર્બોહાઇડ્રેટવાળુ ભોજન ખાવાથી કોલેસ્ટ્રોલનુ પ્રમાણ શરીરમાં વધી જાય છે. જો ઉચ્ચ ઘનત્વ ધરાવતુ લિપોપ્રોટીનવાળુ ભોજન હોય તો તે આપણા શરીર માટે સારુ કોલેસ્ટ્રોલ છે, જે તમારા ખરાબ કોલેસ્ટ્રોલને હટાવી હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકની સમસ્યા સામે રક્ષણ આપે છે.

image source

એલ.ડી.એલ. એ ખરાબ કોલેસ્ટ્રોલ છે. તે તમારા શરીરમા લોહીના પુરવઠાને અવરોધે છે અને હૃદયરોગ માટેનુ જવાબદાર કારણ બને છે. વધુ માત્રામા ખરાબ કોલેસ્ટ્રોલ એ તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે, કારણકે તે તમારી ધમનીની અંદરની દીવાલ સાથે ચીપકી જાય છે. આ પ્રક્રિયાને એથેરોસ્ક્લેરોસિસના રૂપમાં ઓળખવામાં આવે છે. કોલેસ્ટ્રોલ એ માંસ, દૂધ, માખણ અને પનીરમા પણ મળી આવે છે.

image source

વયસ્ક ઉમરમા જો કોઈ વ્યક્તિનુ કોલેસ્ટ્રોલનું સ્તર ૨૦૦ મિ‌લિગ્રામ પ્રતિ ડે‌સ‌િલિટરથી ઓછું હોય તો તેને સ્વસ્થ માનવામાં આવે છે. આ ઉપરાંત એલ.ડી.એલ. કોલેસ્ટ્રોલનું સ્તર પણ ૧૦૦ મિ‌લિગ્રામ પ્રતિ ડી.એલ. થી ઓછું હોવું જોઇએ તો જ તમારુ શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

imagw source

જો તમે તમારા શરીરના કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવા ઈચ્છતા હોવ તો માંસ ખાવાનું કે દૂધ પીવાનું બંધ કરી દો. ઘી, માખણ, પનીર અને સી-ફૂડથી દૂર રહો. ધૂમ્રપાન ના કરો. વ્યાયામ કરો. મેંદાનું સેવન ના કરો. તળેલા ખોરાકનુ સેવન ટાળો. આ તમામ બાબતોનુ ધ્યાન રાખો તો તમારુ કોલેસ્ટ્રોલ નિયંત્રણમા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત