જાણો આ દેશ વિશે, જ્યાં બહાર પડશે એક લાખની ચલણી નોટ, જેનાથી ખરીદી શકાશે માત્ર બે કિલો બટાકા

શું તમે ક્યારેય એક લાખ રૂપિયાની કરન્સી નોટ વિશે સાંભળ્યું છે ? નહીં ને ? પરંતુ આ વિશ્વમાં એક દેશ એવો પણ છે જે એક લાખ રૂપિયાની ચલણી નોટ બહાર પાડી રહ્યો છે. સામાન્ય રીતે એક લાખ રૂપિયા એ બહુ મોટી રકમ ગણાય છે ખાસ કરીને ભારતમાં. ભારતમાં આટલા રૂપિયામાં માણસ ઘણો બધો સરસામાન ખરીદી શકે છે, લગભગ આખા વર્ષનું અનાજ અને શાકભાજી પણ આટલા રૂપિયામાં ખરીદી શકાય. પરંતુ આપણે જે દેશની વાત કરીએ છીએ તેના વિશે એવું કહેવાય છે કે ત્યાં એક લાખ રૂપિયાની કોઈ કિંમત નથી. આટલા રૂપિયામાં તો ફક્ત ત્યાં બે કિલો બટેટા જ મળશે. ત્યાંની પરિસ્તીથી જ એવી છે કે ત્યાં ચા નો એક કપ કે કોફી પીવા માટે પણ બેગ ભરીને રૂપિયા લઈ જવા પડે છે.

image source

આ દેશનું નામ વેનેઝુએલા છે. આ દેશ દક્ષિણ અમેરિકા મહાદ્વીપમાં આવેલા દેશો પૈકી એક દેશ છે અને તેની રાજધાની કારાકસ છે. એક સમય એવો હતો કે વેનેઝુએલાની ગણના વિશ્વના પૈસાદાર દેશોમાં થતી હતી અને તેનું કારણ એ હતું કે વેનેઝુએલામાં તેલના વિશાળ ભંડારો હતો અને તે તેલના ટોચના નિર્યાતકારો પૈકી એક દેશ હતો. પરંતુ આજે આ દેશ મહામંદીના સમયમાં આવી ગયો છે. અહીંની કરન્સીની કિંમત પસ્તી જેવી જ થઇ ગઈ છે અને મોંઘવારી હજારો ગણી વધી ગઈ છે.

image source

વર્ષ 2018 માં વેનેઝુએલામાં મોંઘવારી એટલી હદે વધી ગઈ હતી કે એક કપ કોફીની કિંમત 25 લાખ બોલીવાર (વેનેઝુએલાનું ચલણ) અને એક કિલો ટામેટાની કિંમત 50 લાખ બોલીવાર થઇ ગઈ હતી. લોકો કોઈ સમાન ખરીદવા માટે રોકડા પૈસા પણ નહોતા આપી શકતા. અને હાલમાં પણ ત્યાંની પરીસ્તીથી એવી જ છે.

image source

બ્લૂમબર્ગની રિપોર્ટ અનુસાર હવે વેનેઝુએલામાં ચલણી નોટની અછત થઇ ગઈ છે અને તેના કારણે નોટ છાપવા માટેના પેપર પણ બહારથી મંગાવી રહ્યા છે. અહીંની સરકારે એક ઇટાલિયન કંપની પાસેથી 71 ટન સિક્યોરિટી પેપર ખરીદ્યા છે અને એક લાખ બોલીવારની ચલણી નોટ બહાર પાડવાની તૈયારી કરી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે વેનેઝુએલાનું ચલણ એટલું નીચું છે કે ત્યાંના હાલના એક લાખ બોલીવારની કિંમત એટલે 0.23 એટલે કે ભારતના માત્ર 17 રૂપિયા થાય છે.

image source

આ દેશમાં ભૂખમરાની સ્થિતિ પણ કહી શકાય તેવી હાલત છે. એક રિપોર્ટ અનુસાર અહીંના લોકોના કહેવા મુજબ વેનેઝુએલામાં મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે સ્થાનિક માણસ આખો મહિનો કામ કરે તો પણ તેની આવકથી માંડ બે થી ત્રણ દિવસ ચાલે તેટલું જ ખાવાનું ખરીદી શકે છે. આવા અનેક કારણોને લીધે હવે સ્થાનિક લોકો વેનેઝુએલા છોડી નજીકના અન્ય દેશોમાં વસવાટ કરવા પલાયન કરી રહ્યા છે.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ