જો લિપસ્ટીક કરતી વખતે નહિં કરો આ ભૂલો, તો લોકો જોતા રહી જશે તમારી સામે…

શું તમે પણ લીપસ્ટીક કરતી વખતે આ ભૂલો કરો છો ? તો આજથી જ ભૂલો કરવાનું ટાળો

લીપસ્ટીક કરતી વખતે આ સામાન્ય ભૂલો કરવાનું ટાળો

image source

લીપસ્ટીક હવે સ્ત્રીઓ માટે રોજિંદા ઉપયોગનું કોસ્મેટિક થઈ ગયું છે. ખાસ કરીને કોલેજીયન યુવતિઓ તેમજ નોકરિયાત સ્ત્રીઓ નિયમિત પણે તેનો ઉપયોગ કરતી હોય છે. અને નાના મોટા પ્રસંગે તો બધી જ મહિલાઓ તેનો અવારનવાર ઉપયોગ કરતી હોય છે.

આજે વિશ્વમાં લીપસ્ટીકનું સેંકડો કરોડો રૂપિયાનું માર્કેટ છે અને બજારમાં 50 રૂપિયાથી માંડીને 700-1000 રૂપિયા સુધીની લીપસ્ટીક ઉપલબ્ધ છે. તમે પણ નિયમિતપણે કે પછી પ્રસંગોપાત લિપસ્ટીકનો ઉપયોગ કરતાં હશો અને તમારાથી પણ કેટલીક સામાન્ય ભૂલો થઈ જતી હશે તો ચાલો વાત કરીએ આ ભૂલો વિષે.

image source

ચહેરાના રંગ પ્રમાણે લીપસ્ટીકના રંગની પસંદગી નહીં કરવાની ભૂલ

ઘણી બધી મહિલાઓ પેતાના ચહેરા તેમજ તેમના વાન પ્રમાણે કેવા રંગની લીપસ્ટીક સારી લાગશે તેનો વિચાર કર્યા વગર લાલ-ગુલાબી-બ્રાઉન વિગેરે રંગની લીપસ્ટીક લગાવી લેતી હોય છે જે યોગ્ય નથી.

image source

ખોટા રંગની પસંદગી તમારા ચેહરાની સુંદરતા બગાડી શકે છે, તેને ફીક્કો પાડી શકે છે. જ્યારે યોગ્ય રંગની લીપસ્ટીક તમારા ચહેરાને ઓર વધારે સુંદર દેખાડી શકે છે.

હોઠ પરની મૃત ત્વચા દૂર ન કરવી

image source

જેમ ચહેરા અને શરીર પરની મૃત ત્વચા દૂર કરવી જરૂરી છે તેવું જ હોઠનુ છે. હોઠની પણ મૃત ત્વચા દૂર કરવી જોઈએ. તે પણ તેટલુ જ મહત્ત્વનું છે. તેના માટે તમે કોસ્મેટીકની દુકાનમાં મળતા લીપ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. અને હોઠને મુલાયમ બનાવી શકો છો.

ઘરે આવીને લીપસ્ટીક સાફ ન કરવાની ભૂલ

જે રીતે સૂતા પહેલાં ચહેરા પર લગાવેલો મેકઅપ દૂર કરી લેવો જોઈએ તેવી જ રીતે લીપસ્ટીક પણ દૂર કરી લેવી જોઈએ. આમ તો ઘણી બધી સ્ત્રીઓની એક સામાન્ય સમસ્યા હોય છે કે તેમના હોઠ પર લીપસ્ટીક ટકતી નથી થોડા ક જ સમયમા તે ઝાંખી પડી જાય છે તેમ છતાં તેને યોગ્ય રીતે દૂર કરવી જરૂરી છે. કારણ કે જે આછી આછી લીપસ્ટીક તમારા હોટ પર લાગેલી રહે છે તે તમારા હોઠને ડ્રાઈ બનાવી દે છે. અને ડ્રાઇ હોઠ પર લીપસ્ટીક સારી નથી લાગતી.

image source

સૂકા હોઠ પર લિસ્ટીક લગાવવી

ઘણી બધી સ્ત્રીઓને ડ્રાઈ હોટ કે પછી હોઠ ફાટી જવાની સમસ્યા આખું વર્ષ રહેતી હોય છે. જેમાં હવામાનનો ઓછો પણ તમારી ખાણીપીણી અને લાઇફસ્ટાઇલનો વાંક વધારે હોય છે. અને જો તેવા ફાટેલા હોઠ પર લીપસ્ટીક લગાવવામાં આવે તો તેનો શેડ એકસમાન નથી રહેતો અને સુકા હોઠ પર લીપસ્ટીકના પેચીઝ પડી જાય છે જે ઘણા ખરાબ લાગે છે.

આ સમસ્યાથી દૂર રહેવા માટે તમારે હંમેશા તમારા શરીરને જરૂરી પ્રવાહી પુરુ પાડવું જોઈએ એટલે કે પુષ્કળ પાણી પીવું જોઈએ. આ સિવાય તમે તેના માટે લીપ જેલ કે પછી લીપ ક્રીમનો પણ ઉપયોગ કરીશકો છો. જેથી કરીને તમારા હોઠ સ્મૂધ રહે અને સ્મૂધ હોઠ પર લીપસ્ટીક ખુબ જ સુંદર લાગતી હોય છે.

image source

વધારે પડતી લીપસ્ટીક લગાવવી – ઘાટી લીપસ્ટીક લગાવવાની ભૂલ

image source

ઘણી મહીલાઓ હોઠ પર લીપસ્ટીક રીતસરની ઘસીજ નાખે છે. અને એટલી બધી ઘાટી લગાડે છે કે તે ગમે ત્યાં કપડાં પર કે ચશ્મા પર કે પછી દાંત પર પણ લાગી જાય છે. તેમ ન થવું જોઈએ. પણ લીપસ્ટીક લગાવ્યા બાદ તેને ટીશ્યુ પેપર વડે હળવા હાથે દબાવીને વધારાની લીપસ્ટીક કાઢી નાખવી જોઈએ.

લીપસ્ટીક લગાવતા પહેલાં લીપ લાઈનર નહીં લગાવવાની ભૂલ

image source

હા, લીપસ્ટીક લગાવતા પહેલા લીપ લાઇનર લગાવી લેવું જોઈએ. જે તમારા હોઠને એક ચોક્કસ આકાર આપશે અને એક આકર્ષક ફીનીશીંગ આપશે. જો તમે આમ નહીં કરો તો તમારી લીપસ્ટીક સ્પ્રેડ થઈ જશે અને હોઠ સુંદર નહીં લાગે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ