કપલ છો? તો એકવાર વાંચી લો આ રસપ્રદ સ્ટોરી…

જાણો તમે કયા પ્રકારના કપલ છો ?

આપણા સિવાય આપણો પરિચય ઘણા બધા એવા કપલ્સ એટલે કે જોડીઓ સાથે થતો હોય છે જે આપણને પોતાના કરતાં ઘણા અલગ લાગતા હોય છે. તેમાંથી કંઈક આપણને ગમતુ હોય છે તો કંઈક આપણને નથી ગમતું.

image source

કેટલાકની ઇર્ષા થાય છે તો કેટલાને જોઈને ભગવાનનો આભાર માનવાનું મન થાય છે કે તમારી સાથે એવું નથી થયું. આમ ભગવાને કેટલાએ પ્રકારની જોડીઓનું સર્જન કર્યું છે. તો આજે અમે તમને જણાવીશું કેટલાક પ્રકારના કપલ્સ વિષે.

તે વિષે જાણીને તમારે નક્કી કરવાનું છે કે તમે કયા પ્રકારના કપલ છો.
સામાન્ય રીતે કપલ એટલે કે જોડી એટલે કે બે વ્યક્તિઓની જોડી. આ બે વ્યક્તિ આમ તો અલગ હોય છે પણ બીજી રીતે સમાન પણ હોય છે.

image source

આ બન્ને વ્યક્તિ એકબીજા સાથે અત્યંત આત્મિયતા ધરાવે છે તેમ છતાં તેમના અભિપ્રાયો અલગ-અલગ પણ હોઈ શકે છે. તો ચાલો જાણીએ આ વેરાયટી કપલ્સ વિષે.

એકબીજાથી અલગ ન રહી શકે તેવું કપલ

આ એક એવું કપલ છે જેમને તેમના બન્ને સિવાય બીજા કોઈની પણ જરૂર નથી પડતી. તેઓ એકબીજાની કંપનીથી એટલા બધા ખુશ અને સંતુષ્ટ રહે છે કે તેઓ એકબીજાને એકક્ષણ માટે પણ દૂર નથી કરી શકતા.

image source

તેઓ એકબીજાના સાથી હોય છે મિત્ર હોય છે. તેમનું જે કંઈ કહો તે એકબીજાનું હોય છે.

હંમેશા મુંઝવણમાં રહેતું કપલ

આ પ્રકારનું કપલ થોડું ઇનબેલેન્સ્ડ હોય છે એટલે કે એક દિવસ આખો ઝઘડવામાં કાઢે તો બીજો દિવસ પ્રેમમાં કાઢે તો વળી ત્રીજો દીવસ મૌનમાં કાઢે. આમ તેઓ દરેક દિવસે કોઈ નવા જ મૂડમાં જોવા મળે છે.

image source

તેમના વ્યવહારનો કોઈ અંદાજો ન લગાવી શકાય તેવું આ કપલ હોય છે. તેઓ પોતે જ પોતાના સંબંધોને લઈને મુંઝવણમાં રહે છે કન્ફ્યુઝ રહે છે.

સાથે રહેવા માટે જ બનેલી જોડી

આ જોડી એક એવી હોય છે કે જે તેમના નસિબથી બનેલી હોયછે. તેમને કશું જ દૂર કરી નથી શકતું.

image source

ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં શાહરુખ ખાનનો એક ડાયલોગ છે તેમ, “જ્યારે તમે કોઈ વસ્તુને પુરા મનથી ચાહો છો ત્યારે તેને પામવા માટે સમગ્ર બ્રહ્માંડ તમારી મદદ કરે છે.” બસ આ કપલ પણ આવું જ હોય છે તેમને કોઈ અલગ નથી કરી શકતું પણ બધા જ તેમને ભેગા રાખવાનો પ્રયાસ કરે છે.

ફ્રેન્ડ્સ વીથ બેનિફિટ્સ કપલ

આ કપલ ભારતીય સમાજમાં ભાગ્યે જ જોવા મળે છે. પણ વિદેશમાં તેનું ચલણ ખુબ જ છે. કેટલાક કપલ્સને યુવાનીની મજા માણવી હોય છે પણ તેઓ કોઈ પણ જાતની જવાદારીઓ કે કમીટમેન્ટ કરવા નથી માગતા હોતા.

image source

અને બસ માત્ર એકબીજાથી આનંદ પામીને છુટ્ટા પડી જવામાં જ સંતોષ માને છે. આવા સંબંધો શરૂ થતાં જ ખતમ થઈ જાય છે.

પોતાના સંબંધોની જાહેર અભિવ્યક્તિમાં મસ્ત રહેતું કપલ

કેટલાક કપલ્સ તેમના ઘરે કેવો વ્યવહાર કરે છે તેનો કોઈને ખ્યાલ નથી હોતો પણ તેઓ જાહેરમાં એકબીજાને ખુબ પ્રેમ કરતાં જોવા મળે છે. તેમાં સત્ય પણ હોઈ શકે અને દેખાડો પણ હોઈ શકે જે પણ હકીકત હોય તે તેમને જ ખબર હોયછે.

image source

તેમને જાહેરમાં એકબીજા પ્રત્યેની અભિવ્યક્તિ કરતાં જોવાથી કેટલાક લોકો ઇર્ષા પામે છે તો કેટલાક ચીડાય છે. તેઓ ક્યાં છે તેમને કોઈ જોઈ રહ્યું છે કે નહીં તેની તેમને કંઈ જ પડી નથી હોતી તેઓ તો બસ પોતાનામાં જ મસ્ત રહે છે.

એકબીજા માટે સંપુર્ણ કપલ

આવી જોડી તમને ભાગ્યે જ ક્યાંક જોવા મળતી હશે. કારણ કે કપલ્સના સંબંધમાં એક નહીંને બીજી ખામી તો હોય જ છે. તેમની વચ્ચે પણ ગમો-અણગમો અને વાદ વિવાદ થતા હોય છે.

image source

પણ એક એવું કપલ પણ અસ્તિત્ત્વ ધરાવે છે જે એકબીજા માટે સંપુર્ણ છે. જો કે તેઓ પણ એકબીજા સાથે લડે-ઝઘડે છે પણ એકબીજાને પ્રેમ પણ ખુબ જ કરે છે અને એવો પ્રેમ જે બીજા કોઈ જ કપલમાં ન જોવા મળે.

બાળપણની મૈત્રિ પ્રેમ સંબંધમાં ફેરવતું કપલ

આજે ઘણા બધા સંબંધો આ પ્રકારના હોય છે જેમાં બન્ને પાત્રો એકબીજાને નાનપણથી જ ઓળખતા હોય છે. તેમનાથી કશું જ સિક્રેટ નથી હોતું. તેમનું જીવન એકબીજા માટે કોઈ ખુલ્લા પુસ્તક સમાન હોય છે.

તેમણે પોતાનુ બાળપણ-કીશોરાવસ્થા સાથે પસાર કરી હોય છે અને હવે તેઓ જુવાની તેમજ ગઢપણ પણ સાથે જ પસાર કરવાનું મન બનાવી લે છે.

image source

આયુષમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ પણ તેની નાનપણની જ મિત્ર હતી અને આજે તેઓ એક સુખી લગ્નજીવન ભોગવી રહ્યા છે.

તેવી જ રીતે નીતા-મુકેશ અંબાણીનો દીકરો આકાશ અંબાણી અને શ્લોકા મેહતા પણ એકબીજાને નાનપણથી જ જાણતા હતા.

image source

ઓફિસમાં સાથે કામ કરતા કપલ્સ

આ કપલ હંમેશા પોતાના કામને બેલેન્સ કરતાં જોવા મળે છે. તેઓ પોતાના કામની સાથે સાથે રોમાન્સ માટે પણ સમય કાઢી લે છે, જો કે તેના માટે તેઓ પોતાના ઓફિસ અવર્સ નથી બગાડતાં પણ તેના માટે તેઓ દીવસના અંતની રાહ જુએ છે !

image source

તેઓને એકબીજા સાથે સમય પસાર કરવો ખુબ ગમે છે. જો કે તેમને પોતાના સંબંધો જાહેર કરતાં પણ ખચકાટ થાય છે જેની પાછળ ઓફિસનું વાતાવરણ. ઓફિસના નિયમો અને તેમના બોસ જવાબદાર હોય છે.

હવે ઉપર જણાવેલા કપલ્સના પ્રકાર જાણ્યા બાદ તમે કયા પ્રકારના કપલ છો તે વિચારો. જો કે તમે ઉપરનામાં કયા છો તેનાથી કોઈ જ ફરક નથી પડતો.

image source

તમારા સંબંધને ટકાવી રાખવા માટે તમારે એકબીજા પરનો વિશ્વાસ, એકબીજાની સ્વતંત્રતા, અને એકબીજાના અલાયદા વ્યક્તિત્ત્વને માન આપવું જોઇએ. માત્ર આટલા અનુસરણથી તમે તમારા જીવનને સુંદર બનાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

 

– તમારો જેંતીલાલ