રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલ આ સ્થળ તમારા ફરવાના આનંદને ડબલ કરી દેશે…

માઉન્ટ આબુ એક અત્યંત ખુબસુરત હિલ સ્ટેશન છે. આ સ્થાન પશ્ચિમી ભારતના રાજસ્થાન અને ગુજરાતની સરહદે સ્થિત છે. અહીં ચારે બાજુ લીલાછમ અને ગીચ જંગલો છે. અહીંનું વાતાવરણ માનસિક શાંતિ અને થાક ઉતારી દે તેવું છે. આ હિલ સ્ટેશન અરવલ્લી રેંજની ઊંચા પહાડો પર છે. અહીં ચારેબાજુ ખુબસુરત પહાડીઓ છે જેનું દ્રશ્ય આંખોને ગમે તેવું મનોરમ અને મનમોહક લાગે છે. આ જગ્યાએ તમે પ્રકૃતિને નજીકથી માણી શકો છો. વળી, અહીં અનેક ફરવાલાયક સ્થળો છે જ્યાં જંગલો અને વનયજીવોને જોવાનો પણ મોકો છે જે તમારા પ્રવાસના આનંદને બેગણો વધારી દેશે. એ સિવાય અહીં ફરવા માટેના ધાર્મિક સ્થળો પણ છે. ટૂંકમાં આ સ્થાન યુગલો અને પરિવાર બન્ને માટે આદર્શ છે.

image source

અહીં એક નક્કી લેક એટલે કે તળાવ છે જ્યાં તમે નૌકાવિહારનો આનંદ લઈ શકો છો. આ તળાવ ચારે બાજુએથી ખુબસુરત પહાડીઓ દ્વારા ઘેરાયેલું છે અને એટલા માટે જ અહીં નૌકા વિહાર કરવાનો એક અલગ જ અનુભવ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ભારતનું એકમાત્ર એવું તળાવ છે જે કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યું હોય.

image source

માઉન્ટ આબુમાં તમે વાઈલ્ડ લાઈફ સેંક્ચુરીમાં વન્યજીવો પણ જોઈ શકો છો. અહીંની હરિયાળી પણ પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. રાજસ્થાનથી સાવ નજીક હોવાને કારણે તમને અહીં વનસ્પતિઓ અને જીવોની વિવિધતા જોઈ શકશો. અહીંના ગુરુ શિખરનું મનમોહક દ્રશ્ય જોઈ પર્યટકોનું દિલ ખુશ થઈ જાય છે એ અરવલ્લીની સૌથી ઊંચી પહાડી છે.

image source

એ સિવાય અહીથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે પ્રસિદ્ધ દેલવાડા મંદિર આવેલું છે. એ સિવાય અહીં ગૌમુખ મંદિર પણ છે જ્યાં પહોંચવા માટે 700 જેટલા પગથિયાં ચઢવા પડે છે.

image source

માઉન્ટ આબુમાં એક અચલગઢ નામનું ગામ પણ છે જે અચલગઢના કિલ્લા માટે વિખ્યાત છે. આ અચલગઢ કિલ્લો એક પર્વતના શિખર પર સ્થિત છે જેનું નિર્માણ મેવાડના રાજાએ કરાવ્યું હતું.

image source

માઉન્ટ આબુ વિશે આમ તો એટલું બધું છે કે તેના વિશે લખવા બેસીએ તો એક આખી આર્ટિકલ સિરીઝ લખવી પડે. અને જાણ્યા કરતા માણ્યામાં આનંદ વધુ હોય એટલે જો તમે પણ લોકડાઉનથી થાકી ગયા હોય અને ક્યાંક શાંત અને રમણીય સ્થળે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો આપણી બાજુના જ આ માઉન્ટ આબુ પર એક યાદગાર પ્રવાસ જરૂર કરજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ