શ્રદ્ધા કપૂરને આ અભિનેતા એટલો ગમી ગયો કે 24 કલાક એના જ રૂમમાં રહેતી, શક્તિ કપૂર વાળ પકડી ઢસડીને ઘરે લાવ્યાં

હાલમાં શ્રદ્ધા કપૂરનું નામ ભારે ચર્ચામાં છે. કારણ કે સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ આવ્યો ત્યારથી બોલિવૂડના ઘણા લોકો તેમાં ફસાતાં જોવા મળી રહ્યા છે, તેમાં એક નામ શ્રદ્ધા કપૂરનું છે. બોલિવૂડની ટોપ હિરોઇનમાં શ્રદ્ધાનો સમાવેશ કરવામાં આવે છે. ખૂબ જ નાની ઉંમરમાં શ્રધ્ધા કપુરે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે.

image source

પરંતુ અવાર નવાર ફિલ્મ સિવાય શ્રદ્ધા પોતાના રિલેશનશિપને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. સુંદર હોવાની સાથે સાથે શ્રધ્ધાખૂબ જ ટેલેન્ટેડ પણ છે. શ્રધ્ધાએ બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ “આશિકી-૨” થી કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેતા આદિત્ય રોય કપૂર હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી અને શ્રદ્ધા રાતોરાત સ્ટાર બની ગઈ હતી.

image source

પરંતુ આ ફિલ્મના હિટ થયા બાદ તેની અમુક ફિલ્મો આવી અને સાથે દરરોજ તેમના લવ અફરેની ખબરો પણ સામે આવવા લાગી. સૌથી પહેલા તેમનું નામ અભિનેતા-ડાયરેક્ટર અને સિંગર એવા ફરહાન ખાન સાથે જોડાયું હતું અને બન્નેની ખબરો આવવા લાગી. ખબરો અનુસાર શ્રદ્ધા કપૂરે થોડા સમય સુધી જાવેદ અખ્તરના દીકરા અને બોલિવૂડના મશહૂર એક્ટર ડારેક્ટર ફરાહ ખાનને ડેટ કરતી હતી.

image source

ઘણા સમય સુધી તેઓ એક બીજાને ડેટ કર્યા બાદ આ વાતનો ખુલાસો શ્રદ્ધાએ પોતે ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. ખબર તો એવી પણ સામે આવી હતી કે શક્તિ કપૂર આ સંબંધની બિલકુલ વિરુદ્ધમાં હતા અને જ્યારે તેમને આ અંગે જાણ થઈ તો તેઓ શ્રદ્ધાથી ખૂબ જ નારાજ થયા હતા. પરંતુ શ્રદ્ધા માની નહીં અને બધું છોડીને ફરહાન સાથે લિવઇનમાં રહેવા ચાલી ગઈ. તેમના પિતાને આ વાતથી ખુબ જ ધાસ્કો લાગ્યો અને પિત્તો ગયો.

image source

જ્યારે શ્રદ્ધા ફરહાન સાથે લિવઇનમાં રહેવા માટે તેમના બાન્દ્રા સ્થિત ફ્લેટમાં ચાલી ગઇ, તો શક્તિ કપૂર ખૂબ જ ગુસ્સે થયા હતા. ખબરો અનુસાર વર્ષ 2017નાં ડિસેમ્બર મહિનામાં શક્તિ કપૂર દીકરી શ્રદ્ધાને ફરહાના એપાર્ટમેન્ટમાંથી વાળ પકડીને ઘસડીને ઘરે પરત લઇ ગયા હતા. જોકે હવે શ્રદ્ધા અને ફરહાનનું બ્રેક-અપ થઈ ચૂક્યું છે અને બાપ-દીકરી વચ્ચેના બધા જ મતભેદ દૂર થઈ ગયા છે.

image source

હાલના દિવસોમાં શ્રદ્ધાનું નામ એક નવા યુવક સાથે જોડાઈ રહ્યું છે અને ખબરોનું માનવામાં આવે તો શક્તિ કપૂર પણ તે યુવકને ખૂબ જ પસંદ કરે છે અને તેને જ પોતાના ઘરનો જમાઈ બનાવવા માંગે છે. શ્રદ્ધા જે યુવકને ડેટ કરી રહી છે તે કોઈ અભિનેતા નથી, પરંતુ એક ફોટોગ્રાફર છે.

image source

ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન સેઠને ડેટ કરી રહી છે. શ્રદ્ધા અને રોહન બાળપણથી એકબીજાને ઓળખે છે અને ખૂબ જ સારા મિત્રો પણ છે. રોહનનાં પિતા રાકેશ સેઠ પણ બોલિવૂડના જાણીતા ફોટોગ્રાફર છે. પિતાની જેમ દીકરાએ પણ આ પ્રોફેશન અપનાવી લીધું છે. રોહનની ઉંમર હાલમાં ૩૩ વર્ષની છે, જ્યારે શ્રદ્ધા ૩૧ વર્ષની છે. તેવામાં બંને એકબીજા માટે પરફેક્ટ મેચ બની શકે છે.

image source

હાલમાં જ ખબર આવવાની શરૂ થઈ ગઈ છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. શક્તિ કપૂર રોહનને ખુબ જ પસંદ કરે છે અને તેઓ ઇચ્છે છે કે શ્રદ્ધાનાં લગ્ન રોહન સાથે થાય. હવે જોવાનું એ રહ્યું કે આખરે આ ખબર કેટલી સાચી નીકળે છે અને શ્રદ્ધા લગ્ન કરે છે કેમ? પરંતુ હાલમાં એ માહિતી પાક્કી છે કે ડ્રગ્સ કેસમાં શ્રદ્ધાની મુશ્કેલી વધી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ