અમદાવાદનો આ બ્રીજ સુસાઈડ પોઈન્ટ તરીકે ઓળખવા લાગ્યા છે, છેલ્લા કેટલાક દિવસમાં જ કેટલા વ્યક્તિઓએ અહીંથી કુદીને ચકચાર મચાવી દીધી છે.

અમદાવાદ શહેરના આ બ્રીજ સુસાઈડ પોઈન્ટ તરીકે ઓળખવા લાગ્યા છે, છેલ્લા ૩ દિવસમાં જ કેટલા વ્યક્તિઓએ અહીંથી કુદીને ચકચાર મચાવી દીધી છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાના કેસ કુદકેને ભૂસકે વધતા જ જઈ રહ્યા છે, ત્યારે હવે અમદાવાદ શહેર માંથી ઘણા મહત્વપૂર્ણ કહી શકાય એવા સમાચાર મળ્યા છે. અમદાવાદ શહેરમાં આવેલ સીટીએમ વિસ્તારના બ્રીજને હવે આત્મહત્યા બ્રીજના નામથી કુખ્યાત થવા લાગ્યો છે. ફક્ત બે દિવસમાં જ સીટીએમ બ્રીજ પરથી ત્રણ વ્યક્તિઓએ કુદીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો છે આવા સ્થાનિક લોકો દ્વારા આત્મહત્યાના કેસોને રોકવા માટે સરકારી તંત્ર પાસે સીટીએમ બ્રીજ પર રેલિંગ મુકાવવાની માંગ કરવા લાગ્યા છે.

image source

આ ઘટના વિષે પ્રાપ્ત થતી જાણકારી મુજબ અમદાવાદ શહેરના સીટીએમ- બરોડા એક્સપ્રેસ- વે રોડ પર થતા ટ્રાફિક જામને ઘટાડવા માટે ડબલ દેકર બ્રીજ બનાવવામાં આવ્યો છે. જો કે, સીટીએમ વિસ્તારનો આ બ્રીજ પોતાના બનાવટના કારણે અગાઉથી જ વિવાદોમાં સપડાતો રહ્યો હતો જયારે હવે સીટીએમ ડબલ દેકર બ્રીજ હવે સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત થવા લાગ્યો છે.

image source

સીટીએમ વિસ્તારના ડબલ દેકર બ્રીજ પરથી એક પછી એક એમ ફક્ત બે જ દિવસમાં ત્રણ વ્યક્તિઓએ આત્મહત્યા કરી લીધી છે. સીટીએમ બ્રીજ પરથી આત્મહત્યા કરનાર વ્યક્તિઓએ અગમ્ય કારણોના લીધે પોતાનું જીવન ટુંકાવી દીધું છે.

સીટીએમ બ્રીજ પરથી આત્મહત્યાના વધતા જતા કેસના લીધે સ્થાનિક લોકોની ચિંતા વધારી દીધી છે. શહેરના ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે બનાવવામાં આવેલ ડબલ ડેકર સીટીએમ બ્રીજનો ઉપયોગ લોકો હવે આત્મહત્યા કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે. સીટીએમ બ્રીજ પહેલા સાબરમતી નદી અને કાંકરિયા આ બંને જગ્યા સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત થઈ હતી. સીટીએમ વિસ્તારના ડબલ ડેકર બ્રીજ પર થઈ રહેલ આત્મહત્યાના કેસને ધ્યાનમાં રાખતા ત્યાં રહેતા લોકો દ્વારા બ્રીજ પર દસ ફૂટની જાળી લગાવી દેવાની માંગ કરવામાં આવી રહી છે.

image source

અમદાવાદ શહેરના સીટીએમ વિસ્તારના ડબલ ડેકર બ્રીજ પરથી છેલ્લા દોઢ વર્ષના સમયગાળા દરમિયાન અંદાજીત ૧૫ વ્યક્તિઓએ આત્મહત્યા કરી લીધી છે. તેમજ છેલ્લા કેટલાક મહિનાઓમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે દેશવ્યાપી લોકડાઉનના કારણે ઘણા બધા લોકો બેરોજગાર બન્યા છે અને ત્યાં જ કેટલીક વ્યક્તિઓના ઘરમાં કંકાસમાં વધારો થઈ જવાના લીધે પણ લોકો સીટીએમ વિસ્તારના ડબલ ડેકર બ્રીજ પરથી વધારે લોકો આત્મહત્યા કરી રહ્યા છે આવી પરિસ્થિતિમાં જો ત્યાં પોલીસ પોઈન્ટ મુકવાની વ્યવસ્થા કરવમાં આવે છે તો ઘણા બધા વ્યક્તિઓના જીવન બચાવી શકવા શક્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ