ક્લિક કરીને જાણી લો તમે પણ શું છે કાલસર્પ દોષ…

જાણો કાલસર્પ દોષ પાછળનું સત્ય!

image source

શું તમને કાલસર્પ દોષથી બીવડાવવામાં આવે છે ?

તો જાણો તે પાછળનું સત્ય અને લક્ષણો

જ્યારે ક્યારેય તમે તમારા જ્યોતિષ સમક્ષ તમારી કુંડળી લઈ જાઓ અને તમને તે એમ કહે કે તમારી કુંડળીમાં કાલસર્પ યોગ છે ત્યારે તરત જ તમે ટેન્શનમાં આવી જાઓ છો.

image source

કુંડળીમાં થતાં આ યોગને દુર્યોગ એટલે કે ખરાબ યોગ ગણવામાં આવે છે જેને કેટલાક ઉપાયો કરીને દૂર કરવામાં આવે છે.ઘણા લોકો તેને મૂળિયાથી જ નકારી નાખે છે એટલે કે એવું કહે છે કે આવો કોઈ યોગ હોય જ નહીં જ્યોતિષ ખોટું તમને બિવડાવવા માટે કહે છે. તો વળી કેટલાક જ્યોતિષ તેને કંઈક ઓર વધારે મરી-મસાલા ભભરાવીને તમને રીતસરના ભયભીત જ કરી મુકે છે. પણ આ બન્ને પક્ષ ખોટા છે.

કાલસર્પ યોગ વાસ્તવમાં હોય છે પણ કેટલાક જ્યોતિષો જે રીતે તેનો ડરાવવાના સાધન તરીકે ઉપયોગ કરે છે તેવું પણ નથી.

શું છે કાલસર્પ દોષ ?

image source

 

કાલસર્પ દોષ તમારી જન્મકુંડળીમાં જેમ અન્ય દોષો હોય છે તેવો જ એક સમાન્ય દોષ છે. જેની અસરથી તમારા જીવનને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને જો તેનો યોગ્ય ઉપાય કરવામાં આવે તો આ દોષને દૂર કરી શકાય છે અને તેની નકારાત્મક અસરથી પણ બચી શકાય છે.

કાલસર્પ દોષને શાસ્ત્રમાં સર્પ દોષ તરીકે માનવામાં આવે છે. કાલસર્પ દોષ કર્તરી દોષ જેવો છે. કારણ કે રાહુને શાસ્ત્રોમાં કાળ કહેવામાં આવ્યો છે અને કેતુને ‘સર્પ’ની સંજ્ઞા આપવામાં આવી છે માટે આ યોગનનું નામ ‘કાલસર્પ’ યોગ રાખવામાં આવ્યું છે.

image source

ઋષિ વરાહમિહિરે પોતાના ગ્રંથ ‘જાનક નભ સંયોગ’માં આ યોગનો સર્પયોગ તરીકે ઉલ્લેખ કર્યો છે. તો વળી સારાવલીમાં પણ તેને સર્પયોગ તરીકે જ વર્ણવવામાં આવ્યો છે. જો તમનને કાલસર્પ યોગના અસ્તિત્ત્વ પર વિશ્વાસ ન થતો હોય તો તમને જણાવી દઈએ કે ભારતમાં આવેલા બાર જ્યોતિર્લિંગોમાંના એક એવા ત્રયમ્બકેશ્વરના વિદ્વાનોએ તેનો સ્વિકાર કર્યો છે.

જો વાસ્તવમાં કાલસર્પ દોષનું કોઈ અસ્તિત્ત્વ જ ન હોત તો અથવા તેને ઉપજાવી કાઢવામાં આવ્યો હોત અને તેનો ખોટો પ્રચાર કરવામાં આવ્યો હોત તો ત્રયમ્બકેશ્વરના જ્યોતિર્લિંગ ખાતે શાંતિ વિધીના નામ પર અત્યાર સુધી શા માટે તેને માન્ય રાખવામાં આવતું.

image source

જો તમે કાલસર્પ દોષના અસ્તિત્વને નકારશો તો તમે ત્રયમ્બકેશ્વરના જ્યોતિર્લિંગમાં થતી કાલસર્પ દોષના શાંતિ વિધાનને પણ નકારી રહ્યા છો તેવુ ગણાશે. હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે કાલસર્પ દોષમાં વિશ્વાસ રાખવો છે કે નહીં.

ઉપર જણાવેલી સમજણ પરથી જો તમને કાલસર્પ દોષનું અસ્તિત્ત્વ હોવા પર વિશ્વાસ હોય તો તમારે કોઈ સારા જ્યોતિષ પાસે તેની યોગ્ય વિધિ કરાવીને તેને જન્મકુંડળીમાંથી દૂર કરવો જોઈએ.

કુંડળીમાં કાલસર્પ દોષ છે તેવું ક્યારે કહેવાય ?

image source

રાહુનો અધિદેવ કાલ છે જ્યારે કેતુનો અધિદેવ સર્પ છે. આ બન્ને ગ્રહો વચ્ચે કુંડળીમાં એક તરફ બધા ગ્રહો હોય તો કાલસર્પ દોષ કહેવાય છે. રાહુ અને કેતું હંમેશા વક્રી ચાલે છે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કાલસર્પ દોષ 12 પ્રકારના હોય છે. અનંત, કુલિક, વાસુકિ, શંખપાલ, પદ્મ, મહાપદ્મ, તક્ષક, કર્કોટક, શંખનાદ, ઘાતક, વિષાત્ક, શેષનાગ આ બધા જ દોષ રાહુની દશાને આધારે નક્કી થાય છે. આ યોગના કારણે જાતક અસામાન્ય પ્રગતિ પણ કરે છે તો વળી તેના કારણે તેને અપાર નુકસાન પણ થઈ શકે છે.

image source

કાલસર્પ દોષના લક્ષણો

અભ્યાસ અધવચ્ચે જ છુટી જાય, અથવા તો ભણવામાં મન ન લાગવું. આર્થિક સમસ્યા કે પછી શારીરિક અવસ્થાને કારણે જો અભ્યાસમાં અડચણ આવી હોય.

બાળપણમાં જો કોઈ અસામાન્ય અડચણ ઉભી થાય. એટલે કે બાળક સાથે કોઈ દુર્ઘટના થઈ હોય તેને અસામાન્ય હાની પહોંચી હોય અથવા તે ગંભીર રીતે બીમાર પડ્યું હોય.

image source

જો કોઈ કારસણ સર સંતાન ન થતું હોય અથવા સંતાન થયા બાદ પણ સંતાનની પ્રગતિમાં બાધાઓ આવતી હોય તો બની શકે કે તમારી કુંડળીમાં કાલસર્પદોષ હોય.

લગ્નમાં મોડું થવું તેની પાછળ પણ કાલસર્પ દોષ હોઈ શકે છે. જો તમારા લગ્નમાં મોડું થતું હોય અથવા સંબંધ થતો અટકી જાય અથવા થયેલો સંબંધ ટુટી જાય તો બની શકે કે તેની પાછળ તમારી કુંડળીમાં રહેલો કાલસર્પ દોષ જવાબદાર હોય. જો આવી કોઈ સમસ્યા જણાય તો તમારે કોઈ વિદ્વાન જ્યોતિષની સલાહ લેવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ