મલાઇકાએ પહેર્યો રેડ કલરનો શોર્ટ ડ્રેસ, જોઇ લો PHOTOSમાં તેનો હોટ લુક…

મલાઈકા અરોરાના રેડ ડિઝાઈનર ડ્રેસે એક એવોર્ડ ફંકશનમાં સૌનું ધ્યાન ખેંચ્યું…

image source

બોલીવૂડ એક્ટ્રેસ અને ફિટનેસ ક્રિક તરીકે ઓળખાતી મેઇકા અરોડા હંમેશા તેના જીમ, એક્સર્સાઈઝ અને વર્કઆઉટ રૂટીન વધુ તેના લગ્ન અને અફેર્સને લઈને સોશિયલ મીડિયામાં અને લાઈમ લાઈટમાં ચર્ચામાં રહી રહી છે, તે હંમેશા તેના સેન્સ અને સ્ટાઈલની રીતે પણ હેડ લાઈન્સમાં રહેતી હોય છે.

image source

મલાઈકાનું જિમ લુક, એરપોર્ટ લુક અથવા રેડ કાર્પેટ લુક… એમ જુદા જુદા પોઝમાં મીડિયા તેના ફોટોઝને કેપ્ચર કરવા માટે હંમેશાં તૈયાર રહે છે. કારણ કે હંમેશાં ડ્રેસિંગથી લઈને લગ્નની વાતો તેના ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય રહી છે. એકવાર ફરીથી મલાઈકાની રેડ હોટ લૂક ખૂબ વાયરલ થઈ રહ્યો છે… જેની સ્ટાઈલીંગ જોઈને તમે જો તેના ફેન નહીં પણ હોવ તો પણ થઈ જશો આ ફોટોઝ જોઈએ…

છૈયાં છૈયાં ગર્લનો રેડ લૂક થયો વાઈરલ…

image source

બોલીવુડની સૌથી લોકપ્રિય સેલિબ્રિટી અને અર્જુન કપૂરની લેડી લવ મલાઈકા અરોરાએ હમણાં જ સાબિત કરી દીધું છે કે તમારી દેખાવની રીતથી વયને કંઈ લેવાદેવા નથી. દિવા સેલિબ્રિટીએ બુધવારે રાત્રે એક એવોર્ડ શોમાં હાજરી આપી હતી, તે ખૂબ જ ગ્લેમરસ દેખાતી હતી.

ઇટાલિયન ડિઝાઈનરે બનાવ્યો હતો આ ડ્રેસ…

image source

ક્લીવેજ દેખાય તેવી પ્લંજિંગ નેક્લાઇન એકદમ હાઈલાઈટ કરી રહી હતી અને પાછળથી ટ્રેઈલ લાઈનવાળો આ લાલ રંગનો નેટ ફેબરિકનો ટ્યૂલ ડ્રેસ ખરેખર ખૂબ જ ગ્લેમરસ લુક આપી રહ્યો હતો. એચ એન્ડ એમનો પ્રખ્યાત ઇટાલિયન ડિઝાઇનર, જિયામ્બટિસ્ટા વાલ્લીએ ડિઝાઈન કરે છે જે હાલમાં પેરિસમાં રહે છે.

image source

તાન્યા ઘાવરીની આગવી શૈલીમાં બનેલ આ ડિઝાઈનર ડ્રેસ સાથે મલાઇકાએ સફેદ રંગના મોતી અને તેની સાથે મલ્ટિલેયર ગળાનો હાર પહેર્યો હતો. એચ ક્રાફ્ટ ફાઇન જ્વેલરીના મલ્ટિ-લેયર્ડ મોતી ગળાનો હાર સાથે તેના આ સ્પેશિયલ લૂકને એકદમ મેચ કરતો દેખાવ આપ્યો છે… મલાઈકાએ તેની સાથે પોઇન્ટ ન્યૂડ પીવીસી હીલ્સ એક્સેસરીઝમાં પહેરી હતી…

image source

આ ફેશન દિવાએ હેર સ્ટાઈલમાં એક કેરલેસ બન બનાવ્યો હતો. જે તેને એટલો આકર્ષક લાગી રહ્યો હતો કે તેના ઉપરથી નજર ચોંટી જ રહે. તેના આ આખા લૂકમાં તેના મેક-અપ માટે, મલાઇકાએ તેની આંખો અને હોઠ પર ફોકસ કર્યું છે. જેમાં ડીમ ક્રિમસન શેડ કર્યો છે હોઠ ઉપર અને સ્મોકી આઈશબર્ન શેડોથી આંખોને ઊભારી દીધી છે… તેનો આખો લુક એકદમ ડ્રામેટિક લાગી રહ્યો હતો. એમાં કોઈ શક નથી કે આ ડ્રેસઅપ મલાઈકાનો અત્યાર સુધીનો બેસ્ટ લુક છે, એવું જરૂરથી કહી શકાય…

શું હતું એ એવોર્ડ ફંકશન, જાણો…

image source

મલાઇકા અરોરા, જેને તાજેતરમાં એક ફિટનેસ એવોર્ડ શોમાં જોવા મળી હતી, જેમાં તેણે નેટનો આ ડિઝાઈનર રેડ નેટ ફેબ્રિક શોર્ટ ફ્રોક પહેર્યો હતો. રેડ કાર્પેટ પર તેના ડ્રેસના લુકની સાથે તેનો આખો ગેટઅપ ખૂબ જ પસંદ કરાયો હતો. મલાઈકાએ આખો ડ્રેસ એકદમ કોન્ફિડન્સથી કેરી કર્યો હતો. એટલે જ તેના ફોટોઝ પણ ખૂબ જ સ્ટાલિશ આવ્યા છે. જે તેના ફેન્સ ખૂબ પસંદ કરીને વાઈરલ કરી રહ્યા છે…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ