ભાગ્યવાન હોય છે આ લક્ષણ ધરાવતી સ્ત્રીઓ…

આપણા શાસ્ત્રોમાં સ્ત્રીને લક્ષ્મી સ્વરૂપ ગણવામાં આવી છે. પુરાણો અનુસાર કોઈપણ સ્ત્રી પોતાના ગુણ અને ભાગ્યથી તેના પતિ અને પરીવારનો ભાગ્યોદય કરી શકે છે. ઘર-પરિવારનું નસીબ બદલી શકે તેવી સ્ત્રીનું વર્ણન સામુદ્રિક શાસ્ત્રમાં પણ કરવામાં આવ્યું છે. જે મુજબ સ્ત્રીઓમાં જન્મથી જ કેટલાક લક્ષણો હોય છે જે તેના ભાગ્યની ચાળી ખાય છે એટલે કે આ પ્રકારના લક્ષણો ધરાવતી સ્ત્રીઓ પતિને કરોડપતિ બનાવી શકે છે. કયા કયા છે આ લક્ષણો ચાલો જાણીએ આજે…

આંખ


આંખ કોઈપણ વ્યક્તિના ચહેરાનું મુખ્ય આકર્ષણ હોય છે. તેમાં પણ સ્ત્રીના સૌંદર્યમાં તો આંખને અનેરું સ્થાન પ્રાપ્ત થયું છે. જે સ્ત્રીની આંખનો આકાર હરણની આંખ જેવો અણીયારો હોય તે ભાગ્યશાળી હોય છે. આવી સ્ત્રી તેના જીવનમાં સુખ-સમૃદ્ધિ ભોગવે છે.

હોઠ


જે સ્ત્રીના હોઠનો રંગ કુદરતી રીતે ગુલાબી હોય અને તેની વાણીમાં મધુરતા હોય તે પણ ભાગ્યવાન હોય છે. અન્ય સાથે પ્રેમથી વાત કરનાર અને અપશબ્દો ન બોલતી સ્ત્રીઓ પોતાના પતિ અને સાસરી પક્ષ માટે ભાગ્યશાળી ગણાય છે. આવી સ્ત્રીના ઘરમાં પગલાં પડે ત્યારથી સુખ-સમૃદ્ધિનો વાસ ઘરમાં થાય છે.

નાભિ


નાભિ શરીરનું કેન્દ્ર બિંદૂ હોય છે. શાસ્ત્રોનુસાર જે મહિલાઓની નાભિ ગોળ હોય છે તે ભાગ્યશાળી ગણાય છે. આવી સ્ત્રીઓ સ્વભાવની દયાળુ અને બુદ્ધિશાળી પણ હોય છે. આવી સ્ત્રીઓનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

તલ


જે સ્ત્રીના નાકના આગળના ભાગ પર તલ હોય તે પોતાના જીવનમાં તમામ પ્રકારના સુખ ભોગવે છે. જીવન સમૃદ્ધિમાં પસાર થાય છે અને સમાજમાં માન-સન્માન પણ પ્રાપ્ત થાય છે. આવી સ્ત્રી સર્વગુણ સમ્પન્ન હોય છે. તેના ઘરમાં આગમનથી પતિનો ભાગ્યોદય થઈ જાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર, બીજા મિત્રો સાથે માહિતી અચૂક શેર કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ