હાડકાને મજબૂત બનાવવા માટે અપનાવો આ ટિપ્સ ડાઇટમાં શામેલ કરો આ ચીજોને હાડકાને મળશે ભરપૂર કેલ્શિયમ

આજનાં દૌરમાં લોકો પોતાના સ્વાસ્થય પર પૂરું ધ્યાન નથી આપતા અને બેકાર પ્રકારનાં ખાન પાનનું પણ ખૂબ સેવન કરે છે.જેના ચાલતા નાની ઉમરમાં જ તેમના હાડકા નબળા થવા લાગે છે અને આમ થવાથી તેમને હાડકાઅોમાં દુખાવાની તકલીફ થઈ જાય છે.જે લોકો દારૂ અને ધૂમ્રપાન વધારે કરે છે અેમના હાડકા સમયથી પહેલા હ ઘરડા થઈ જાય છે અને જેમ જેમ અેમની ઉમર વધે છે તેમને હાડકા સાથે જોડાયેલી ઘણી તકલીફો થવા લાગે છે.હાડકાને મજબૂત બનાવી રાખવા માટે આ જરૂરી હોય છે જે તમે ફક્ત પૌષ્ટિક જમણનું સેવન કરો અને પોતાના ડાઇટમાં વિટામીન ડી યુક્ત આહારને શામેલ કરો.

હાડકાને મજબૂત કરવા માટે અપનાવો આ ટિપ્સ રોજ પર્યાપ્ત તડકો લો

શરીરને પૂરતા પ્રમાણમાં વિટામીન ડી મળવાથી હાડકા મજબૂત રહે છે.અેટલે દરરોજ તડકામાં થોડો સમય પસાર કરવાની સલાહ ડોક્ટર દ્વારા દરેક વ્યકિતને આપવામાં આવે છે.કહેવામાં આવે છે કે જો તમે દરરોજ ૨૫ મિનિટ તડકામાં રહો છો તો તમારા શરીરને ભરપૂર વિટામીન ડી મળી જાય છે.તડકા સિવાય તમે દરરોજ અે ચીજોનું પણ સેવન કરો જેની અંદર વિટામીન ડી ભરપૂર પ્રમાણમાં હોય છે.

કસરત કરો

કસરત કરવાથી હાડકાની મજબૂતી જળવાઈ રહે છે અને સાથે જ શરીર સુસ્તી દુરુસ્યી રહે છે.અેટલે તમે રોજ કસરત કરો.કસરત કરવા સિવાય તમે અઠવાડિયામાં અોછામાં અોછા ચાર દિવસ દોડ પણ લગાવો.

ત્રણ લીટર પાણી પીઓ

પાણી શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે અને દરરોજ ત્રણ લીટર પાણી પીવું હાડકા માટે લાભદાયક સાબિત થાય છે.કહેવામાં આવે છે કે દરરોજ સારા પ્રમાણમાં પાણી પીવાથી કમર,ડોકમાં દુખાવો અને હાડકામાં દુખાવો નથી થતો.સાથે જ ડિસ્ક પણ સ્વસ્થ રહે છે.

કરો દૂધનું સેવન

હાડકા મજબૂત બનાવવા નાટે દૂધનું સેવન જરૂર કરો અને દરરોજ અોછામાં અોછા બે ગ્લાસ દૂધ પીઅો.દૂધ પીવાથી હાડકામાં તાકાત જળવાઈ રહે છે.વડિલ,બાળકો અને ગર્ભવતિ મહિલાઅોઅે દરરોજ દૂધ પીવું જોઇઅે.કારણ કે વડિલ લોકોનાં હાડકામાં કેલ્શિયમની ઉણપ આવી જાય છે,બાળકોનાં હાડકાનાં વિકાસ માટે દૂધ સારુ માનવામાં આવે છે અને ગર્ભવતિ મહિલાઅોનાં શરીરને દૂધની વિશેષ જરૂરત હોય છે.

બદામ ખાઓ

બદામ કેલ્શિયમનો સારો સ્ત્રોત હોય છે અને તેમાં પ્રોટિન પણ ભરપૂર માત્રામાં હોય છે.બદામ ખાવાથી હાડકાને મજબૂતી મળે છે અને સાથે જ યાદશક્તિ પણ બરાબર બની રહે છે.અેટલે દરરોજ ૪ થી ૫ બદામ જરૂર ખાવાનું રાખો.બદામ સિવાય તમે દહીં,પનીર,સંતરા અને વગેરા ચીજોને પણ પોતાના ડાઈટમાં શામેલ કરી લો.

જૈતુનનું તેલ

જૈતુનનાં તેલને પણ હાડકા માટે લાભદાયક માનવામાં આવે છે અને આ તેલમાં બનેલા ભોજનને જમવાથી હાડકા મજબૂત બને છે.જૈતુનનાં તેલ પર કરવામાં આવેલ શોધમા અા વાત સાબિત પણ થઈ ચૂકી છે.અેટલે તમે જમવાનું બનાવવા માટે ફક્ત જૈતુનનાં તેલનો જ પ્રયોગ કરવાનું રાખો.

લીલા પાંદડા વાળા શાકભાજી

લીલા પાંદડા વાખા શાકભાજી ખાવાથી હાડકા મજબૂત થાય છે અને તેમા સારા પ્રમાણમાં વિટામીન ડી હોય છે.ત્યાં જ જો તમે માંસાહારી છો તો તમે ઈંડા,ચિકન,માછલીનું સેવન પણ નિયમિત રૂપથી કર્યા કરો.આ બધી ચીજો હાડકા માટે ફાયદાકારક હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ