300 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં રોજનો 1.5 જીબી ડેટા સહિત અનેક ફાયદાઓ આપે છે એરટેલ, પણ મળશે આ લોકોને જ લાભ, જાણો તમને?

એરટેલે મંગળવારે પોતાનો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો. નવા પ્લાનની કિંમત 289 રૂપિયા છે. આ ઉપરાંત કંપનીએ 79 રૂપિયાના રિચાર્જ પ્લાન સાથે હવે ZEE5 પ્રીમિયમનું સબ્સક્રિપ્શન પણ મફત આપવાની જાહેરાત કરી છે. નવા લોન્ચ કરેલા 289 રૂપિયાના પ્લાનમાં કોલિંગ, SMS બેનિફિટ સાથે ડેટા ઓફર પણ કરવામાં આવે છે. એરટેલ કંપની પોતાના ગ્રાહકોને અનેક પ્રીપેડ પ્લાન્સ ઓફર કરે છે. કંપની પોતાનો એક ખાસ પ્લાન લાવી છે જેમાં તે ફક્ત 300 રૂપિયાથી ઓછી કિંમતમાં રોજનો 1.5 જીબી ડેટા સહિત અનેક ફાયદા આપે છે. કંપની ગ્રાહકોની જરૂરિયાત અનુસાર અનેક અલગ અલગ પ્લાન્સ આપી રહી છે.

image source

હાલમાં કંપનીએ 1.5 જીબી ડેટા માટેના પ્લાન્સને રજૂ કર્યો છે. આ પ્લાન ગ્રાહકોને ફક્ત 300 રૂપિયાથી પણ ઓછામાં મળે છે. આ સાથે તેમાં અન્ય અનેક ફાયદા પણ મળી રહ્યા છે જેના કારણે તે પોપ્યુલર બની રહ્યો છે. એરટેલ પાસે 249 રૂપિયાથી લઈને 400 રૂપિયાની કેટેગરી વચ્ચે અનેક પ્લાન છે હવે તેમાં 289 રૂપિયાનો પ્લાન પણ આવી ગયો છે.આ સાથે એરટેલે 79 રૂપિયા પ્રીપેડ પ્લાન સાથે ZEE5 કોન્ટેન્ટ પણ ફ્રી ઓફર કરે છે. આ સબ્સ્ક્રિપ્શન 30 દિવસ માટે હશે. એરટેલ થેક્સ એપના ડિજિટલ સ્ટોર સેક્શન દ્વારા આ ટોપ-અપ તમામ એરટેલ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. એરટેલના બંને પ્લાન એરટેલ રિટેલ સ્ટોર દ્વારા પણ રિચાર્જ કરાવી શકાય છે.

299નો પ્રીપેડ પ્લાન

image source

આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં ગ્રાહકોને રોજ 1.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 એસએમએસની સુવિધા મળે છે. તેમાં 28 દિવસ માટે પ્રાઈમ વીડિયો મોબાઈલ એડિએશન, એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, ફ્રી હેલોટ્યૂન્સ, ફ્રી વિંક મ્યુઝિક, ફાસ્ટેગ પર 100 રૂપિયાનું કેશબેક અને ફ્રી ઓનલાઈન કોર્સની ઓફર પણ મળે છે.

289નો પ્રીપેડ પ્લાન

image source

આ પ્લાન પણ 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં ગ્રાહકોને રોજ 1.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસએમએસ ફ્રીમાં મળે છે. તેમાં 30 દિવસ માટે પ્રાઈમ વીડિયો મોબાઈલ એડિએશનનું ફ્રી ટ્રાયલ, 28 દિવસ માટે જી5 પ્રીમિયમ સબ્સક્રિપ્શન, એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, ફ્રી હેલો ટ્યૂન્સ, ફ્રી વિંક મ્યુઝિક, ફ્રી ઓનલાઈન કોર્સ અને ફાસ્ટેગ પર 100 રૂપિયાની કેશબેકની ઓફર પણ મળે છે.

279નો પ્રીપેડ પ્લાન

image source

કંપનીનો આ પ્લાન પણ 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં રોજ 1.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 એસએમએસ મળએ છે. સાથે તેમાં ગ્રાહકોને પ્રાઈમ વીડિયો મોબાઈલ એડિશનના 30 દિવસના ટ્રાયલ મળે છે. એચડીએફસીનો 4 લાખનો લાઈફ ઈન્શ્યોરન્સ, એટરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, ફ્રી હેલોટ્યૂન્સ, ફ્રી વિંક મ્યુઝિક, ફ્રી ઓનલાઈન કોર્સ અને ફાસ્ટેગ પર 100 રૂપિયાનું કેશબેક પણ મળે છે.

249નો પ્રીપેડ પ્લાન

image source

કંપનીના આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આ સાથે આ પ્લાનમાં રોજનો 1.5 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ આપવામાં આવે છે. આ સાથે ગ્રાહકોને તેમાં પ્રાઈમ વિડિયો મોબાઈલ એડિએશનનું 30 દિવસનું ફ્રી ટ્રાયસ, એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, ફ્રી હેલોટ્યૂન્સ, ફ્રી વિંક મ્યુઝિક, 1 વર્ષ માટે ફ્રી ઓનલાઈન કોર્સ અને ફાસ્ટેગનું 100 રૂપિયાનું કેશબેક મળે છે. આ સિવાય, એરટેલનું કહેવું છે કે જમ્મૂ અને કાશ્મીર માટે રોમિંગ બેનિફિટ્સ ઉપલબ્ધ નથી. ટેલિકોમ કંપનીનું કહેવું છે કે ગ્રાહકોને પ્રીપેડ પ્લાનમાં મળનારા તમામ અનલિમિટેડ બેનિફિટ્સ પર્સનલ અને નોન-કોમર્શિયલ ઉપયોગ માટે છે. 197 રૂપિયા, 297 રૂપિયા, 497 રૂપિયા અને 647 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાન ‘First Time Recharge’તરીકે માત્ર નવા એરટેલ પ્રીપેડ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ