ગુજરાતમાં બનશે ફ્લાઈંગ કાર… કઈ સંસ્થાઓને માટે આ ઊડતી કાર થશે ઉપયોગી જાણીએ..

ઊડે એવી કાર, હવે ડ્રીમ નહીં થશે હકીકત અને એ પણ ગુજરાતમાં આવશે સૌથી પહેલાં… જાણો શું છે આખી વાત…

ગુજરાત રાજ્ય અનેક બાબતોમાં ભારત દેશના અન્ય રાજ્યો કરતાં કંઈક અલગ અને નવું કરવા માટે જાણીતું છે. તે એકરીતે રોલ મોડલે બની રહ્યું છે દરેક નવી ટેક્નોલોજી અને આધુનિક ઉપકરણોને અપનાવવા માટે. ત્યારે આ દિશામાં વધુ એક નવા સમાચાર પણ આપણી સામે આવ્યા છે. જે જાણીને પહેલીવાર તો નવાઈ જ લાગશે પરંતુ એના કરતાં પણ વધારે કુતૂહલતા પણ થશે કે આ નવી સુવિધા આપણાં દેશમાં કઈરીતે કામ કરશે, કઈરીતે કામ આવશે અને કઈરીતે તે આપણાં જીવનને વધારે સરળ અને કમ્ફર્ટ બનાવશે વગેરે જેવા પ્રશ્નો તો તરત જ ઉપજશે. તો જાણીએ એ સમાચાર શું છે…

ગુજરાતમાં બનશે ફ્લાઈંગ કાર…


એક સમાચાર અનુસાર ભારતમાં આપણા રાજ્ય ગુજરાતમાં પહેલવહેલી ફ્લાઈંગ કાર ઉત્પાદિત થવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતના સી.એમ. વિજય રૂપાણીએ ડક કંપનીને ગુજરાતમાં જ તેને બનાવવા માટેનું ગત અઠવાડિયે જ આમંત્રણ આપ્યું છે. સી.એમ. રૂપાણીએ કંપનીના સીઈઓ રોબર્ટ ડીંજમેંસેને રાજ્યમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું. જે એક સમ્મઈટમાં હાજરી આપવા ગયેલ, ડીંજેમેંસે તેમના આમંત્રણના જવાબમાં જણાવ્યું કે વર્ષ ૨૦૨૧ સુધીમાં ભારતમાં ઉડતી કાર બનાવવાની અને વેચવાની પણ વાત કરી શકાય એમ છે.

ડચ કંપની ગુજરાતમાં કાર મેન્યુફેક્ચર કરવા શોધે છે જગ્યા…


ડચ કંપની પાલ-વી ગુજરાત રાજ્યમાં તેમની ખાસ પ્રકારની ડિઝાઈન કરેલી ઉડતી કારનું ઉત્પાદન શરૂ કરવાની શક્યતા બતાવી રહ્યા છે. ત્યારે તેઓના સી.ઈ.ઓના જણાવ્યા પ્રમાણે આ કંપની એશિયાના વિવિધ કારના બજારો અને ઉત્પાદન માટેની યોગ્ય સ્થળ પસંદ કરવાનું વિચારી રહ્યા છે. અને તેની શોધમાં પણ છે.

૨૦૨૧ સુધી ઊડશે ગુજરાતમાં ગાડીઓ…


આ વાત જાણીને આપણે કલ્પના જ કરવા લાગી જઈશું કે નજીકના સમયમાં આપણાં રાજ્યમાં ઊડતી ગાડીઓનું ઉત્પાદન શરૂ થઈ જશે. સી.ઈ.ઓ. ડીંજમેંસના જણાવ્યા અનુસાર ૨૦૨૧ સુધીમાં ઊડતી કાર બનાવવાની આશા રાખીએ છીએ: આ વર્ષની શરૂઆતમાં ગાંધીનગરમાં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજર રહેલ ડચ પ્રતિનિધિ મંડળમાં, ડીંજેમેંસ પણ હાજર હતા. તેમણે ૨૦૨૧ સુધીમાં ઉડતી કાર બનાવવાની અને તેને ભારતમાં તેને સફળતાપૂર્વક વેચવાની આશા પણ વ્યક્ત કરી હતી. ડચ ફ્લાઈંગ કાર મેન્યુફેક્ચરર કંપનીએ આ ક્ષેત્રમાં કુશળ ભાગીદારના સહયોગથી ભારતમાં કારના ઉત્પાદન કરી શકાશે એવું કહીને આ બાબતની વિગતે ઘોષણા કરી હતી.

ઉદ્યોગ જગતના સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે આ કંપનીને ગુજરાતમાં રોકાણ કરવા અંગે સારી એવી સમજૂતી પણ આપી છે. તેમ છતાં કંપની અન્ય રાજ્યોમાં પણ સર્વે કરી રહી છે, તે ગુજરાત માટે એક સકારાત્મક સમાચાર છે.

કઈ સંસ્થાઓને માટે આ ઊડતી કાર થશે ઉપયોગી જાણીએ..


ભારતીય માર્કેટ અને પ્રોડક્ટ્સ વેંડર્સમાં આ કાર બાબતે ચર્ચા શરૂ થઈ છે. જો અહીં ઊડતી કારનું ઉત્પાદન શરૂ કરી શકે છે: તો અલગ અલગ સંસ્થાઓને તે ખૂબ જ ઉપયોગી નિવડશે. જેમ કે ભારતીય કોસ્ટ ગાર્ડ, પોલીસ, મેડિકલ ટીમો, સરકારી એજન્સીઓ, કોર્પોરેટરો અને પબ્લિક ટ્રાન્સપોર્ટને આ શોધને લીધે ઘણી નવી આશા બંધાઈ છે. બીજી તરફ, જો તે ઊડતી કારનું અહીં ઉત્પાદન શરૂ કરવા માટે ઓટોમોટિવ અને એરોસ્પેસ એન્જિનિયરિંગમાં વિશેષતા ધરાવતા ભારતીય વિક્રેતાઓને પણ આ શોધને લઈને નવી આશા જાગી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ