હવે પ્લાસ્ટિકની નહીં પણ વાંસની આ આકર્ષક બોટલો વાપરો ! જે તમારા સ્વાસ્થ્યને આપશે અનેક સ્વાસ્થ્ય લાભો !

આજે પ્લાસ્ટિકની એક-એક પ્રોડક્ટના કારણે માત્ર પૃથ્વીને જ નહીં પણ માનવ સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ રહ્યું છે. અને તે માટે સમગ્ર વિશ્વના વિવિધ જાતના પગલાંઓ લેવામાં આવે છે. હજુ તાજેતરાં જ ભારતના એક રાજ્યમાં પ્લાસ્ટિકની થેલીઓના વપરાશ પર સદંતર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો તો વળી અમદાવાદની એક સભામાં દેશના હોમ મિનિસ્ટરે સ્ત્રીઓને શાક લેવા ઘરેથી કાપડની થેલી લઈ જવાની અરજ કરી હતી.

આજે બજારમાં મળતી દરેક વસ્તુ તે પછી શાકભાજી હોય, બાળકોના રમકડા હોય, કોરા નાશ્તા હોય, જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુ હોય તે બધી જ તમને વેપારીઓ પ્લાસ્ટિકની થેલીઓમાં આપે છે. અને આપણે ગ્રાહક તરીકે પણ ક્યારેક એકાદી એક્સ્ટ્રા પ્લાસ્ટિકની થેલી માગી લેતા હોઈએ છીએ. અને હવે તો તાજી બનેલી ગરમાગરમ વાનગીઓ પણ પ્લાસ્ટિકની થેલીથી માંડીને પ્લાસ્ટિકના કન્ટેનરમાં આપવામાં આવે છે જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક હોય છે.

આજે ઘરોમાં મુખ્ય રીતે પાણી ભરવા માટે પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ થાય છે. આ પ્લાસ્ટિકની બોટલોને ભરીને ફ્રિઝમાં મુકવામાં આવે છે અને પાણી ઠંડુ થયા બાદ તે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પણ તેની જગ્યાએ બજારમાં હાલમાં જ વાંસની બોટલો વેચાતી જોવા મળી છે. તેનો ઉપયોગ વધારે યોગ્ય છે.

વાંસની બોટલો, વાંસના વૃક્ષને આપણે સારી રીતે જાણીએ છીએ. તેના ઘણા બધા ઉપયોગ છે પણ પાણીની બોટલ તેમાંથી બનાવીને એક નવો જ અને ઇકોફ્રેન્ડલી ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ વાંસની બોટલોની કીંમત તેમજ તેના વપરાશથી થતાં સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે.

આ સંશોધન આસામમાં થયું છે. એક વેપારીએ વાંસના ડંડામાંથી પાણીની બોટલ બનાવીને ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે. આમ જોવા જઈએ તો આ તેમનું એક સંશોધન જ ગણાય. ગુવાહાટીના વિશ્વનાથ ચારાલીના રહેવાસી ધૃતિમાન બોરાએ આ વાંસની બોટલને બનાવી છે. અને આ બોટલ માત્ર કહેવા ખાતરની બોટલ જ નથી પણ ભલભલી મોંઘામાં મોંઘી બોટલો કરતાં પણ ક્યાંય વધારે આકર્ષક છે.

ધૃતિમાનને આ બોટલને કાપવા, તેને ઉકાળવા, ત્યાર બાદ તેને સુકવલવા, ધૂમાડો આપવા, તેમજ તેની તીરાડોને જોડવા, તેમજ તેને આકર્ષક બનાવવા માટે તેને પોલિશિંગ વિગેરે બધુજ કરતાં એક બોટલ બનાવતા 4થી 5 કલાકનો સમય લાગે છે.

એક પર્ફેક્ટ ઉપયોગ લાયક વાંસની બોટલ બનાવવામાં તેમનું 17 વર્ષનું સંશોધન છે. વાંસમાંથી બનાવવામાં આવેલી આ ઓર્ગેનિક બોટલો સદંતર વોટરપ્રુફ છે. આ બોટલ ઓછામાં ઓછી ડોઢથી બે વર્ષ સુધી તેવીને તેવી જ રહે છે.

વાંસના એક પ્રકાર ભાલુઆના વાંસમાંથી આ બોટલો બનાવવામાં આવી છે. આ વાંસની બોટલોની બહારની જે સપાટી છે તેને વોટપ્રુફ ઓઈલથી પૉલિશ કરવામાં આવી છે. માત્ર બોટલ જ નહીં પણ બોટલનું ઢાકણું પણ વાંસમાંથી જ બનાવવામાં આવ્યું છે. આ એક સંપૂર્ણ જૈવિક બોટલ છે. આ બોટલ તમને સરળતાથી ઓનલાઈન મળી જશે. આ બોટલની લગભગ કીંમત 250 થી 450 રૂપિયા છે.

શરુઆતમાં ધ્રીતીમાનને પોતાની આ વાંસની બોટલો વેચવામાં ખુબ જ તકલીફો પડી. કોઈ પણ વેપારી તેને ખરીદવા તૈયાર નહોતું. અને છેવટે દિલ્લીના આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્સપોમાં આ બોટલ પ્રદર્શનમાં મુકી અને બસ ત્યાર બાદ તેમણે પાછુ વળીને નથી જોયું.

તેમને આ બોટલનો પ્રથમ ઓર્ડર યુ.કેમાંથી મળ્યો હોત જે 200 બોટલોનો હતો. ખરીદનાર વ્યક્તિને કાચી બોટલો જોઈતી હતી એટલે કે તેના પર કોઈ રંગ કે પછી ગ્લોસ વગરની. ધ્રીતીમાન વાંસની બોટલો ઉપરાંત તેમાંથી અનેક સુંદર પાત્રો જેમ કે પાણીના જગ, પાણીના ગ્લાસ, વાટકા વિગેરે પણ બનાવે છે. જો તમે પણ આ ઇકો તેમજ હેલ્થ ફ્રેન્ડેલી વાંસની બોટલોનો ઉપયોગ કરવા માગતા હોવ તો તે ઓનલાઈન સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ