આપણા દેશના ઐતિહાસિક સ્થળોમાંથી એક છે આ જગ્યા તમે મુલાકાત લીધી કે નહિ…

વર્ષ ૨૦૧૯ માં ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી દુનિયાની ૫૨ ફરવા લાયક જગ્યાનું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં ભારતના કર્ણાટક રાજ્યમાં આવેલું હમ્પી આ લિસ્ટમાં બીજું સ્થાન ધરાવે છે. આજે જાણીશું હમ્પી ની ખાસિયત વિશે..

ભારતના કર્ણાટક રાજ્યમાં આ ગામ આવેલું છે. દુનિયામાં બધે થી જ મુસાફરો અહીં ફરવા આવે છે. તુંગભદ્રા નદીના કિનારે આવેલું આ ગામમાં વિજયનગરના રાજયકાળના અવશેષો મળી આવે છે. યુનેસ્કોએ હમ્પીમાં મળી આવેલ અવશેષો માટે તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપ્યું છે. ભારતના જુના રજવાડાં ને યાદ કરવા માટે કે તેની જાહોજલાલી નિહાળવા માટે હમ્પી ખૂબ સારું સ્થળ છે. તેનો રસપ્રદ ભૂતકાળ સિવાય અહીં એડવેન્ચર્સ પણ ઘણા ઉપલબ્ધ છે અહીંના કેફેસ પણ આપણી અંદરના હિપ્પીને જલસા કરાવી દે તેવું છે. હિમ્પી માં જોવાલાયક સ્થળ વિશે હવે જાણીશું….

આર્કિયોલોજીકલ મ્યુઝિયમ:
ભારતના ભૂતકાળના સૌથી સમૃદ્ધ રજવાડાં વિજયનગર ના હિમ્પીમાં મળ્યા છે. ૧૬મી સદીમાં ઉપયોગમાં લેવાતા સાધનોનું કલેક્શન કરીને રખાયું છે. ૧૬મી સદીમાં નાણાકીય લેવડ દેવડ માં વપરાતા સિક્કાઓનું પણ કલેક્શન જોઈ શકાય છે. અંગ્રેજો દ્વારા હિમ્પીના હાથીખાનામાં સંગ્રહ કરેલી મૂર્તિ અને કલાકૃતિઓનું કલેક્શન પણ આપને ત્યાં જોઈ શકો છો. આ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનું આખા ભારતનું સૌપ્રથમ મ્યુઝિયમ છે.

વિરુપક્ષ મંદિર:
વિરૂપક્ષ ભગવાનનું વિશાળ મંદિર હિમ્પીના બજારમાં આવેલું છે. આ મંદિર સૌથી જુના બાંધકામો માંથી એક છે. આ મંદિરનું નિર્માણ ૧૪૪૨ કરવામાં આવ્યું હતું અને ૧૫૧૦ માં એક નાના મંદિરનો પણ સમાવેશ કરાયો હતો. હિમ્પીના આ એક મંદિરમાં યાત્રીઓને પ્રવેશ મળે છે. આ મંદિરનો પ્રવેશ દ્વાર ૫૦ મીટર ઊંચો છે. હિમ્પીના આ મંદિરની મુલાકાત અવશ્ય કરવા જેવી છે.

હમ્પી બજાર:
આ બજારમાં ભગવાન વિરૂપક્ષનું મંદિર આવેલું હોવાથી આ બજારને વિરૂપક્ષ બજાર પણ કહે છે. આ બજાર સળંગ એક કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી છે. આ બજારમાં યાત્રીઓની ભીડ હંમેશા રહે છે. પ્રાચીન સમય માં પણ આ બજાર અત્યાર જેટલું જ ઘમઘમતું હતું. આ જગ્યા સ્થાનિક ખાણીપીણી અને ખરીદી માટે ખૂબ જાણીતી છે. આ માર્કેટના બીજા છેડે નંદિની વિશાળ મૂર્તિ આવેલી છે. તે જોવાનું ભૂલવું નહિ.

વિઠ્ઠલ મંદિર:
વિઠ્ઠલ મંદિર એ વિરૂપક્ષ બજારથી લગભગ ૨ કિલોમીટર દૂર આવેલું છે. ઇતિહાસવિદોનો માનવું છે કે આ મંદિર ૧૬મી સદીમાં કૃષ્ણદેવ રાયના શાસનકાળમાં નિર્માણ શરૂ થયું હતું. વિઠ્ઠલ મંદિરને વિજયનગર ની સંસ્કૃતિની કળાનો ઉત્કૃષ્ટ નમૂનારૂપ માનવામાં આવે છે. વિઠ્ઠલ મંદિરમાં એક ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર એક રથ બનાવાયો છે. આ રથ ભગવાન વિષ્ણુ અને ગરુડને સમર્પિત છે. ખાસ આ રથને જોવા માટે દુનિયાભરના લોકો હમ્પી આવે છે. આપણી વર્તમાન ૫૦ની ચલણી નોટમાં આ રથની આકૃતિને સ્થાન અપાયું છે.

ઉગ્ર નરસિંહ સ્વામી મૂર્તિ:
ઉગ્ર નરસિંહ સ્વામીની મૂર્તિ હમ્પીની સૌથી મોટી મૂર્તિ છે. ભક્ત પ્રહલાદને ઉગારવા ભગવાન વિષ્ણુએ અર્ધ માનવ અને અર્ધ સિંહનું સ્વરૂપ લીધું હતું. આ મૂર્તિમાં તેમનું ઉગ્ર સ્વરૂપ દર્શાવાયું છે. આ મૂર્તિ પથ્થર માંથી કોતરીને બનાવી છે. તેને ઉંચાઈ ૬.૭ મીટર છે. આ મૂર્તિમાં ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની મૂર્તિ પણ હતી પરંતુ તેમની મૂર્તિ ૧૫૬૫માં ખંડિત થવાથી દૂર કરી દેવામાં આવી છે હવે તે મૂર્તિ કમલાપુર મ્યુઝિયમમાં જોવા મળે છે. ભગવાન વિષ્ણુના મસ્તક પર સાત મુખ ધરાવતો આદિશેષ નાગ પણ છે.

સસીવેકાલુ ગણેશજી:
ગણેશજીનું આ વિશાળ મંદિર પથ્થર માંથી કોતરેલું છે. આ મંદિરમાં ગણેશજીની પ્રતિમાની ઉંચાઈ ૮ફૂટ છે. એક માન્યતા મુજબ ગણેશજી ના પેટનો આકાર રાઈ ના દાણા જેવો છે અને કન્નડ ભાષામાં રાઇના દાણા ને સસીવેકાલુ કહે છે માટે આ મંદિરના ગણેશજીનું નામ સસીવેકાલુ ગણેશજી પડવામાં આવ્યું છે. આ મૂર્તિમાં ગણેશજીનો ડાબો હાથ તૂટી ગયો છે. ગણેશજીએ એક વખત વધારે જમી લેવાથી તેમનું પેટ ફાટી ના જાય તે માટે તેમણે પેટ ફરતે સાપ વીંટાળીયો હતો. આ વાયકા મુજબ ગણેશજીના પેટ પર સાપ દેખાય છે.

રાણીનો સ્નાન કુંડ:
રાજા-રાણીનો સ્નાનકુંડ પણ ખૂબ રમણીય સ્થળ છે. આ કુંડની ત્રણે બાજુ બારીક કોતરણી કરેલી ગેલેરી આવેલી છે જેની ત્રણ બાજુ બારી પણ છે. આ કુંડની ઊંડાઈ ૬ ફૂટ છે. આ કુંડ તરફ લોકોને આવતા અટકાવવા માટે દીવાલ બંધાવી હતી. જેથી રાજા રાણીને નહાતાં કોઈ જોઈ શકે નહીં.

હાથીખાનું:
પ્રાચીન સમયમાં રાજાઓ હાથી પણ રાખતા હતા. વિજયનગર ના રાજા કૃષ્ણદેવ રાય કેવું જીવન જીવતા હતા તે જાણવા માટે હાથીખાનાની એક મુલાકાત લેવી ખૂબ જરૂરી છે.

માતંગા હિલ:
હમ્પીની માતંગા હિલ સ્ટેશન પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે. માતંગા હિલ તેના સૂર્યોદય અને સૂર્યાસ્ત માટે પણ પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે.