ગળાનું કેન્સર કોઈને પણ થઇ શકે છે, વાંચો ક્યાંક તમારામાં તો નથી ને આવા લક્ષણ…

થોડા સમય પહેલા જ અભિનેતા ઋત્વિક રોશને ટવીટ કરીને એક જાણકારી આપી હતી કે તેમના પિતા રાકેશ રોશનને ગળાનું કેન્સર થયું છે અને તેની સર્જરી થવાની છે. આ સમાચારે રાકેશ રોશનના ફેનને જટકો આપ્યો હતો અને ઘણા બધા લોકોએ ટવીટ કરીને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. રાકેશ રોશન એ બોલીવુડના બહુ જ જાણીતા નિર્દેશક, અભિનેતા અને કંપોઝર છે. તમને જણાવી દઈએ કે ગળાના કેન્સરને મેડીકલની દુનિયામાં બહુ ગંભીર બીમારી માનવામાં આવે છે. આ ગંભીર બીમારીથી બચવા માટે તમને આજે અમે જણાવીશું તેના લક્ષણો, તેના પ્રકાર અને તેનાથી બચવા માટે શું કરશો.

શું હોય છે આ ગળાનું કેન્સર, ગળાનું કેન્સર વોઈસ બોક્સ, વોકલ કાર્ડ્સ અને ગળાના અન્ય ભાગમાં જેમ કે ટોન્સિલ અને ઓરોફરીન્ક્સના કેન્સરનું જોખમ વધારે છે. ગળાનું કેન્સર સામાન્ય રીતે બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ગ્રસનીનું કેન્સર અને સ્વરતંત્રનું કેન્સર. કેન્સર દરમિયાન અસામાન્ય કોશિકાઓ શરીરમાં ઘણીબધી વધીને અનિયંત્રિત રૂપમાં વિભાજીત થઇ જાય છે. આ અસામાન્ય કોશિકાઓ વધીને ટ્યુમરનું નિર્માણ કરે છે.

ગળાના કેન્સરના પ્રકાર,

૧. સ્ક્વૈમસ સેલ કાર્સીનોમા,

૨. એડનોકર્સીનોમા,

૩. ગ્રસનીનું કેન્સર,

૪. સ્વરયંત્રનું કેન્સર.

ગાળામાં કેન્સર થવાના લક્ષણ, આ કેન્સરના શરૂઆતમાં ગળાનું કેન્સર થયું છે તે જાણવું બહુ અઘરું થઇ રહે છે. અમુક સામાન્ય લક્ષણ ગળાના કેન્સર લક્ષણ જેવા જ હોય છે જેમ કે અવાજ બદલાઈ જવો, વજન ઘટવું, ગળામાં ખીચ ખીચ રહેવી, કશું પણ ખાવા પીવાનું ગળાથી નીચે ઉતારવામાં તકલીફ થવી, સતત ઉધરસ આવવી, ગળા પર સોજો આવી જવો. ગભરામણ થવી, કાનમાં દુખાવો થવો અને વારંવાર ગળાનું બેસી જવું.

ગળામાં કેન્સર થવાના મુખ્ય કારણ,

સ્ત્રીઓ કરતા પુરુષોને ગળાનું કેન્સર થવાની સંભાવના વધારે રહે છે. આજકાલની જીવનશૈલીને કારણે તેમની અમુક આદતોગળાનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે. વધારે સ્મોકિંગ કરવું, વધારે દારુ પીવો, ખરાબ પોષણ, દાંતોની સારી રીતે સફાઈ કરવી જેવા અનેક કારણ ને લીધે ગળાનું કેન્સર થવાની સંભાવના રહે છે.

જયારે આ કેન્સરની શરૂઆત હોય તો તમે તેને રેડીયેશન ચીકીત્સા દ્વારા મટાડી શકો છો. સર્જરીના માધ્યમથી પણ ગળાના કેન્સરનું ટ્યુમર કાઢી નાખવામાં આવે છે ઘણીવાર આખું વોઈસ બોક્સ કે પછી વોઈસ બોક્સનો અમુક ભાગ કાઢી લેવામાં આવે છે. અમુક દવાના ઉપાયથી પણ કેન્સરને મટાડવામાં આવે છે આ થેરાપીને કિમોથેરાપી પણ કહેવામાં આવે છે.

જો તમે ઈચ્છો છો કે તમને ગળાનું કેન્સર ના થાય તો તમારે તમારા રોજીંદા ભોજનમાં લીલા શાકભાજી અને ફળ ખાવા જોઈએ. જો તમને આદત છે સ્મોકિંગ કરવાની તો તમારે એ આદત ધીરે ધીરે ભૂલવી જોઇશે. જે પણ મિત્રો દારુ પણ પીતા હશે તો તેમણે તે પણ બંધ કરવું જોઈએ.

ગળામાં થતી કોઈપણ તકલીફને તમારે અવગણવી જોઈએ નહિ. જરાક પણ તકલીફ હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જો તારણ નીકળી જ ગયું છે કે કેન્સર છે જ તો પછી તમારે તેની દવા કરાવવી જ રહી. આપણા દેશમાં આ સર્જરી માટે ખર્ચ ૧ લાખથી ૨ લાખની આસપાસ છે.