સ્ટેજ પર એકવાર ડાન્સ કરવા માટે લે છે અધધ કિંમત, સલમાનની ફી જાણીને ચોંકી જશો…

બોલીવુડના કલાકારો એ ફિલ્મો તો કરે જ છે અને તે ફિલ્મોથી કમાણી પણ ઘણી કરતા હોય છે પણ શું તમે જાણો છો કે હાલમાં જે એવોર્ડ શો થાય છે તેમાં બોલીવુડના કલાકાર ડાન્સ કરવા આવે છે તેના માટે પણ તેમને પૈસા મળતા હોય છે. આજકાલ દરેક એવોર્ડ શોમાં કોઈને કોઈ કલાકાર ડાન્સ કરતા જ હોય છે. પહેલા જે એવોર્ડ ફંકશન થતા તેમાં એવોર્ડ વધારે અને ડાન્સ ઓછો હતો પણ હવે તો એટલા બધા નામી સેલિબ્રિટીને ડાન્સ કરવામાં આવે છે કે વાત ના પૂછો.

તમે ઘણા એવોર્ડ જોયા હશે જેમાં કોઈ હીરો એ એન્કરીંગ કરતો હશે તો વચ્ચે વચ્ચે કોઈ કોમેડી કરવા કે હસાવવા આવતા હશે, પણ શું તમે જાણો છો કે આ બધું કરવા માટે તેઓ બહુ મોટી ફી એટલે કે પૈસા લેતા હોય છે. બોલીવુડના કોઈપણ કલાકારને એક મિનીટ માટે પણ જો સ્ટેજ પર બોલાવવામાં આવે તો તેના પણ પૈસા હોય છે. તેઓ કોઈ કામ સેવા માટે કરતા નથી. તેમની એક શોની ફી સાંભળીને તમારું મોઢું ખુલ્લું રહી જશે. આજે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે આ અમુક કલાકારો એક શો કરવા માટે કેટલી ફી લેતા હોય છે.

દિપીકા પાદુકોણ : દિપીકા એ બોલીવુડની બહુ મોટી અભિનેત્રી છે. તે પોતાના એક મીનીટના ડાન્સ માટે કરોડો રૂપિયા લે છે. તમને જણાવી દઈએ કે એવોર્ડ શોમાં તે જયારે ડાન્સ કરવા આવે છે તો તેને મિનીટ પર પૈસા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ જો દીપિકા એ સ્ટેજ પર જો ચાર મિનીટ માટે ડાન્સ કરે તો તે ૧.૩૩ કરોડ રૂપિયા ફી લેતી હોય છે. દિપીકાનો ડાન્સ ઘણાબધા લોકોને પસંદ આવતો હોય છે.

રણવીર સિંહ : જયારે જયારે આ કલાકાર સ્ટેજ પર આવે છે ત્યારે ત્યાં હાજર રહેલ લોકો તેના દિવાના થઇ જાય છે. રણવીરને ઘણીવાર સ્ટેજ પર જોવા મળેલ છે. તેના દ્વારા કરવામાં આવતી કલાકારીને ઘણા લોકો વખાણતા હોય છે. તમને જણાવી દઈએ કે રણવીર સિંહ એકવાર સ્ટેજ પર પરફોર્મન્સ કરવા માટે ૨ કરોડ રૂપિયા લે છે.

ઋત્વિક રોશન : આ કલાકાર એ સ્ટાર હોવાની સાથે સાથે એક અદભુદ ડાન્સર પણ છે. તેના ડાન્સના આજે ઘણા લોકો દિવાના છે સામાન્ય લોકોને તો તે પસંદ આવે જ છે પણ બોલીવુડના બીજા ઘણા નામી કલાકારોનો તે ફેવરીટ પણ છે. જયારે જયારે તે સ્ટેજ પર ડાન્સ કરવા આવે છે તો તેમની અનેક મુવ્સ પર લોકો તાળીઓનો ગડગડાટ કરતા હોય છે. ઋત્વિક એ આજે પણ એટલો જ પ્રખ્યાત છે જેટલો તે કહોના પ્યાર હે મુવીથી પહેલા હતો. એવોર્ડ શોમાં ઋત્વિક સ્ટેજ પર ડાન્સ કરવા માટે ૩.૫ કરોડ રૂપિયા ફી લેતો હોય છે.

સલમાન ખાન : દબંગ ખાન સલમાન ખાનના અનેક લોકો ફેન છે તેમની એક્ટિંગ અને ડાન્સ પરફોર્મન્સના ઘણા લોકો દિવાના છે. સલમાન એ ઘણા બધા શોમાં જોવા મળતા હોય છે. તેમના ડાન્સના દરેક સ્ટેપના ઘણા બધા લોકો ફેન છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાન એ એક શોમાં સ્ટેજ પર ડાન્સ કરવા માટે ૫ કરોડ રૂપિયા વસુલ કતા હોય છે, બીજી તરફ ઘણા એવા પણ લોકો છે જે સલમાનને સ્ટેજ પર ડાન્સ કરવા માટે મોં માંગ્યા પૈસા આપવા તૈયાર હોય છે.

છે ને ગજબની કમાણી આ લોકોની. દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે. લાઈક અને અને શેર કરવાનું ભૂલતા નહિ.