ભારતની આ જગ્યાએ તમે મળી શકશો પાંડવો તેમજ કૌરવોના વંશજ ને ! આપણા પુરાણ સાથે જોડાયેલી આ જગ્યાની મુલાકાત તો ચોક્કસ લેવી જોઈએ !

એક ભારતીય માટે અને ખાસ કરીને એક ધાર્મિક વ્યક્તિ તરીકે આપણે આપણા પુરાણોને અત્યંત માન આપીએ છીએ અને તેમાં જણાવેલી દરેક વાતોને મહત્ત્વ આપીએ છીએ. હીંદુઓનો સૌથી પવિત્ર એવો ગ્રંથ એટલે ગીતા કે જેનો ઉદ્ભવ મહાભારતમાં થયો હતો તેની પુજા કરવાંમાં આવે છે, તેના પાઠ કરવામાં આવે છે અને તેની સપ્તાઓ પણ ગોઠવવામાં આવે છે અને યુવાન-વૃદ્ધ દરેક તેમાં હાજરી આપીને પોતાને પાવને માને છે.

પણ જો તમને મહાભારતના તે જ પાત્રોએ જ્યાં શ્વાસ લીધો હતો જ્યાં આજે પણ તેમના વંશજો છે ત્યાં તમને પણ તે જ હવામાં શ્વાસ લેવા મળી જાય તો શું તમે તમારી જાતને ધન્ય ન અનુભવો ! જો તેમ હોય તો આજના આ લેખની માહિતી તમારા માટે જ છે.

તાજા જ અહેવાલ પ્રમાણે ભારતના એક ગામડા વિષેની માહિતી સામે આવી છે જ્યાં આજે પણ કૌરવો તેમજ પાંડવોના વંશજો રહે છે. શું તમે આ ગામની મુલાકાત નહીં લેવા ઇચ્છો ? જો તમે પ્રવાસ પર્યટનના શોખીન હશો તો ચોક્કસ હિમાલયમાં વસેલા આ રળિયામણા પહાડોથી ઘેરાયેલા ગામડાની મુલાકાત ચોક્કસ લેશો.

આ ગામ દીલ્હીથી માત્ર 450 કીલો મીટરના અંતરે આવેલું છે. શહેરની ભીડ તેમજ પ્રદૂષણ અને અશાંતિથી એકદમ વિપરીત આ ગામ તમને માનસિક શાંતિ તેમજ કુદરતના અસ્તિત્વનો નજીકથી અનુભવ કરાવશે. ઉત્તરા ખંડમાં વસેલા આ ગામનું નામ છે કલાપ તે ગઢવાલ જિલ્લામાં આવેલું છે. આ ગામ સમુદ્રની સપાટીથી 7800 ફૂટની ઉંચાઈ પર રૂપિન નદીના કાંઠે વસેલુ છે. આ વિસ્તારમાં બારે માસ હરિયાળી રહે છે અને શિયાળામાં તો અહીં સુંદર મજાની બરફની ચાદર પથરાઈ જાય છે.

આ ગામ વિષે એવું કહેવાય છે કે અહીં કૌરવો તેમજ પાંડવોના વંશજો રહે છે. અહીં એક સુંદર મંદીર આવેલું છે જે પાંડવોના સૌથી મોટા ભાઈ કર્ણને સમર્પિત છે. અહીં કર્ણ મહારાજા નામનો એક ઉત્સવ પણ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ ઉત્સવ જાન્યુઆરીમાં ઉજવામાં આવે છે.

જો તમે દિવાળીની રજાઓમાં હરિદ્વાર કે પછી હિમાલયની મુલાકાત લેવાના હોવ તો દહેરાદૂનથી આ રળિયામણું ગામ માત્ર 210 એટલે કે ચાર સાડા ચાર કલાકના અંતરે જ આવેલું છે. તો આ સુંદર સ્થળની મુલાકાત તમારે ચોક્કસ લેવી જોઈએ. અહીંના દેવદારના જંગલો તેમજ ખળખળ વહેતાં ઝરણાઓમાં તમે તમારી પોતાની જાત નજીક હોવાનો અનુભવ કરશો.

આમ તો આ ગામડાનો મુખ્ય ઉદ્યોગ ખેતી તેમજ પશુપાલન છે પણ, ખરી સિઝનમાં તેઓ પ્રવાસીઓને અહીંની કેટલીક આકર્ષક પહાડી ટૂંકો ની પણ સેર કરાવતા હોય છે. અહીં પ્રવાસીને રહેવા, ખાવા, પીવા તેમજ ટ્રેકીંગની સગવડ આપવામાં આવે છે. આ ગામની ખાસિયત એ છે કે તમને અહીં અન્ય પર્યટન સ્થળો કરતાં ઓછી ભીડ જોવા મળશે અને કુદરતી સૌંદર્ય વધુ જોવા મળશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ