આ અભિનેત્રીએ કરી દીધો હતો મિસ્ટર પરફેક્ટનિસ્ટને કિસ કરવાનો ઇનકાર, જાણી લો કારણ.

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાનનું નામ બોલિવુડના ટોપના કલાકારોમાં સામેલ છે. આમિર ખાન સાથે લગભગ દરેક અભિનેત્રીઓ કામ કરવું પસંદ કરે છે. આમિર ખાન સાથે તમે ઘણી અભિનેત્રીઓના કિસ સીનને તો ફિલ્મોમાં જોયા જ હશે પણ બોલીવુડની એક એવી અભિનેત્રી પણ છે જેમને આમિર ખાનને કિસ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.. આખરે કોણ છે એ અભિનેત્રી જેમને આમિર ખાન સાથે કિસ સીન શૂટ કરવાની ના પાડી દીધી હતી? ચાલો આજે જાણી જ લઈએ.

image source

વાત જાણે એમ છે કે આ કિસ્સો ફિલ્મ કયામત સે કયામત તકના એક ગીતના શૂટિંગ દરમિયાનનો છે. અભિનેત્રી જુહી ચાવલા અને એકટર આમિર ખાનની આ ફિલ્મ કયામત સે કયામત તક વર્ષ 1988માં 29 એપ્રિલના રોજ રિલીઝ થઈ હતી.

image source

આ ફિલ્મે બોક્સઓફિસ પર સફળતાનાં બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મમાં જુહી ચાવલા અને આમિર ખાનની જોડીને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મના રિલીઝને હાલ 30 વર્ષથી પણ વધુ સમય વીતી ચુક્યો છે. એકવાર આ ફિલ્મના ડાયરેકટર મન્સૂર ખાને આ ફિલ્મ સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો હતો.

image source

કયામત સે કયામત તક ફિલ્મના એક ગીત અકેલે હે તો ક્યાં ગમ હેના શૂટિંગ દરમિયાન જુહી ચાવલાએ આમિર ખાનના બંને ગાલ અને એમના માથા પર કિસ કરવાની હતી પણ જુહી ચાવલાએ આમિર ખાનને કિસ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

image source

જુહી ચાવલાએ કિસ કરવાની ના પાડી દીધી એ પછી ડાયરેકટર મન્સૂર ખાને આ ફિલ્મનું શૂટિંગ લગભગ 10 મિનિટ સુધી રોકી દીધું હતું. એ પછી જુહી ચાવલાને એ વાત સમજાઈ કે આ કિસ સીન એ ફિલ્મની સ્ક્રીપટની ડિમાન્ડ છે અને એ પછી જુહી ચાવલા આમિર ખાનને કિસ કરવા માટે તૈયાર થઈ હતી અને ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ થયું હતું.

image source

આ ફિલ્મનો અન્ય એક કિસ્સો એવો પણ છે કે 80ના દાયકામાં પ્રચારના એટલા સાધનો નહોતા એટલે કયામત સે કયામત તકના રિલીઝ વખતે ફિલ્મના કલાકારો આમિર ખાન અને જુહી ચાવલાએ જાતે પોતાની કયામત સે કયામત તકના ફિલ્મના પોસ્ટરને રિક્ષાની પાછળ લગાવવાની વિનંતી કરી હતી. આ પ્રચારને લીધે ફિલ્મને ઘણો ફાયદો થયો હતો અને ફિલ્મે રિકોર્ડતોડ કમાણી પણ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ