વામિકા નામનો અર્થ શોધવા લોકો કરવા લાગ્યા સર્ચ

અનુષ્કા શર્મા અને વિરાટે થોડા દિવસ પહેલા એક ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો. આ ફોટોમાં અનુષ્કા અને પતિ વિરાટ કોહલી તેમની નવજાત પુત્રી સાથે જોવા મળ્યા હતા. જન્મથી તેમણે દીકરીનો ફોટો શેર કર્યો ન હતો. તેવામાં આ ફોટોમાં પણ અનુષ્કાના હાથમાં તેની દીકરી છે પરંતુ તેનો ચહેરો દેખાડવામાં આવ્યો નથી. આ પોસ્ટ સાથે તેમણે જાહેર કર્યું હતું કે તેમની દીકરીનું નામ વામિકા રાખવામાં આવ્યું છે.

image source

વામિકાની પહેલી ઝલક જોવા મળી તે ફોટો વાયરલ થયો હતો. આ ફોટાની સાથે તેણે કેપ્શનમાં પોતાની પુત્રીનું નામ લખ્યું હતું. આ ફોટો શેર થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને સાથે જ ચર્ચા થવા લાગી વામિકા નામના અર્થની અને શા માટે અનુષ્કા, વિરાટે તેની દીકરીનું નામ વામિકા રાખ્યું તે વાતની ચર્ચા કરવામાં આવી હતી.

એક તરફ ચાહકોએ તેના વખાણ કર્યા તો બીજી તરફ લોકો ‘વામિકા’ નામનો અર્થ શોધવા લાગ્યા હતા. જો તમારા મનમાં પણ પ્રશ્ન હોય કે આ નામનો અર્થ શું થાય છે તો તમને જણાવી દઈએ કે વામિકા નામ દુર્ગા દેવીથી સંબંધિત છે. વામિકા શબ્દના અનેક અર્થ થાય છે.

image source

વામિકાનો મતલબ શિવ પણ છે, તેનો અર્થ વ્યક્તિના સ્વભાવથી સંબંધિત પણ છે. આ ઉપરાંત વામિકા નામની શરુઆત વિરાટના નામના અક્ષરથી અને આ નામ પૂર્ણ થાય છે અનુષ્કાના નામના છેલ્લા અક્ષરથી. આ જ કારણ હોય શકે તે વિરાટ અને અનુષ્કાએ તેમની દીકરીનું નામ વામિકા રાખ્યું હોય.

image source

ઉલ્લેખનીય છે કે ગત 11 જાન્યુઆરીના રોજ અનુષ્કા શર્માએ દીકરીને જન્મ આપ્યો હતો. આ વાતની જાણ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવી હતી. ત્યારબાદ તાજેતરમાં તેમણે વામિકા સાથેની તસવીર શેર કરી હતી. જેના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, અમને મળેલા પ્રેમ માટે આભાર… વામિકાના જન્મ બાદ જીવનમાં બધું બદલાઈ ગયું છે. આસું, ખુશી, ચિંતા જેવી લાગણીઓ એક ક્ષણમાં સાથે જ મહેસુસ થવા લાગી. અત્યારે ઊંઘ કરવી મુશ્કેલ છે પરંતુ અમારું દિલ પ્રેમથી છલોછલ છે. બધાની શુભકામના અને પ્રાર્થના માટે આભાર.

image source

વામિકાનો ફોટો શેર કર્યા બાદ તેમને તેમના ફોલોવર્સ અને મિત્રો તરફથી અઢળક શુભકામનાઓ મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ