દુનિયાની સૌથી કિંમતી વસ્તુઓમાંનું એક છે આ ફૂડ, કિંમત અને ફાયદા જાણીને તમે રહી જશો દંગ

કેવિઅરને ‘ધનિકોની ડિશ’ કહેવામાં આવે છે. તે ન ફક્ત જોવામાં આકર્ષક લાગે છે પરંતુ તેનુ સિલ્કી ટેક્ચર, મોતી જેવી ચમક અને ફીશી ટેસ્ટ જીભને એક અલગ જ સ્વાદ આપે છે. જોકે કેવિઅર હંમેશાં અમીરોની વાનગી નહોતી. એક સમયે, રશિયાના માછીમારો તેને રોજિંદા આહારમાં ખાતા હતા. તે તેને રાંધેલા બટાકાની સાથે નિયમિત આહારમાં લેતા હતા. કેવિઅરને ‘રો’ પણ કહેવામાં આવતું હતું, જેનું નામ રશિયન માછીમારના નામ પરથી પડ્યું હતું.

image source

કેવિઅર શું છે – કેવિઅરને ‘અનફર્ટિલાઇઝ્ડ સોલ્ટ એગ’ તરીકે ઓળખવામાં આવે છે. કેવિઅર મૂળભૂત રીતે માછલીના ઇંડા હોય છે, જે માછલીની અમુક પ્રજાતિમાંથી મળે છે. તેઓ સામાન્ય રીતે જોવામાં કાળા, ઓલિવ ગ્રીન, ગ્રે અને નારંગી રંગના હોય છે.

image source

કેવિઅર સ્ટર્જિયન જાતિની માછલીમાંથી પ્રાપ્ત થાય છે. સરર્જિયન માછલી લગભગ 26 વિવિધ પ્રકારની હોય છે. માદા સ્ટર્જિયન માછલી ખાસ કેવિઅર મેળવવા માટે રાખવામાં આવે છે. શું તમે જાણો છો કે સ્ટર્જિયન માછલીની ઉંમર 100 વર્ષથી વધુ હોઈ શકે છે.

image source

બજારમાં ઘણા વિવિધ પ્રકારનાં કેવિઅર ઉપલબ્ધ છે, જેની કિંમત ગુણવત્તા પર આધારિત છે. તમને 8000 થી 18,000 હજાર રૂપિયાની વચ્ચે 30 ગ્રામ કેવિઅર મળશે. તેમા બેલુગા કેવિઅર સૌથી મોંઘુ હોય છે, જેની કિંમત આના કરતાં ઘણી વધુ હોઈ શકે છે. માદા સ્ટર્જિયન મોટી માત્રામાં ઇંડાં મૂકે છે, તેમ છતાં કેવિઅરની કિંમત આટલી વધુ હોય છે. આનું કારણ એ છે કે માદા માછલી ઇંડા મૂકવામાં ઓછામાં ઓછા 10-15 વર્ષ લે છે. શરૂઆતમાં તેને મારીને જ ઇંડા કાઢવામાં આવતા હતા, પરંતુ હવે તકનીકી પ્રગતિને લીધે માછલીઓને અનુકૂળ પદ્ધતિ અપનાવીને ઇંડા તેને માર્યા વિના મેળવવામાં આવે છે.

image source

કેવિઅરને ટોસ્ટ અથવા બીસ્કીટ સાથે પીરસી શકાય છે. જો તમે ઇચ્છો, તો તમે સુશોભન માટે થોડી તાજી ક્રીમ, કાપેલી ડુંગળી અને તાજી હર્બ્સનો પણ ઉપયોગ કરી શકો છો. તમે બાફેલા ઇંડા સાથે પણ તેને ખાઈ શકો છો. ધ્યાનમાં રાખો કે તે ક્યારેય રૂમ ટેમ્પેરેચરમાં રાખવામાં આવતું નથી. તેને હંમેશા ફ્રિજમાં રાખવામાં આવે છે. પીરસતી વખતે પણ તેને બરફના બાઉલમાં અથવા ટ્રેમાં રાખવામાં આવે છે.

image source

ઓમેગા -3 ફેટી એસિડ્સ- ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ કેવિઅર્સ શરીરમાં લોહીના ગંઠાઈ જવાથી બચાવે છે. રક્તવાહિની અને મગજની તંદુરસ્તી માટે ઓમેગા -3 ફેટી એસિડ્સ પણ ખૂબ સારા માનવામાં આવે છે.

image source

કેવિઅરમાં સેલેનિયમ નામનો એન્ટીઓકિસડન્ટ પણ હોય છે, જે વિટામિન-ઇ સાથે ફ્રી રેડિકલ ડેમેજ જોખમ ઘટાડે છે અને કોષોને સુરક્ષિત કરે છે. આ સિવાય, સેલેનિયમ આપણી રોગપ્રતિકારક શક્તિ અને સ્વસ્થ થાઇરોઇડ ફંક્સન માટે પણ સારું છે.

image source

વિટામિન્સ અને મિનરલ – કેવિઅરમાં શરીર માટે આવશ્યક અને અસાધારણ પોષક તત્વો હોય છે. તેમાં વિટામિન સી, વિટામિન એ અને વિટામિન ઇ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે તમારી રોગપ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે. આ સિવાય તેમાં ઝીંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન પણ ખૂબ માત્રામાં હોય છે.

image source

વિટામિન-બી 12= કેવિઅરને વિટામિન-બી 12 નો ખૂબ સારો સ્રોત માનવામાં આવે છે. વિટામિન-બી 12 માત્ર શરીરમાં લાલ કોષો પેદા કરે છે, પણ ફેટી એસિડ્સ યોગ્ય રીતે કામ કરે, તેનુ પણ ધ્યાન રાખે છે. વિટામિન-બી 12 ની ઉણપથી થાક, હતાશા, એનિમિયા અને બ્રેન ફંક્શનથી જોડાયેલી તકલીફો થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ