આવી મહિલાઓ હોય છે ગુસ્સાવાળી અને કંજૂસ, જાણો અને જોઇ લો તમારી આંગળીઓ

સમુદ્ર શાસ્ત્ર અનુસાર આપણા શરીરનું દરેક અંગ આપણા સ્વભાવ સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ જાણકારી આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં હાથની આંગળીઓના આકારને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. આંગળીઓના આકારને મહત્વની માનવામાં આવે છે. આંગળી વ્યક્તિના સ્વભાવને દર્શાવે છે અને આ વાત મહિલાઓની બાબતમાં વધુ મહત્વથી જોવામાં આવે છે.

image source

આ શાસ્ત્રના નિયમ અનુસાર જોઈએ તો કોઈપણ મહિલાની આંગળીઓ જોઈ અને તમે સરળતાથી તેના સ્વભાવ વિશે જાણી શકો છો. પરંતુ આંગળીના આકાર પરથી સ્વભાવ વિશે જાણવું કઈ રીતે ? આ પ્રશ્ન તમારા મનમાં પણ થયો હશે. તો આજે આ લેખના માધ્યમથી તમને જણાવીએ કે આંગળીઓ પરથી મહિલાઓના સ્વભાવ વિશે કેવી રીતે જાણી શકાય છે.

મહિલાઓના હાથની આંગળી પરથી સરળતાથી જાણી શકાય છે કે તેનો સ્વભાવ કેવો છે. તેની આંગળીની બનાવટ પરથી તેની પસંદ-નાપંસદ વગેરે વિશે જાણી શકાય છે. તો ચાલો જાણીએ કે કેવી આંગળી કેવા સ્વભાવ વિશે સંકેત કરે છે.

લાંબી અને પાતળી આંગળી

image source

જે મહિલાઓની આંગળી લાંબી અને પાતળી હોય છે તે ખૂબ જ ક્રિએટિવ હોય છે. તે સામે આવનાર કોઈપણ બીજા વ્યક્તિ પાસેથી વધારે અપેક્ષા રાખતી નથી. તે ગર્લફ્રેંડ, પત્ની, મિત્ર જેવા સંબંધ નિભાવવામાં પરફેક્ટ હોય છે.

જાડી અને નાની આંગળી

image source

જાડી અને નાની આંગળી જે મહિલાઓની હોય છે તે પોતાની દુનિયામાં મસ્ત રહે છે. તેનું દિલ પણ સાફ હોય છે અને મનમાં કપટ નથી રાખતી. તે બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે. તેમનામાં એક જ ખામી હોય છે કે આવી મહિલાઓ તેની જવાબદારીઓ પ્રત્યે વધારે જવાબદાર માનવામાં આવતી નથી.

જાડી અને ભરાવદાર આંગળી

જે મહિલાઓની આંગળીઓ જાડી અને ભરાવદાર હોય છે તે કામ અને સંબંધને લઈને ખૂબ ગંભીર હોય છે. પરંતુ આ મહિલાઓ રૂપિયાની બચત કરી શકતી નથી. તેનો સ્વભાવ ખૂબ ખર્ચાળ હોય છે.

નાની અને પાતળી આંગળી

image source

નાની અને પાતળી આંગળીવાળી મહિલાઓને ગુસ્સો ખુબ ઝડપથી આવે છે. સાથે જ તે સ્વભાવે ખૂબ કંજૂસ હોય છે. તેવું માનવામાં આવે છે.

વચ્ચેની આંગળી

image source

જે સ્ત્રીના હાથમાં વચ્ચેની આંગળી આસપાસની આંગળી કરતાં વધારે મોટી હોય છે તેનો સ્વભાવ ખૂબ ઈમાનદારીવાળો હોય છે. જ્યારે જે સ્ત્રીની વચલી આંગળીનો આકાર સામાન્ય કરતાં લાંબો હોય અને બાકીની આંગળની તુલનામાં વધારે લાંબી ન હોય તો ગંભીર સ્વભાવની હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!