જીવનને બરબાદીના માર્ગ પર લઇ જાય છે આ 6 કામ, જાણો અને ટાળો તમે પણ

મિત્રો, જો તમે પણ તમારા જીવનમા નર્ક જેવી યાતનાઓ ભોગવવા ના ઈચ્છતા હોવ તો હમેંશા આ છ કાર્યોથી તમે બનાવીને રાખો અંતર. જો તમે આ કાર્યોથી યોગ્ય સમયે અંતર નહિ બનાવો તો તમારુ જીવન બરબાદ થઇ શકે છે. મોટાભાગના લોકોને આ કાર્યો અંગે યોગ્ય માહિતી જ નથી હોતી અને તેના કારણે જ તે જીવનમા અનેકવિધ પ્રકારની સમસ્યાઓથી પીડાતા હોય છે તો ચાલો જાણીએ આ કાર્યો વિશે.

image source

ક્યારેય પણ કોઈપણ વ્યક્તિ વિશે નકારાત્મક વિચારસરણી ધરાવવી નહિ. મોટાભાગના લોકો અન્ય લોકોની કુથલી કરવાના કારણે જ પોતાના જીવનમા નર્કના દ્વાર ખોલતા હોય છે. મોટાભાગના લોકોને અન્ય લોકોના જીવનમા શું બની રહ્યુ છે? તે જાણવામા વધારે પડતો રસ છે અને તેના કારણે જ આપણે જીવનમા હેરાન થઈએ છીએ. કયારેય પણ કોઈ વ્યક્તિની સફળતા જોઇને તેના પ્રત્યે નકારાત્મક વિચારસરણી બાંધવી.

image source

મોટાભાગના લોકો પોતાની આવક કરતા પણ વધારે પડતો ખર્ચ કરતા હોય છે અને આ ખર્ચને પહોંચી વળવા માટે તે ઉધારના બોજ હેઠળ દબાઈ જાય છે અને આ ઉધાર તેમને પતનના માર્ગ પર લઇ જવા માટે સક્ષમ સાબિત થઇ શકે છે. માટે શક્ય બને ત્યાં સુધી કોઈપણ નકામી વસ્તુ પાછળ નાણા વેડફવા નહિ.

આ સિવાય ઘણા લોકોને એવી આદત હોય છે કે, તે હમેંશા બીજા લોકોના જીવનમા શું બને છે? તે જાણવામા વધારે પડતા ઉત્સુક રહેતા હોય છે અને તેના કારણે જ તે પોતાના જીવનમા યોગ્ય દયાન આપતા નથી. બીજા લોકોના મહેલ જોઇને આપણા ઝુપડા બાળી નાખવા એ યોગ્ય નથી માટે હમેંશા પોતાના જીવનમા જે મળ્યુ છે તેમા ખુશ રહેતા શીખો.

image source

આ ઉપરાંત જ્યારે પણ લોકો કોઈ કાર્ય કરવામા નિષ્ફળ થાય છે અથવા તો કોઈ સંબંધ નિભાવવામા નિષ્ફળ જાય છે તો તેનો દોષ અન્ય કોઈ વ્યક્તિઓ પર લગાવી દે છે પરંતુ, આ આદત જરાપણ યોગ્ય નથી. તમારે તમારુ જીવન જો સુખી બનાવવુ હોય તો તેના માટે તમારે તમારી આ આદતને દૂર કરી દેવી જોઈએ.

image source

તમે ઘણા એવા લોકોને પણ જોયા જ હશે કે, જે લોકો ખુબ જ નાની-નાની બાબતો પર પણ ગુસ્સે થઇ જતા હોય છે અને પરિવાર અને સમાજની લાગણીઓને ઠેંસ પહોંચાડે છે. આવા લોકો પોતાના મનમા હમેંશા એવી ઈચ્છા રાખીને બેઠા હોય છે કે, લોકો હંમેશાં તેમનુ માન-સન્માન કરે, પછી ભલે તેઓ ક્યારેય કોઈને માન ના આપે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!