વડોદરામાં મસ્જિદને બનાવી કોવિડ હોસ્પિટલ, માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ

હાલમાં કોરોના પોતાના પીક પર ચાલી રહ્યો છે અને દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. હવે ગુજરાતમાં દરરોજ 10000 કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે સામે 100 લોકોની ઉપર મોત થઈ રહ્યા છે, આ સાથે જ દરેક મોટા મોટા શહેરોની હાલત પણ ખરાબ છે. રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. દર્દીઓને સારવાર માટે ડોક્ટર પહોંચી શકતા નથી. ખાનગી હોસ્પિટલમાં બેડ મળતાં નથી. સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. દર્દી એમ્બ્યુલન્સ,ખાનગી વાહન, રિક્ષામાં ઓક્સિજન પર હોય છે છતાં કોઈનું કોઈ ન હોય એવા સીન જોવા મળી રહ્યા છે. એવામાં વડોદરા શહેરમાંથી એક પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે.

image source

વડોદરા શહેરમાં એક મસ્જિદને કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે. અહીંની જહાંગીરપુરા મસ્જિદમાં કોરોનાના દર્દીઓનું ધ્યાન રાખવા માટે 50થી વધુ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જે લોકોને હોસ્પિટલમાં સારવાર માટે જગ્યા નથી મળી રહી તેમને અહીં સારવાર આપવામાં આવી રહી છે.

image source

આ વિશે જહાંગીરપુરા મસ્જિદના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ઓક્સિજન અને બેડની અછતના કારણે મસ્જિદને કોવિડ હોપ્સિટલમાં ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમને એમ પણ કહ્યું કે રમઝાન મહિનામાં લોકો માટે જે સારું થઇ શકતું હતું તે હું કરી રહ્યો છું.

સમગ્ર ગુજરાત સહિત વડોદરામાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યું છે. કોરોના દર્દીની ઝડપથી સંખ્યા વધતાં હોસ્પિટલોમાં બેડ ઓછા પડી ગયા છે. આ મુશ્કેલ ઘડીમાં લોકોની મદદ માટે ઘણા ધાર્મિક સ્થળ આગળ આવી રહ્યા છે

જહાંગીરપુરા મસ્જિદ ઉપરાંત દારૂલ ઉલૂમમાં પણ 120 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્થાના સંચાલકોએ વહિવટીતંત્ર સાથે મળીને આ વ્યવસ્થા કરી છે.

.

image source

તમને જણાવી દઇએ કે મસ્જિદ સિવાય વડોદરામાં જ સ્વામીનાયારણ મંદિરમાં કોરોના દર્દીઓ માટે 500 બેડની સુવિધાવાળી હોસ્પિટલ બનાવવામાં આવી છે. અહીં કોરોના દર્દીઓને આઇસોલેટ કરવામાં આવે છે અને જરૂર પડતાં તેમને ઓક્સિજન પણ આપવામાં આવે છે.

image source

ગઈકાલે રાજ્યમાં કોરોનાના 11403 નવા કેસ નોધાયા છે જે ખરેખર ચિંતાનો વિષય છે. આ સાથે જગઈકાલે કોરોનાથી 117 દર્દીઓના મોત નીપજ્યા છે. અત્યાર સુધી કુલ 5494 લોકોના કોરોનાથી મોત થયા છે. હાલમાં 341 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 68,754 એક્ટિવ કેસ છે. આ સ્થિતિને જોતાં રાજ્યના અનેક ડોક્ટર્સ પણ કહી ચૂક્યા છે કે ગુજરાતમાં એક લોકડાઉનની તાતી જરૂર છે. આમ છતાં રૂપાણી સરકાર લોકોની સુવિધા અને દેશના અર્થતંત્રને વેગવંતુ રાખવા માટે કડક લોકડાઉનનો નિર્ણય આપી રહી નથી. ગૃહમંત્રી અમિત શાહે હવે લોકડાઉનનો નિર્ણય રાજ્યો પર છોડી દીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!