આજે કેટલીક ઉપયોગી ટીપ્સ કે જેની કોઈ આડ અસર નથી…

ડાયરેકટ સનલાઈટ, એસીનું ઠંડુ હવામાન, પ્રદુષણ અને શરીરમાં પોષક તત્વોની ઉણપ જેવા કારણોથી ઉત્પન્ન થતી ત્વચા સંબંધી સમસ્યાઓ નિવારવા કેટલાક પ્રાકૃતિક નુસ્ખાઓ બેજોડ છે.

જો તમારી ત્વચા પણ ગરમીને કારણે શુષ્ક થઈ રહી છે અથવા થઈ ગઈ છે તો તેને ફરીથી સુંવાળી અને સોફ્ટ બનાવવા અહીં કેટલાક કારગર ઘરેલુ ઉપાય આપવામાં આવ્યા છે. જેને અજમાવવાથી માત્ર તમારી ત્વચા સંબંધી સમસ્યા જ દૂર નહીં થાય પરંતુ દેશી ઉપચાર હોવાથી તેની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નહીં થાય.

તો શું છે તે ઉપાયો ચાલો જરા વિસ્તારથી જાણીએ.

જૈતુન અને એરંડિયાનું તેલ

ત્રણ ચમચી જૈતુનનું તેલ અને એક ચમચી એરંડિયાનું તેલ લઇ બન્નેને બરાબર મિક્ષ કરી ચેહરા પર લગાવો. ત્યારબાદ ચેહરા પર હળવી વરાળ લો અથવા હળવા ગરમ પાણીમાં ડુબાડેલા પોતાથી ચેહરાને થોડી વાર ઢાંકી રાખો. પોતું ઠંડુ થાય એટલે હટાવી લો. આ પ્રયોગને ત્યાં સુધી કરતા રહો જ્યાં સુધી ત્વચા નરમ ન પડે. ધ્યાન રાખવું કે પોતા માટેનું પાણી બહુ ગરમ ન હોય નહીં તો ત્વચા પર બળતરા થઈ શકે છે.

મધ અને તજનો પ્રયોગ

તજનો પાવડર અને મધ મેળવી તેનો લેપ બનાવી લો. ચેહરા પર હળવા હાથે લગાવી લગભગ પાંચ મિનિટ સુધી રહેવા દેવું. ત્યારબાદ ઠંડા પાણીથી ચેહરાને ધોઈ લેવો. મધ ત્વચાને મુલાયમ બનાવે છે જ્યારે તજમાં એન્ટી બેક્ટેરિયલ તત્વો હોવાથી ચેહરા પર પોષતા બેક્ટેરિયાનો પણ આપોઆપ નાશ થઈ જાય છે.

કેળું પણ છે બેસ્ટ

કેળા કોને ન ભાવે ? કેળામાં સ્વાદ ઉપરાંત ત્વચા નિખારવા માટેનો ગુણ પણ સમાયેલો છે. એક પાકું કેળું લઈ તેને હાથ વડે અથવા ચમચી વડે પીસી દઈ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ને હળવા હાથે ચેહરા પાર લગાવી 30 મિનિટ સુધી રહેવા દો. ત્યારપછી નવશેકા પાણીથી ચેહરાને બરાબર ધોઈ લો.

વિટામિન ” C ” પણ ફાયદાકારક

વિટામિન C થી ભરપૂર એવાં લીંબૂના રસથી અથવા સંતરાના ફેસ પેકના ઉપયોગથી ચેહરા પર અનેરી રોનક આવે છે. લીંબુના રસને ઉંધી ચમચી અથવા આંગળી વડે ચેહરા પર લગાવો અને 10 મિનિટ સુધી રહેવા દો બાદમાં ચેહરો ધોઈ લો. ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે લીંબુના રસનો ફેસ પેક તરીકે ઉપયોગ કરવાથી ત્વચા ફાટે છે. પરંતુ એ હકીકત નથી ઉલ્ટાનું તેનાથી ફાટેલી ત્વચા ઠીક થાય છે. હા, પહેલી વખત લીંબુના રસને ચેહરા પર લગાવવાથી થોડી બળતરા થઈ શકે છે પરંતુ આના નિયમિત ઉપયોગથી ચહેરો ખીલી ઉઠે છે.

પપૈયું પણ લાભદાયી

એક પાકાં પપૈયાને કાપી તેનો અંદરનો ઓરેંજ કલરનો ગરબ કાઢી બરાબર પીસી લો. આને ચેહરા પર લાવી 10 થી 15 મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો. આ પ્રયોગને સતત એક મહિના સુધી દરરોજ કરવાથી સારું પરિણામ મળે છે.

પપૈયું અને ટામેટાં

પાકાં પપૈયા અને પાકાં ટામેટાંનો ફેસપેક પણ ચેહરાની ત્વચા માટે બેસ્ટ છે. પેક તૈયાર કરવા માટે પપૈયાને નાના ટુકડામાં કાપી લો અને તેને ટામેટાંના નાના ટુકડા સાથે ભેગા કરી બરાબર પીસીને પેસ્ટ બનાવી લો. આ મિશ્રણને આંખોની આસપાસની જગ્યા સિવાય પુરા ચેહરા પર 15 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ ફેસપેકના ઉપયોગથી ચેહરાની ત્વચા સોફ્ટ બને છે અને ચેહરાની રોનક પણ વધે છે.

પપૈયા અને લીંબુનો પ્રયોગ

પપૈયું અને પપૈયા સાથે ટામેટાંના ઉપયોગથી થતા સ્કિન બેનિફિટ વિશે જાણ્યા બાદ પપૈયાના વધુ એક ફેસપેક વિશે જાણીએ. એ છે પપૈયું અને લીંબુનો ફેસપેક. આ ફેસપેક બનાવવા માટે પપૈયાને નાના ટુકડામાં કાપી, હાથ વડે ગુંદી પેસ્ટ બનાવી લો. સાથે તેમાં અડધું લીંબુ નિચોવી બરાબર મિક્ષ કરી ચેહરા પર 10 – 15 મિનિટ માટે લગાવી રાખો. આ ફેસપેકનો સૌથી મોટો ફાયદો એ લોકોને છે જેમને ચેહરા પર ઓઈલી સ્કિન હોવાની ફરિયાદ રહેતી હોય.

દરરોજ આવી ઉપયોગી ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ