દરેક પ્રકારના ચામડીના રોગોના લક્ષણ અને તેના રામબાણ ઘરગથ્થુ ઉપાયો…

ચામડીનો રોગ …..એક પિડાદાયક રોગ

તે સમગ્ર શરીરમાં ગમે ત્યાં થઈ શકે છે. અનિયમિત ખાન-પાન, દૂષિત ખોરાક, અસ્વચ્છ શરીર તેમજ પેટમાં કૃમિ થવા અને લાંબા સમય સુધી પેટમાં રહેવાના કારણે તેની ગંદકી નસો દ્વારા સોશાઈને લોહીમાં ભળતા વિવિધ પ્રકારના ચામડીના રોગો ઉપરાંત અનેક બીમારીઓ પણ ઉત્પન્ન થાય છે જે માણસ માટે હાનિકારક હોય છે.

દાદરના લક્ષણ

દાદરમાં ખજવાળ ખુબ વધારે થાય છે તમે ખજવાળતા જ રહી જાઓ છો. ખજવાળ્યા બાદ ખુબ બળતરા થાય છે અને નાના-નાના દાણા થાય છે. દાદર મોટાભાગે જનનાંગો તેમજ જ્યાં પરસેવો વધારે થતો હોય અને કપડું વધારે ઘસાતું હોય ત્યાં તેમજ શરીરમાં ગમે ત્યાં થઈ શકે છે.

ખજવાળના લક્ષણો

તેમાં સમગ્ર શરીરમાં સફેદ રંગના નાના દાણા થઈ જાય છે. તેને ફોડવા પર પાણી જેવું તરલ નીકળે છે જે પાકી જાય તો જાડું થઈ જાય છે. તેમાં ખજવાળ ખુબ આવે છે, તે મોટે ભાગે હાથની આંગળીઓ વચ્ચે તેમજ શરીરમાં ગમે ત્યાં થઈ શકે છે. તેને વારંવાર ખજવાળવાની ઇચ્છા થાય છે અને ખજવાળ્યા બાદ અસહ્ય બળતરા થાય છે. તે સ્પર્શ કરવાથી થતો સંક્રામક રોગ છે. રોગીનો ટુવાલ તેમજ ચાદરનો ઉપયોગ કરવાથી તે રોગ ફેલાય છે, જે રોગીના હાથમાં આ રોગ હેય તો તેની સાથે હાથ મીલાવવાથી પણ તે રોગ સામેવાળી વ્યક્તિમાં ફેલાય છે.

ખરજવું (એક્ઝિમા)ના લક્ષણોઃ

દાદર, ખજવાળની જેમ આ પણ એક જાતનો ચામડીનો રોગ છે. જે ખુબ જ પીડાદાયક છે. રોગ જે સ્થાન પર થયો હોય તે ભાગ લાલ થઈ જાય છે અને તેના પર નાના-નાના દાણા થઈ જાય છે. તેમાં ચકામાં તો નથી પડતાં પણ તે શરીરમાં ગમે ત્યાં થઈ શકે છે. તે બે પ્રકારના હોય છે. એક સુષ્ક અને બીજું ભીનું. સુષ્ક રોગમાં ચામડીની પોપડી વળે છે જ્યારે ભીના રોગમાં ફોલ્લામાંથી પાણી નીકળે છે.

ચર્મદખના લક્ષણો

શરીરના જે ભાગમાં આ રોગ થાય છે તે લાલ થઈ જાય છે, જેમાં ખુબ પીડા થાય છે, ખજવાળ ચાલુ રહે છે અને ફોલ્લા ફેલાય છે જેની ચામડી ફાટી જાય છે તેમજ કોઈ પણ વસ્તુનો સ્પર્શ સહન નથી થઈ શકતો, આ રોગને ચર્મદખ કહે છે.

વિચર્ચિકા તેમજ વિપાદિકા (એક્ઝિમાના જ બીજા પ્રકાર છે)ના લક્ષણોઃ

આ રોગ એક્ઝિમાના જ અન્ય પ્રકારો છે. આ રોગમાં કાળી તેમજ ઘૌઉઁવર્ણા રંગની ફોડકીઓ થાય છે, જેમાં ખુબ જ પ્રમાણમાં પરુ હોય છે અને ખજવાળ પણ ખુબ જ આવે છે તેમ શરીરની રુક્ષતાના કારણે હાથની ચામડી પણ ફાટી જાય છે, માટે તેને વિચર્ચિકા કહેવાય છે. જો પગની ચામડી ફાટી જાય અને ખુબ જ પીડા થાય, તો તેને વિપાદિકા કહેવાય છે. આ બન્નેમાં માત્ર એટલો ફરક છે.

ભીંગડાં થતાં હોય તેવા ચર્મ રોગના લક્ષણો

આ પણ અન્ય ચર્મ રોગોની જેમ એક પ્રકારની ખજવાળ છે. તેમાં નાની-નાની ફોડકીઓ થાય છે. તેમાં પરુ નિકળે છે, બળતરા થાય છે પણ વારંવાર થાય છે. જો ફોડકીઓ મોટી-મોટી અને ખુબ જ બળતરાદાયક હોય તેમજ તે કમર તેમજ પાછળ થાપા પર થાય તો તેને કચ્છુ કહે છે.

ચામડીના રોગોનો ઉપચારઃ

દાદર, ખજવાળ, ખરજવામાં આંબળાસાર ગંધકને ગૌમુત્રના અર્કમાં ભેળવી રોજ સવાર સાંજ લગાવવું. તેનાથી દાદર સંપૂર્ણ પણે ઠીક થઈ જાય છે. શુદ્ધ કરવામાં આવેલું આંબળાસાર ગંધક એક કેરેટ લઈ તેમાં 10 ગ્રામ ગૌમૂત્રના અર્ક સાથે નેવુ દીવસ એકધારું પીવાથી બધા જ પ્રકારના ચામડીના રોગોમાં રાહત થાય છે.

એક્ઝિમા નો ઉપચાર

1. મરી, મુરદાશંખ, કલાઈવાળું નૌસાદાર (એમોનિયમ ક્લોરાઈડ) 10-10 ગ્રામ લઈ બારીક વાટી લેવું. હવે તેમાં ઘી મેળવી એક્ઝિમા પર દીવસમા ત્રણ વાર લગાવવાથી થોડા દિવસમાં તે મૂળમાંથી જ દૂર થઈ જાય છે.

2. આંવલાસાર ગંધક 50 ગ્રામ, રાળ 10 ગ્રામ, મીણ (મધવાળુ) 10 ગ્રામ, શુદ્ધ સિન્દુર 10 ગ્રામ. પહેલાં ગંધકને તલના તેલમાં નાખી ધીમા તાપે ગરમ કરવું. જ્યારે ગંધક તેલમાં મીક્સ થઈ જાય ત્યાર બાદ તેમાં સિન્દુર તેમજ અન્ય દવાઓ પાવડર કરીને ભેળવી દો. સિન્દૂરનો રંગ કાળો થાય ત્યાં સુધી તેને પકાવો અને ગેસ પરથી ઉતારી ગરમ-ગરમ જ તે જ વાસણમાં બરાબર મીક્સ કરી તેની પેસ્ટ બનાવી દો. આ મલમ એગ્ઝિમા, દાદર, ખજવાળ, ખરજવુ તેમજ અન્ય ચામડીની બિમારીઓમાં લાભદાયક રહે છે. જ્યાં સુધી ઠીક ન થાય ત્યાં સુધી બે ટાઈમ લગાવવું.

250 ગ્રામ સરસિયાનું તેલ લઈ લોખંડની કડાઈમાં ગરમ કરવા મુકી દો. જ્યારે તેલ ખુબ જ ઉકળવા લાગે ત્યારે તેમાં 50 ગ્રામ લીંમેડાના કૂણા પાંદડા નાખી દેવા. પાંદડા કાળા પડે કે તરત જ કડાઈ નીચે ઉતારી લેવી નહીંતર તેલમાં આગ લાગી જશે અને બળી જશે. ઠંડુ થાય એટલે તેલને ગાળી બોટલમાં ભરી લેવું. દિવસમાં ચાર વાર એક્ઝિમા પર લગાવવું, થોડાક જ દિવસમાં રોગ છૂ થઈ જશે. એક વર્ષ સુધી કરતા રહેવાથી આ રોગ મૂળમાંથી જતો રહેશે.

દાદર, ખજવાળ, ખરજવું તેમજ અન્ય ચર્મ રોગો માટેનું મલમ

ગન્ધક 10 ગ્રામ, પારો 3 ગ્રામ, મસ્ટર 3 ગ્રામ, બ્લૂ સ્ટોન (તૂતિયા) 3 ગ્રામ, કબીલા 15 ગ્રામ, રામકામા 15 ગ્રામ. આ બધાને ખરલમાં પીસીને પેસ્ટ બનાવવી પછી તેને કપડામાં ગાળી લઈ બોટલમાં ભરી લેવું. દાદરના રોગમાં કેરોસીનનો લેપ બનાવી લગાવો, ખજવાળમાં સરસિયાના તેલ સાથે ભેળવી સવાર-સાંજ લગાવવું. ખરજવામાં લીંમડાના તેલમાં ભેળવી લગાવવું. આ દવા 10 દિવસમાં જ બધા પ્રકારના ચામડીના રોગમાં આરામ આપે છે.

ચામડીના રોગનો નાશ કરતો અર્ક

શુદ્ધ આંવલાસાર ગંધક, બ્રહ્મદન્ડી, પવારના બીજ, સ્વર્ણછીરીના મૂળ, ભ્રૃંગરાજનું પંચાંગ, લીમડાંના પાન, પીપળાની છાલ, આ બધાને 100-100 ગ્રામના પ્રમાણમાં લઈ તેમજ 10 ગ્રામ નાની ઇલાયચી લઈ સાંજે ત્રણ લીટર પાણીમાં પલાળી દો. સવારે આ બધાનો અર્ક નીકાળી લો. આ અર્ક 10 ગ્રામના પ્રમાણમાં સવારે ખાલી પેટે સાકર સાથે પીવાથી બધા જ પ્રકારના ચામડીના રોગોમાં રાહત મળે છે. તેના ઉપયોગથી લોહી શુદ્ધ થાય છે. તેના સેવનથી ચહેરાની ઝાંખપ, આંખો નીચેના કાળા કુંડાળા, ખીલ, ફોડકી, ખજવાળ, ખરજવુ, દાદર વગેરે સમસ્યાઓમાં લાભ મળે છે.

લોહી શુદ્ધ કરવા માટેના આયુર્વેદીક ઉપચાર

1. દીવસમાં 1-2 ચમચી અળસીના બીના તેલનું સેવન કરવાથી ચામડીને સારી તંદુરસ્તી મળે છે. આ તેલનો ઉપયોગ અન્ય ખોરાક સાથે કરવો. અળસીના તેલને ક્યારેય પણ ગરમ કરવું જોઈએ નહીં.

2. અરીઠાની છાલનો પાવડર મધમાં ભેળવી ચણા જેવી ગોળીઓ બનાવી લેવી. સવારે વલોવ્યા વગરના દહીં સાથે એક ગોળી અને સાંજે પાણી સાથે એક ગેળી ગળી જવી. ઉપદંશ, ખજવાળ, ખરજવું, પિત્ત, દાદર વિગેરે માટે ખુબ લાભપ્રદ છે.

3. શિરિષની છાલનો પાવડર 6 ગ્રામ સવારે તેમજ સાંજે મધ સાથે 60 દિવસ સુધી લેવું. તેનાથી લોહીમાં રહેલા દરેક પ્રકારના દોષ દૂર થાય છે.

4. અનન્તમૂળ, મૂલેઠી, સફેદ મૂસલી, ગોરખમુન્ડી, રક્તચન્દન, શનાય અને અસગન્ધ 100-100 ગ્રામ તેમજ વરીયાળી, પીપળ, ઇલાયચી, ગુલાબના ફૂલ 50-50 ગ્રામ. બધાને મિક્સ કરી એક ડબ્બામાં ભરી લેવું. તેમાંથી એક ચમચી લઈ 200 ગ્રામ પાણીમાં ધીમી આંચે ઉકાળવું અને જ્યારે પાણી 50 ગ્રામ રહી જાય ત્યારે તેને ચાળી તેના બે ભાગ કરી સવાર અને સાંજે સાકરમાં ભેળવી પીવું. આ ક્વાથ રક્તવિકાર, ઉપદંશ વિગેરેમાં રાહત આપે છે.

5. ચાર ગ્રામ શ્વેર્શિયા (ચિરાયતા) અને એક ગ્રામ કૂટકી લઈ કાચના કે ચીનાઈ માટીના વાસણમાં 125 ગ્રામ પાણી નાખી રાત્રે તેમાં પલાળી દેવું અને ઢાંકી દેવું. સવારે રાત્રે પલાળેલું ચિરાયતા અને કુટકીનું પાણી નિતારી કપડાથી ચાળી પી લેવું અને પીધા બાદ 3-4 કલરાક સુધી કશું જ ન ખાવું અને તે જ સમયે આગલા દિવસ માટે તે જ પાત્રમાં 125 ગ્રામ પાણી નાખો.

આ રીતે ચાર દિવસ સુધી તે જ ચિરાયતા અને કુટકીનો ઉપયોગ કરી શકશો. ત્યાર પછી તેને ફેંકી નવું પાણી બનાવવું અને ફરી પાછું ચાર દિવસ વાપરવું. આ પાણી બે-ચાર અઠવાડિયા સુધી પીવાથી એક્ઝિમા, ફોડલાં, ફોડલીઓ વિગેરે ચામડીના રોગો દૂર થશે, ખીલ નીકળવાના પણ બંધ થઈ જશે અને લોહી શુદ્ધ થશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ માહિતી અને મદદગાર થાવ તમારા મિત્રોને, દરરોજ અવનવી માહિતીસભર પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ