તમારી અનેક સમસ્યાનું સમાધાન આવી જશે દરરોજ કરો આ પ્રયોગ…

આજકાલ ભાગદોડની લાઈફમાં લોકો પાસે બીજા માટે તો નહિ જ, પરંતુ પોતાaના માટે પણ સમય નથી હોતો. સમયની સાથે ભાગતા-ભાગતા લોકો પોતાને સમય આપવાનું જાણે ભૂલી ગયા છે.

કોઈને ઓફિસનું પ્રેશર છે, તો કોઈને અભ્યાસનું. કોઈ ઘરની ચિંતાઓથઈ ઘેરાયેલું છે, તો કોઈને સંબંધ ટકાવવાનુ ટેન્શન. કોઈના મગજમાં દરેક વખતે માત્ર કરિયરની જ વાતો ચાલતી હોય છે, તો કોઈ બસ ઘરના કામોમાં જ ફસાયેલુ રહે છે. આવી અનેક બાબતો એવી છે, જેને લઈને દુનિયામાં દરેકકોઈ ટેન્શનમાં છે. આ તણાવથી મુક્તિ મેળવવા માટે દરેક કોઈ પ્રયાસો તો કરે છે, પણ બધા સફળ નથી થતા.

કેટલાક લોકો દવાઓ ખાય છે, તો કેટલાક સમસ્યાઓથી દૂર ભાગે છે. પરંતુ આજે અમે તમને આ સમસ્યાનુ એકદમ સરળ સોલ્યુશન આપીશું.

જો તમને તણાવથી મુક્તિ જોઈતી હોય અને તમારી શાંતિવાળી ઊંઘ પાછી જોઈતી હોય તો તેના માટે એક બહુ જ સરળ રસ્તો છે. આ રીત અપનાવીને તમારો તણાવ ચપટી વગાડતા ગાયબ થઈ જશે.

આ માટે જરૂરી છે તમાલપત્ર. હા, તમાલપત્ર દરેક કિચનમાં આસાનથી ઉપલબ્ધ થઈ રહે છે. તે તમારા તણાવને દૂર કરવામાં મોટી મદદ કરશે. તમાલપત્ર માત્ર 5 મિનીટમાં તમારો તણાવ દૂર કરવાની ક્ષમતા રાખે છે.

એક રશિયન સ્ટડીમા આ વાતનો ખુલાસો થયો છે કે, તમાલપત્ર તણાવ દૂર કરવા માટે બહુ જ ફાયદાકારક સાબિત થાય છે. આ કારણે જ, તમાલપત્રને અરોમાથેરેપી માટે ઉપયોગમાં લેવાય છે.

આ ઉપરાંત તમાલપત્ર ત્વચા સંબંધી બીમારીઓ તથા શ્વાસ સંબંધી સમસ્યાઓને પણ દૂર કરવામાં લાભકારી છે.

શું કરવું

આ માટે તમારે એક વાડકીમાં તમાલપત્ર લેવું. વાડકીમા રહેલા તમાલપત્રને બાળી દો. હવે તેને 15 મિનીટ માટે રૂમની અંદર રાખી લો, જેથી તેની સુવાસ રૂમમાં સારી રીતે ફેલાઈ જશે. રૂમમાં બારી-દરવાજા બંધ રાખજો. થોડા જ સમયમાં તમને રૂમમાં બહુ જ સુકુનભર્યો પોઝીટિવ માહોલ લાગશે.

તમાલપત્રની હવા તમારા શ્વાસમાં જવાથી તમે બહુ જ સારું અનુભવશો. હવે તમારા રૂમનું વાતાવરણ બહુ જ શાંતભર્યું લાગશે અને તમારો સ્ટ્રેસ ધીરે ધીરે ઓછો થવા લાગશે. તો હવે જો તમને શાંતિવાળી ઊંઘ જોઈએ છે, તો તમારે બધા તણાવને ભૂલીને શાંતિવાળી ઊંઘ લેવી જોઈએ. રૂમમા તમાલપત્ર બાળીને રાખી લો, તેના બાદ શાંતિવાળી ઊંઘ લો.

મિત્રો અમારી પોસ્ટ વિષે અભિપ્રાય જરૂર આપો.. એ અમારી માટે ખુબ મહત્વનો રેહશે..

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી જાણવા અને વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ