આજે અહીં એવા કેટલાક સરળ ઉપાયો જ દર્શાવવામાં આવ્યા છે જેનું અનુકરણ કરનારને લાભ જ લાભ થાય છે.

સરળ વાસ્તુ ટીપ્સ બદલી શકે છે ભાગ્ય, અજમાવી જુઓ આ ઉપાય તમે પણ કરશો વિશ્વાસ

વાસ્તુ શાસ્ત્રમાં કહેવાયું છે કે વ્યક્તિની આસપાસની વસ્તુઓ અને સ્થાનની અસર તેના જીવન પર પણ પડે છે. આ અસર સારી પણ હોય શકે છે અને ખરાબ પણ હોય શકે. એટલા માટે જ ઘરની બનાવટ અને સજાવટમાં વાસ્તુના નિયમોને મહત્વ આપવાની વાત પર આજકાલ વધારે ધ્યાન આપવામાં આવે છે. ઘર બાબતે વાસ્તુ શાસ્ત્રમાં જે નિયમો દર્શાવાયા છે તેનું ધ્યાન રાખવામાં આવે તો જીવન સુખમય બની જાય છે.


આજે અહીં એવા કેટલાક સરળ ઉપાયો જ દર્શાવવામાં આવ્યા છે જેનું અનુકરણ કરનારને લાભ જ લાભ થાય છે. અહીં દર્શાવેલા ઉપાયો દુર્ભાગ્યને પણ સૌભાગ્યમાં બદલી શકે છે. તો જાણી લો સરળ પણ અસરકારક ઉપાયો વિશે તમે પણ અને તેને અમલમાં મુકી બની જાઓ ભાગ્યશાળી.

– ઘરના મુખ્ય દરવાજાની ઉપરની તરફ બંને બાજુએ એટલે કે અંદર અને બહાર ગણપતિ દાદાની મૂર્તિ પધરાવવી. આ મૂર્તિ પ્રમાણમાં નાની જ રાખવી. મૂર્તિઓ એવી રીતે રાખવી કે એકની દ્રષ્ટિ ઘરની અંદર પડતી હોય અને એકની દ્રષ્ટિ ઘરની બહારની તરફ. આ પ્રકારની વ્યવસ્થા ધન લાભનું કારણ બને છે. આવા ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો વાસ રહે છે.


– ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ રહે તેવી ઈચ્છા રાખતાં લોકોએ મહિનામાં એકવાર ઘરમાં સત્યનારાયણની કથા કરવી અને નિયમિત રીતે “ઓમ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ કરવો.


– ઘરની મહિલાઓએ શુક્રવારે વ્રત કરવું અને યથાશક્તિ દાન કરવું. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે.


– ઘરના મંદિરમાં દક્ષિણાવર્તી શંખની સ્થાપના કરવી અને તેની રોજ પૂજા કરવી.


– પૂજા ઘરમાં સ્ફટિકના શિવલિંગની સ્થાપના કરવી અને રોજ તેની પૂજા કરવી. ખાસ ધ્યાન રાખવું કે આ શિવલિંગ પારદર્શક હોય અને રોજ તેની પૂજા થતી રહે.


– કીડીને ઘઉંના લોટમાં ખાંડ ઉમેરીને ખવડાવવું. આ અચૂક ઉપાય છે જેને કરવાથી સમૃદ્ધિમાં વધારો થાય છે.


– સંધ્યા સમયે ઘરમાં લક્ષ્મીજી સમક્ષ ઘીનો દીવો અચૂક પ્રગટાવવો અને એક દીવો તુલસીજી પાસે કરવો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ