આ વર્ષના બજેટમાં આધાર અને પાન કાર્ડના નિયમોમાં થયેલા આ મહત્ત્વના ફેરફાર જાણીલો

ગયા શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2019-2020નું બજેટ રજૂ કરવામાં આવ્યું. બજેટમાં કેટલીક વસ્તુઓ મોંઘી થઈ તો કેટલીક સસ્તી થઈ. બજારમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટી વધારી દેવામાં આવી તો વળી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં પણ વધારો થયો. આ બધી જ બાબતો ચોક્કસ આપણા જેવા સામાન્ય માણસોને અડે જ છે.

પણ જેની સૌથી વધારે અસર થાય છે તે છે આપણું પાન કાર્ડ અને આપણું આધાર કાર્ડ. આધાર કાર્ડ વગર હવે નથી તો તમે ગેસ નોંધાવી શકતા કે નથી તો તમે લોન લઈ શકતા. આજે આધાર કાર્ડને તમારા ગેસ કનેક્શન, તમારા બેંક અકાઉન્ટ તમારા મોબાઈલ ફોન સાથે લીંક કરી દેવામાં આવ્યું છે.

માટે આ વર્ષના બજેટમાં પાનકાર્ડ અને આધાર કાર્ડને લગતા નિયમમાં થયેલા આ મહત્ત્વના ફેરફારો વિષે જાણી લો.

પાન કાર્ડ વગર ઇન્કમટેક્સ રીટર્ન નોંધાવી શકશો

હા, શુક્રવારે જાહેર કરવામાં આવેલા બજેટમાં નિર્મલા સિતારમણે જાહેરાત કરી છે કે આજે ભારતમાં 120 કરોડથી વધારે નાગરીકો પાસે આધાર કાર્ડ છે, માટે નાગરીકોની સુવિધા માટે તેઓ પાનકાર્ડ અને આધાર કાર્ડ બન્નેમાંથી કોઈ એક દ્વારા ઇંકમટેક્ષ રીટર્ન ભરી શકશે. એમ પણ હાલની જોગવાઈ પ્રમાણે તમારે તમારા પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવું ફરજીયાત છે.

ટુંકમાં તમે ટેક્સના કાર્યોમાં તમારા પાન કાર્ડ વગર આધાર કાર્ડથી કામ ચલાવી શકશો.

આધાર નંબરના આધારે પાનકાર્ડ આપવામાં આવશે

હાલ જે પણ ભારતીય નાગરીકો પાસે પાન કાર્ડ નથી અને તેમની પાસે આધાર કાર્ડ છે તેમને આયકર વિભાગ UIDAI દ્વારા વસ્તી વિષયક ડેટા મેળવ્યા બાદ આધાર નંબરના આધારે પાનકાર્ડ ફાળવવામાં આવશે.

પાનકાર્ડ અથવા આધાર નંબર આપવો ફરજીયાત

બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી છે કે કેટલાક ચોક્કસ આર્થિક વ્યવહારો પર આધાર નંબર અથવા તો પાનકાર્ડ આપવું ફરજિયાત રહેશે. તે વગર વ્યવહાર થઈ શકશે નહીં.

પાન-આધાર કાર્ડનું પ્રામાણીકરણ

2019-2020ના બજેટમાં નક્કી કરવામાં આવ્યું છે કે દસ્તાવેજ પ્રાપ્ત કરનાર જવાબદાર વ્યક્તિ ચોક્કસ આર્થિક વ્યવહાર માટે પાનકાર્ડ કે આધાર કાર્ડ નંબર તો મેળવે જ પણ સાથે સાથે તેનું પ્રામાણીકરણ પણ કરે. અને જો તે ન કરવામાં આવે તો કાયદામાં સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. અને તેમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો છે.

આધાર કાર્ડ સાથે લિંક્ડ પાનકાર્ડ

જો તમારું પાન કાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક કરી દેવામાં આવ્યું હોય તો તમારે આવકવેરા કાયદા હેઠળ કાર્ડની જગ્યાએ આધાર નંબર આપી શકો છો. આમ કરવાથી તમારે બધા જ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાની જરૂર નહીં પડે તમારે માત્ર તમારા આધાર કાર્ડને જ તમારી સાથે રાખવું પડશે.

હાલ, ઇન્કમટેક્સ એક્ટ પ્રમાણે જો તમે આધાર કાર્ડ સાથે તમારું પાનકાર્ડ નક્કી કરેલી સમય મર્યાદામાં લીંક નહીં કરો તો તેને અમાન્ય કરી દેવામાં આવશે . જુના આર્થીક વ્યવહારોને સુરક્ષીત રાખવાના હેતુથી ફાયનાન્સ મિનિસ્ટ્રીએ એક પગલું લીધું છે . બજેટમાં એક પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ આધાર નંબર જણાવવામાં નિષ્ફળ જશે તો તેને આપવામાં આવેલું પાનકાર્ડ અમાન્ય કરી દેવામાં આવશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ