ભારતીય આર્મી જવાનોને આ કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ સલામ, ખરેખર રીયલ હીરો…

અમરથનાથ યાત્રીઓને માટે ભારતીય જવાનો અડીખમ રહ્યા જ્યારે બરફીલા પહાડો ઉપરથી પત્થરો ખરી પડ્યા હતા… સો સલામ આ વીરો ને…


આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિની સૌથી વિશિષ્ઠ પરંપરા મુજબ અમરનાથની યાત્રા કરવાનું આયોજન દાયકાઓથી થાય છે. તેમાં પણ હિમાયલની બર્ફીલી પર્વતમાળા પરથી કરાતી યાત્રાનો પ્રવાસ જેટલો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે એટલો જ તેનો રસ્તો પણ પ્રતિકૂળ છે. પહાડી ચઢાણની સાથે સરહદી વિસ્તારોની સાથે થતું જોખમ પણ એક તકલીફ છે. તેમ છતાં ભક્તોની શ્રદ્ધા અને યાત્રાનું જોમ વર્ષોવર્ષ ઘટતું નથી. દર વર્ષે વધતું જાય છે. તેમને સપોર્ટ કરવા માટે ભારતીય જવાનો અડીખમ ઊભા રહે છે.

બર્ફીલા પડી રહેલા પત્થરોને જીવના જોખમે અટકાવીને યાત્રાળુઓને રસ્તો સરળ કરી આપ્યો…


પહેલી જૂલાઈથી ૪૫ દિવસ સુધી ભારતીય જવાનોને અમરનાથ યાત્રાળુઓની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ દરમિયાન યાત્રાળુઓના જવાના માર્ગમાં બર્ફીલા પહાડો ઉપરથી ભૂસ્લંખલન થયું અને એવામાં ત્યાંથી નાના મોટા પત્થરો ખરવા લાગ્યા. એ સમયે જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પત્થરોને તેમના સુધી પહોંચતાં અટકાવ્યા. એમણે ધ્યાન રાખ્યું કે એક પણ યાત્રીને કોઈ જ જાતની ઇજા ન પહોંચે. કોઈને પણ હાનિ ન થાય તેવી તકેદારી આ દરેક સૈનિકો રાખે છે. તેમના કામને સલામ કરવાની એ તક સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે. જે ખૂબ જોવાઈ રહ્યો છે.

શું છે આ વીડિયોમાં?


વીડિયોમાં સ્પસ્ટ રીતે જોઈ શકાય છે બર્ફીલા પહાદો ઉપરથી મોટા મોટા પત્થરો પડી રહ્યા હતા ત્યારે આઈ.ટી.બી.પી.ના યુનિફોર્મમાં સજ્જ જવાનોએ માનવ સાંકળ બનાવીને એ રસ્તા ઉપર ચટ્ટાનની જેમ ઊભા રહી ગયા. તેઓ જમીનના ટૂકડાઓને સફળતા પૂર્વક રોકી શક્યા જેને કારણે ત્યાંથી પસાર થઈ રહેલા લોકો કોઈ જ પ્રકારની તકલીફ વગર બાબા અમરનાથની યાત્રા કરવા આગલ જઈ શક્યા.

શું થાત જો આ સૈનિકોએ એ ભૂસંખ્લન ન રોક્યું હોત?


યાત્રાળુઓના રસ્તામાં આવી રહેલા આ પત્થરોને રોકવામાં ન આવ્યા હોત તો તેમને ઇજા થઈ હોત અને જીવ પણ જવાની શક્યતા હોય. કારણ કે બર્ફીલા પહાડો ઉપરથી જેટલી સ્પીડથી આ પત્થરો પડી રહ્યા હતા તેની ગતિ અને પ્રચંડ વેગને લીધે વધારે ખતરો થઈ શક્યો હોત.

ટ્વીટર ઉપરથી જ શેર થયો છે આ વીડિયો

આ ઘટનાની સાક્ષી પૂરતો વીડિયો, આઈ.ટી.બી.પી.ના જ ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પ્રોફાઈલ પરથી શેર થયો છે. જેને જોઈને લોકો ઉત્સાહ પૂર્વક સલામ કરી રહ્યા છે. માનવ શ્રુંખલા બનાવીને આ રીતે યાત્રાળુઓનો જીવ બચાવવાની બાબત કદાચ વીડિયોમાં ક્ષણીક જોઈને આપણને એ થોડું સરળ લાગે પરંતુ ત્યાં માઈનસ ડીગ્રીમાં તાપમાન ખૂબ જ ઠંડુ હોય છે અને ત્યાંનું વાતાવરણ સહેજ પણ અનુકૂળ નથી હોતું. જીવ જોખમમાં મૂકીને શ્રદ્ધાળુઓની સહાય કરવાની આ રીત સેંકડો સલામ કરીએ તો પણ ઓછું છે…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ