ગુસ્સે ભરાયેલી ઐશ્વર્યા સલમાનને લઈને છેલ્લા શબ્દોમાં બોલી ગઇ હતી કે..

ગુસ્સામાં ભરાયેલી એશ્વર્યાએ સલમાનને લઈને છેલ્લા આ શબ્દો કહ્યા હતા

બોલીવુડના સૌથી ચર્ચાયેલા અફેયરમાં એશ્વર્યા રાય અને સલમાન ખાનના એફેરનો પણ સમાવેશ થાય છે. જો કે આ સમયે સલમાન સાથે વિવેકની ચર્ચાઓ પણ થઇ હતી. ઉલ્લેખનીય છે કે સલમાન અને એશ્વર્યાનો સબંધ વધુ સમય ટક્યો ન હતો. ૧૯૯૯ના વર્ષમાં બંને જણે ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’માં સાથે કામ કર્યું હતું અને ફિલ્મની શુટિંગ દરમિયાન બંને નજીક આવ્યા હતા. પણ ૩ વર્ષ પછી એટલે કે ૨૦૦૨માં અચાનક બંનેનું બ્રેક્પ થઇ ગયું હતું. જો કે આ પછી એશ્વર્યાએ એક ઇન્ટરવ્યુંમાં એશ્વર્યાએ કહ્યું હતું કે તેઓ સલમાન સાથે ક્યારેય કામ નહી કરે.

image source

એશ્વર્યાએ સબંધોને પુરા કર્યા હોવાનો એકરાર કર્યો હતો

વર્ષ ૨૦૦૪માં એશ્વર્યા રાય જ્યારે પોતાની પ્રથમ હોલીવુડ ફિલ્મ ‘બ્રાઇડ એન્ડ પ્રિજીડયુસ’ નું પ્રમોશન કરી રહી હતી એ દરમિયાન એવી અફવા ઉડી રહી હતી કે એશ્વર્યા જલ્દી જ સલમાન સાથે દેખાઈ હતી. જો કે જ્યારે એશ્વર્યાને આ ખબર વિશે જાણ થઇ ત્યારે એમણે બહુ સખ્ત લહેજામાં પોતાની વાત મૂકી હતી.

image source

આ ખબરથી ગુસ્સે ભરાયેલ એશ્વર્યાએ કહ્યું હતું કે, સલમાન ખાન સાથે કામ કરવાનો તો કોઈ સવાલ જ નથી ઉભો થતો. એશ્વર્યાએ ઉમેર્યું હતું કે સલમાન સાથે જ્યારે મેં મારા સબંધોને સંપૂર્ણ રીતે પુરા કર્યા હતા ત્યારે એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એ સમયે હું મારા તૂટેલા પગ સાથે હોસ્પીટલમાં હતી.

મારી પાસે વિચારવાનો ઘણો સમય હતો : એશ્વર્યા

image source

જો કે આટલામાં ન અટકતા એશ્વર્યાએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે ‘જ્યારે મેં હોસ્પિટલના બેડ પરથી મારું સ્ટેટમેન્ટ લખ્યું હતું ત્યારે મારી પાસે વિચારવાનો ઘણો સમય હતો કે હું શું કરી રહી છું. હું એવી વ્યક્તિ નથી કે એક વખત નિર્ણય લીધા પછી એને બદલી નાખું. મારા પાછા જવાનો તો પ્રશ્ન જ નથી ઉદભવતો.

image source

જો કે એશ્વર્યાએ એમ પણ કહ્યું હતું કે મેં સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરવાનો અવસર આપ્યો હતો. પણ હવે કોઈ પણ ફિલ્મ માટે હું મારો નિર્ણય બદલી શકું એમ નથી. તમને જણાવી દઈએ કે સલમાન સાથેના બ્રેક્પ પછી એશ્વર્યા રાયે આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે ‘સલમાને મારી સાથે મારપીટ કરી હતી. એ ફોન પર પણ વિચિત્ર રીતે વાત કરતો હતો. એને હમેશા એમ જ લાગતું હતું કે મારું કોઈકની સાથે અફેર છે. આ વાતને લઈને એમણે કેટલીયે વાર મારા પર હાથ ઉપાડયો છે.’

માતાપિતાને આ સબંધ જરાય ગમતા ન હતા

image source

જો કે માતા બૃંદા રાય અને પિતા કૃષ્ણરાજને સલમાન ખાન સાથેના એશ્વર્યાના સબંધ જરાય ગમતા ન હતા. એશ્વર્યાના માતા પિતા અવારનવાર સલમાનને પોતાના ઘરે આવવા જવાથી રોકતા હતા. ખાસ કરીને એશ્વર્યાના પિતા એશ અને સલમાન ખાન વચ્ચેના સબંધોને લઈને જરાય ખુશ ન હતા.

image source

ખરેખર તો એશ્વર્યાના પિતા આ બાબતે જાણતા હતા કે સલમાન ખાનના એનાથી પહેલા પણ ઘણા સબંધો હતા. વિશ્વદીપ ઘોષે પોતાના પુસ્તક ‘હોલ ઓફ ફેમ : સલમાન ખાન’માં લખ્યું છે કે સલમાન ખાન માટે એશ્વર્યાએ પિતાનું ઘર છોડયું હતું અને લોખંડવાલાના ગોરખહીલ ટાવરમાં અલગ અપાર્ટમેન્ટ લઈને રહેવા લાગ્યા હતા.

‘હમ દિલ દે ચુકે સનમ’ દરમિયાન લાઇમ લાઈટમાં આવ્યા સબંધો

image source

સલમાન અને એશ્વર્યા રાયની આ પ્રેમ કહાની ૧૯૯૯માં હમ દિલ દે ચુકે સનમ દરમિયાન લાઇમ લાઈટમાં આવી હતી. આ સમયે સલમાને કેટલાય પ્રોડ્યુસરને એશ્વર્યાને ફિલ્મમાં લેવા માટે સમજાવ્યા હતા. કહેવાય છે કે સલમાનના કહેવા પર જ સંજય લીલા ભણસાલીએ એશ્વર્યાને ‘હમ દિલ દે ચુકે સનમ’ ફિલ્મમાં સાઈન કરી હતી.

image source

૨૭ સપ્ટેમ્બર ૨૦૦૨માં એક અંગ્રેજી વેબસાઇટને આપેલા સાક્ષાત્કારમાં ઇન્ટરવ્યુમાં એશ્વર્યાએ કબુલ કર્યું હતું કે માર્ચમાં એમનું અને સલમાન ખાનનું બ્રેક્પ થયું હતું. પણ સલમાન ખાન આ વાતને માનવા જરાય તૈયાર ન હતા.

image source

એશ્વર્યાનો આ ઈન્ટરવ્યું જ્યારે વાયરલ થયો અને સલમાનને આ વાતની જાન થઇ ત્યારે તેઓ આ બરદાસ્ત નોહતા કરી શક્યા અને તેઓ એશ્વર્યાની ફિલ્મ ‘ચલતે ચલતે’ના સેટ પર જઈને ઘણો હંગામો કર્યો હતો. જો કે આ ઘટના બાદ એશ્વર્યાને આ ફિલ્મ છોડવી પડી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ