આ મંદિરમાં દૂધ ચઢાવવાથી થાય છે જોરદાર નુકસાન અને…

આ મંદિરમાં દૂધ ચઢાવનાર ભક્ત પડી જાય છે આશ્ચર્યમાં, જાણો શું છે રહસ્ય

ભારતમાં જેટલા પણ મંદિર છે તે તમામ પાછળ કોઈને કોઈ તથ્ય કે માન્યતા છુપાયેલી છે. આવું જ એક પ્રસિદ્ધ મંદિર કેરળના કીજાપેરુમપલ્લમ ગામમાં આવેલું છે. આ મંદિરને નાગનાથસ્વામી મંદિર કે કેતિ સ્થળ નામથી પણ ઓળખવામાં આવે છે. કાવેરી નદીના કિનારે વસેલું આ મંદિર કેતુ દેવને સમર્પિત છે અને આ મંદિરના મુખ્ય દેવ ભગવાન શિવ છે. ભગવાન શિવને નાગનાથ પણ કહેવામાં આવે છે.

image source

ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહને માનવામાં આવે છે. તે નવ ગ્રહમાંથી રાહુ અને કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. રાહુ શરીરનું માથું છે અને કેતુ માત્ર ધડ છે. પૌરાણિક કથા અનુસાર રાહુ એક રાક્ષસ છે અને તે અત્યંત શક્તિશાળી છે. નવ ગ્રહોમાં રાહુ કુટનીતિ, રાજનીતિ, સટ્ટા, ભ્રમ અને સત્તા પદનો પણ ગ્રહ માનવામાં આવે છે. જ્યારે કેતુ મોક્ષકારક અને રહસ્યમયી ગુપ્ત વિદ્યાઓનો પ્રદાય ગ્રહ છે.

image source

બંને ગ્રહ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને કળયુગમાં બંનેનો પ્રભાવ પડે છે. કુંડળીમાં રાહુ અને કેતુની સ્થિતિ અનુસાર કાલસર્પ દોષનું પણ નિર્માણ થાય છે. નવ ગ્રહ દરેક દેવી દેવતાને આધીન પણ હોય છે. જેને સામાન્ય ભાષામાં નવ ગ્રહો અને દેવતાઓ વચ્ચેનો સંબંધ પણ કહી શકાય છે. રાહુની શાંતિ માટે શિવની આરાધના કરવાનું મહત્વ છે જ્યારે કેતુ માટે ગણેશજીની આરાધના કરવી જોઈએ.

image source

ધાર્મિક માન્યતાઓ અનુસાર કેતુ દેવના આ મંદિરમાં રાહુ પર દૂધ ચઢાવવામાં આવે છે અને કેતુ દોષથી પીડિત વ્યક્તિ દ્વારા ચઢાવેલું આ દૂધ દૂધિયા રંગનું થઈ જાય છે. એક અન્ય પૌરાણિક કથા અનુસાર ઋષિના શ્રાપથી મુક્તિ મેળવવા માટે કેતુ દેવએ ભગવાન શિવની આરાધના કરી હતી. શિવરાત્રિના પવિત્ર દિવસે ભગવાન શિવએ કેતુને દર્શન આપ્યા અને તેને શ્રાપ મુક્ત કર્યો.

image source

ધર્મગ્રંથોમાં કેતુને સર્પના દેવતા પણ કહેવામાં આવ્યા છે. કારણ કે તેનું ધન સાપનું અને માથું મનુષ્યનું હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ