જો હથેળીમાં હશે આ રેખાઓ, તો રાતોરાત બની જશો ધનવાન..

હથેળી પરની આ 5 રેખા બનાવે છે વ્યક્તિને અંબાણી જેવા ધનવાન

હથેળી પર અનેક પ્રકારની નાની-મોટી રેખાઓ અને નિશાન બનેલા હોય છે. આ રેખાઓ અને નિશાનનો સંબંધ ભાગ્ય, ધન અને સમૃદ્ધિ સાથે હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ વ્યક્તિની હથેળીની એવી રેખાઓ વિશે જે વ્યક્તિને ધનવાન અને સમૃદ્ધ બનાવે છે.

image source

કોઈ વ્યક્તિની હથેળીમાં બુધ પર્વત કે શનિ પર્વત પર ત્રાજવું બનેલું હોય તો તેવા વ્યક્તિના જીવનમાં ધનની ખામી રહેતી નથી. આવી વ્યક્તિ જીવનમાં ખૂબ સફળ થાય છે અને ધન કમાય છે. આવા લોકોની સામાજિક પ્રતિષ્ઠા સારી હોય છે.

image source

હથેળી પર શુક્ર પર્વત પણ મહત્વનો હોય છે. શુક્ર પર્વત સારો અને વિકસિત હોય તો તેવી વ્યક્તિ જીવનમાં તમામ સુખ, સુવિધાઓ ભોગવે છે. શુક્ર પર્વતથી નીકળતી કોઈ રેખા સીધી સૂર્ય પર્વતને મળતી હોય તો તેને શુભ ગણવામાં આવે છે. આવા લોકોના જીવનમાં રાજયોગ સર્જાય છે.

image source

જ્યારે કોઈ વ્યક્તિની હથેળીના મૂળમાં એટલે કે કાંડામાંથી નીકળતી કોઈ રેખા એકદમ સ્પષ્ટ અને સીધી હોય અને તે શનિ પર્વતને સ્પર્શતી હોય તો તે વ્યક્તિ ભાગ્યશાળી અને સફળ હોય છે. આવી વ્યક્તિ ધનવાન બને છે.

image source

કેટલાક લોકો પર દેવી લક્ષ્મી હંમેશા મહેરબાન હોય છે. આવા લોકોની હથેળી પર અનામિકા આંગળી પાસેથી નીકળતી કોઈ રેખા ચંદ્ર પર્વતને મળતી હોય તો તે વ્યક્તિ ભાગ્યશાળી અને ધની હોય છે.

image source

જો મણિબંધ એટલે કે કાંડાના ભાગમાંથી નીકળતી કોઈ રેખા શનિ પર્વત જવાને બદલે બુધ પર્વત પર જાય તો તે વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. આવા લોકો સફળ બિઝનેસ મેન બને છે અને સમાજમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ