તમારું બાળક ઓછુ બોલે છે? તો રાખો આ બાબતોનુ ખાસ ધ્યાન…

જો બાળક ઓછું બોલતું હોય તો તેના માનસિક વિકાસ માટે આ વાતોનું રાખો ધ્યાન

બાળકો છોડ જેવા હોય છે તેમને વાળો તેવી રીતે તે વળી જાય છે. આ જ કારણ છે કે બાળકોમાં અન્ય લોકોના વ્યવહાર સમજીને તેના જેવો વ્યવહાર કરવાની ક્ષમતા હોય છે. કેટલાક બાળકો આ કારણે ઝડપથી બોલવાનું શીખી જાય છે અને પોતાની લાગણી સારી રીતે વ્યક્ત કરી શકે છે. આ કારણે તેમનો માનસિક વિકાસ સારી રીતે થાય છે. તેઓ સ્વસ્થ અને સ્વાભાવિક વિકાસ કરે છે. પરંતુ કેટલાક બાળકો એવા હોય છે જેમના માટે પોતાની વાત અન્યને કહેવી પણ મુશ્કેલીભર્યું કામ હોય છે. આવા બાળકો પોતાની લાગણી વ્યક્ત કરી શકતા નથી.

image source

ઓછું બોલતાં બાળકોને તેના માતાપિતા અને સ્નેહીજનો તરફથી વધારે પ્રેમ મળે તે જરૂરી હોય છે. આવા બાળકો જો તમારા ઘરમાં પણ હોય તો અને તેઓ અંતર્મુખી હોય તો તેના માટે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું.

બાળકોમાં આત્મવિશ્વાસ વધારો

image source

જો બાળક ઓછું બોલતું હોય તો તમે તેના વ્યવહાર પર ધ્યાન આપો. બાળકમાં સૌથી પહેલા તો આત્મવિશ્વાસ વધારો. બાળકને વારંવાર એ વાતની અનુભૂતિ કરાવો કે તેમાં કોઈ ખામી નથી. આમ કરવાથી તેનો સંકોચ દૂર થશે અને તે મનની વાત કરતાં થશે.

વધારે સ્નેહ આપો

image source

બાળકને માતાપિતા પ્રેમ કરતાં જ હોય છે. પરંતુ સ્વભાવથી જે બાળકો ઈંટ્રોવર્ટ એટલે કે અંતર્મુખી હોય તેમને માતાપિતાના વધારે પ્રેમની જરૂર હોય છે. આવા બાળકોના મિત્ર ઓછા હોય છે તેથી માતાપિતા તેની સાથે મિત્ર બની વાતચીત કરે તે જરૂરી છે.

પસંદનું રાખો ધ્યાન

image source

ઈંટ્રોવર્ટ બાળકોની પસંદ, નાપસંદને ધ્યાનમાં રાખો. કારણ કે આવા બાળકો પોતાની પસંદ, નાપસંદ સામેથી કહી દર્શાવતા નથી. તેથી પરીવારના સભ્યોની ફરજ છે કે તેઓ બાળક પર ખાસ ધ્યાન આપે અને તેને પસંદ હોય તેવું વાતાવરણ તેને પુરું પાડે.

ક્ષમતાને પારખો

image source

ઈંટ્રોવર્ટ બાળકો રચનાત્મક હોય છે. તેમની આ કળાને પ્રદર્શિત કરવા માટે તેમને પ્રોત્સાહન આપો. અન્ય લોકો સામે તેના વખાણ કરો જેથી તેમના તે કામ કરવાનો ઉત્સાહ થાય.

આઉટિંગ પર લઈ જાઓ

image source

ઈંટ્રોવર્ટ બાળકોને સમયાંતરે બહાર હરવા-ફરવા માટે લઈ જવા. બહાર જવાથી તે અન્ય લોકોને મળશે, તેમની સાથે વાતચીત કરશે. આમ કરવાથી તેને બીજા બાળકો સાથે સમય પસાર કરવાની અને મિત્રો બનાવવાની તક મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ