આ પાનવાળાનું વાર્ષિક ટર્નઓવર છે 100 કરોડ, અંબાણી પણ ખાય છે તેમનું પાન…

દરેક વ્યક્તિ પોતાની સફળતાનું નસીબ જાતે લખવા સક્ષમ હોય છે. તે પોતાની મહેનત અને ઉત્સાહથી ગમે તે મુકામ સુધી પહોંચી શકે છે. આજે એવા શખ્સિયતની વાત કરીએ, જે પોતાની મહેનત અને લગનથી સફળતાની ઊંચાઈ સુધી પહોંચી શક્યો. પાનની દુકાન પર મહેનત કરીને તેના નસીબ ચમકી ગયા. દિલ્હીના યશ ટેકવાની દિલ્હીમાં પાનની દુકાન ચલાવે છે અને પાન વેચીને જ તેમનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડની આસપાસ પહોંચી ગયું છે. તમે પણ વિચારમાં પડી જશો કે કોઈ માત્ર પાન વેચીને કેવી રીતે આટલા બધા રૂપિયા કમાવી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Nandini Tripathy (@nandinidt) on

1965માં શરૂ કરી હતી પાનની દુકાન

 

View this post on Instagram

 

This is interesting .. Kesar Mango Ice Cream Paan .. #Paan #Mango #IceCreamPaan #Gurgaon #Galleria #PrincePaan #foodie

A post shared by Madhur Batra (@maddyb_atinsta) on


1965માં યશ ટેકવાનીના પિતા ભગવાન દાસે આ દુકાનની શરૂઆત કરી હતી. આજે યશ ટેકવાનીની લગભગ 7 પાનની દુકાનો છે, જેમાંથી 2 થાઈલેન્ડમાં છે અને હવે તેઓ જલ્દી જ લંડનમાં પણ પોતાની પાનની દુકાન શરૂ કરવા જઈ રહ્યાં છે. યશ ટેકવાનીનો આખો પરિવાર આ બિઝનેસ સાથે જોડાયેલો છે. તેમનુ માનવુઁ છે કે કોઈ નાનુ-મોટું નથી હોતું.

 

View this post on Instagram

 

A post shared by 8 THAT 2 (@atethattoo) on

અંબાણી પણ આવે છે પાન ખાવા

યશ ટેકવાનીના પાનની દુકાન દેશભરમાં ફેમસ છે. સામાન્ય માણસોથી લઈને મોટા મોટા નેતાઓ અને સ્ટાર્સ પણ તેમના પાન ખાવા આવે છે. રાજનેતાથી લઈને અંબાણી… દરેકે તેમના પાનના સ્વાદ ચાખેલા છે. યશ ટેકવાનીએ પોતાની દુકાનમાં અંબાની, અમિતાભ બચ્ચન અને કપૂર પરિવારના લોકોની અનેક તસવીરો લગાવી છે, જેમાં તેઓ અનેક મોટી હસ્તીઓને પાન સર્વ કરતા નજરે આવી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by anshumanghai (@anshumanghai) on

યશ ટેકવાની ખુદને પાન બનાવવાના માસ્ટર માને છે. તેમની દુકાન પર પાનની લગભગ 12 વેરાયટીઓ મળે છે અને કિંમતની વાત કરીએ તો અહીં પાન 30 રૂપિયાથી શરૂ થઈને 5000 રૂપિયા સુધી મળી આવે છે. યશ ટેકવાનીની દુકાનમાં મહિલાઓ માટે ચોકલેટ પાન, કૈટરીના પાન અને કરીના પાન સૌથી વધુ ફેમસ છે. કૈટરીના સ્પેશિયલ પાનમાં કાથો અને ચૂનો લગાવવામાં નથી આવતો. તો કરીના પાનમાં માત્ર મિન્ટ જ હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Chaska Chatori (@chaska_chatori) on

યશ ટેકવાની કહે છે કે, કોઈ કામ નાનુ-મોટું નથી હોતું. કામ તો કામ હોય છે, જેનાથી આપણા પરિવારની રોજીરોટી ચાલે છે. 1965માં શરૂ કરાયેલી પાનની નાનકડી દુકાને આજે યશ ટેકવાનીએ એક નવો જ મુકામ આપી દીધો છે. તેમના પાન ન માત્ર ભારતમાં જ, પરંતુ વિદેશોમાં પણ ધૂમ મચાવી રહ્યાં છે. તેથી જ તેઓ વિદેશોમાં બ્રાન્ડ શરૂ કરવા પર પહોંચી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Prince Paan Premium (@princepaan_official) on


લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ અને જાણવાજેવી વાતો વાંચો ફક્ત આપણા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ