શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ ધ્યાનપૂર્વક કરનારનું જીવન ક્લેશ મુક્ત થઈ જાય છે…

શિવ પુરાણ સંહિતા અનુસાર મનુષ્ય લોકમાં દરેક વ્યક્તિના મનોરથને સિદ્ધ કરવા માટે ॐ નમ: શિવાય મંત્રનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ મંત્ર સંપૂર્ણ વિદ્યાઓનું બીજ છે. આ મંત્ર નાનો હોવા છતાં તે મહાન અર્થથી પરિપૂર્ણ છે. શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર આ પંચાક્ષરી મંત્રનું સ્મરણ વ્યક્તિના જીવનની દરેક મનોકામના સિદ્ધ કરી શકે છે. આ મંત્રનો જાપ ધ્યાનપૂર્વક કરનારનું જીવન ક્લેશ મુક્ત થઈ જાય છે.

શિવજીની અપાર મહિમા પ્રાપ્ત કરવા માટે શિવપુરાણના પંચાક્ષરી મંત્રનો જાપ અથવા સ્મરણ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી મનોવાંચ્છિત ફળ તુરંત પ્રાપ્ત થાય છે. જો કે તેના માટે મંત્રજાપના કેટલાક નિયમોનું પાલન થવું પણ જરૂરી છે. કયા કયા છે આ નિયમ જાણી લો તમે આજે.

મંત્રજાપના નિયમો

– આ મંત્રનો જાપ શિવાલયમાં શાંત વાતાવરણમાં બેસીને કરવાથી તેનો મંગલકારી પ્રભાવની અસર તુરંત થાય છે.

– મંત્ર જાપ નિયત સંખ્યામાં કરવો જોઈએ.

– મંત્ર જાપ કરતી વખતે વ્યક્તિએ પોતાની ઈન્દ્રિઓ પર કાબૂ રાખવો જોઈએ. એટલે કે ખાણી-પીણી અને વાણી પર કાબૂ રાખવો.

– મંત્ર જાપ શુકલ પક્ષથી શરૂ કરવો જોઈએ અને કૃષ્ણપક્ષની ચૌદશ સુધી અખંડ રહે તેમ જાપ કરવો.

– શિવજીની ઉપાસના માટે શ્રેષ્ઠ એવા શ્રાવણ માસ ઉપરાંત ભાદરવા મહિનાની આઠમ, પ્રદોશ વ્રત અને શિવરાત્રી પર પણ આ મંત્રનો જાપ કરવાનો મહિમા છે. આ તિથિ પર કરેલા મંત્ર જાપથી મનની ઈચ્છાઓ તુરંત પૂર્ણ થાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક નાની નાની માહિતી મેળવવા લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ