છૂટ્ટાછેડા બાદ પણ આ બોલીવૂડ જોડીઓ એકબીજા સાથે સારા સંબંધો ધરાવે છે – એકબીજાના સારા મિત્રો છે.

આપણી સામે આજે સમાજમાં લગ્ન સંબંધો ટૂટવાના કિસ્સા ઘણા છે. માત્ર સેલિબ્રિટીઓમાં જ છુટ્ટા છેડાનું પ્રમાણ વધારે નથી પણ સાર્વત્રિક રીતે આજે પેહલાંના સમય કરતાં લગ્ન સંબંધો તૂટવાનું પ્રમાણ વધી ગયું છે.

તાજેતરમાં જ દિયા મિરઝાએ પોતાના પતિથી છુટ્ટા થવાની જાહેરાત સોશિયલ મિડિયા દ્વારા કરી છે. જેમાં તેણીએ લખ્યું છે કે અમે ભલે છુટ્ટા થઈ રહ્યા છીએ પણ એકબીજાના મિત્ર હંમેશા રહીશું.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial) on


તેણીએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર આ વિષે એક મોટ્ટી પોસ્ટ મુકી છે. જેમાં તેણીએ પોતાના અગિયાર વર્ષના લગ્નજીવનનો અંત લાવવા બાબતે લખ્યું છે. જેમાં તેણીએ લખ્યું છે કે અમે હંમેશા એકબીજાના મિત્રો રહીશું અને જરૂર પડ્યે એકબીજાની સાથે રહીશું.

સામાન્ય રીતે જ્યારે લગ્નના થોડા વર્ષ બાદ સંબંધો તોડવામાં આવે ત્યારે આ સંબંધોમાં કડવાશ સિવાય બીજું કંઈ જ નથી રહેતું. અને એક બીજાને જીવનભર નહીં બોલાવવાની કસમો ખાઈ લેવામાં આવે છે અને પુર્ણ શ્રદ્ધાથી આ કસમોને નિભાવવામાં પણ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial) on


પણ આ બાબતે બોલીવૂડ થોડું અલગ છે. હા તેઓ મોટેભાગે લવ મેરેજ કરતા હોય છે અને ઘણો લાંબો સમય એકબીજાને જાણ્યા બાદ જ લગ્ન કરતા હોય છે અને હવે તો લીવ ઇન રિલેશનશિપમાં પણ આપણા સ્ટાર્સ રહી રહ્યા છે. તેમ છતાં લગ્નના થોડા વર્ષો બાદ અરે સંતાનો થયા બાદ પણ તેમના વિચારો નહીં મળતા તેઓ એકબીજાથી છુટ્ટા છેડા લેવાનું નક્કી કરે છે. સામાન્ય લોકોની જેમ અહીં પણ સંબંધોમાં કડવાશ આવે છે તેમ છતાં બોલીવૂડમાં કેટલીક એવી જોડી પણ છે જે છુટ્ટા છેડા લીધા બાદ પણ એકબીજાના સારા મિત્ર બનીને રહ્યા છે. તો ચાલો જાણીએ આ જોડીઓ વિષે

 

View this post on Instagram

 

A post shared by Sussanne Khan (@suzkr) on


ઋતિક રોશન – સુઝેન ખાન

ઋતિક અને સુઝેન એકબીજાને ડેટ કરી રહ્યા હતા તે વખતથી તેમનો સંબંધન ચર્ચાનો વિષય રહ્યો છે. પોતાની કેરિયરની શરૂઆતમાં જ ઋતિક સુઝેન સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગયો હતો. અને તેમનો આ સંબંધ 14 વર્ષ સુધી ચાલ્યો. આ દરમિયાન તેમને બે સુંદર મજાના દીકરાઓ પણ થયા તેમ છતાં એકબીજાના વિચારો ન મળતા અથવા તો કોઈ અંગત કારણસર આ બન્ને એકબીજાના સંબંધને આગળ ન વધારી શક્યા. પણ ખુબ ઠંડકથી તેમણે કોઈ પણ જાતનો ઉહાપોહ મચાવ્યા વગર એકબાજા સાથે છુટ્ટા છેડા લઈ લીધા.

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on


પણ આજે છુટ્ટા છેડા લીધાને આટલા વર્ષો થયા બાદ પણ તેઓ પોતાના દીકરાઓ માટે તો માતાપિતા જ રહ્યા છે. દીકરાઓની ખુશી માટે આજે પણ તેઓ હુંફાળા સંબંધ ધરાવે છે અને એક કુટુંબની જેમ સાથે જ રજાઓ ગાળે છે, રેસ્ટોરન્ટમાં જાય છે, મૂવી ડેટ પર જાય છે. જે દર્શાવે છે કે તેમના સંબંધો ખુબ જ પરિપક્વ છે.


આમિર ખાન – રીના દત્તા

આમિર ખાને પણ પોતાની કેરિયરની શરૂઆતમાં જ રીના દત્તા સાથે લગ્ન કરી લીધા હતા. તે ફિલ્મોમાં આવ્યો તે પહેલાથી જ રીનાને ડેટ કરી રહ્યો હતો. અને 1986માં તેમણે લગ્ન કરી લીધા. તમને જણાવી દઈએ કે તેમણે પોતાના કુટુંબની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યા હતા. તેમના લગ્ન 16 વર્ષ સુધી ચાલ્યા હતા. જેનાથી તેમને બે બાળકો પણ છે.

 

View this post on Instagram

 

A post shared by ET Panache (@etpanache) on


પણ લગ્ન ગ્રંથીથી છુટ્ટા થયાના આટલા વર્ષો બાદ પણ આમિર અને રીના વચ્ચે સાચી મિત્રતા છે. રીના અવારનવાર આમિરના કૌટુંબિક પ્રસંગોમાં હાજરી આપે છે. તે પણ આમીરની બીજી પત્નિ કિરણ રાવ સાથે. તમને જણાવી દઈએ કે રીના અને કીરણ એટલે કે આમિરની હાલની પત્ની અને ભૂતપૂર્વ પત્ની વચ્ચે સારી મિત્રતા છે.

 

View this post on Instagram

 

The stare 📷 @colstonjulian 🎨@angelinajoseph 👗@who_wore_what_when

A post shared by Kalki (@kalkikanmani) on


અનુરાગ કશ્યપ – કલ્કી કોચલીન

અનુરાગ કશ્યપ અને કલ્કી કોચલીને 2011માં લગ્ન કર્યા હતા. બન્નેનું આ લગ્નજીવન પાંચ વર્ષ સુધી સફળ રીતે ચાલ્યું પણ ત્યાર બાદ મનમેળ નહીં રહેતાં બન્ને એકબીજાથી રાજીખુશીથી છુટ્ટા થઈ ગયા. જો કે તેમને કોઈ બાળક નથી. પણ આજે ડીવોર્સના આટલા વર્ષો બાદ તેમની વચ્ચે પહેલાં જેવી જ મિત્રતા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


મલાઈકા અરોરા – અરબાઝ ખાન

મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનું લગ્ન જીવન ખુબ જ લાંબુ ચાલ્યું તેઓ એકબીજા સાથે 1998માં લગ્નગ્રંથીથી જોડાયા હતા. અને બે વર્ષ પહેલાં એટલે કે 2017માં તેમણે છુટ્ટા છેડા લીધા હતા. આમ આ લોકોનું લગ્નજીવન 19 વર્ષ લાંબુ ચાલ્યું. આ લગ્નથી તેમને એક દીકરો પણ છે.


હાલ મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે અને અરબાઝ ખાન પણ કોઈ વિદેશી છોકરીને ડેટ કરી રહ્યો છે. આમ બન્ને જણ એકબીજાની લાઈફમાં આગળ વધી ગયા છે તે પણ સંબંધોમાં જરા પણ કડવાશ રાખ્યા વગર. તેમ છતાં છુટ્ટા છેડા બાદ મલાઈકા અવારનવાર અરબાઝખાનના કુટુંબ સાથે હળવી પળો માણતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Pooja B (@poojab1972) on


પુજા ભટ્ટ – મનીષ મખીજા

પુજા ભટ્ટના લગ્ન વિષે તેના ફેન્સ બહુ નહીં જાણતા હોય પણ 2003માં તેણે મનીષ મખીજા સાથે લગ્ન કર્યા હતા. અને અગિયાર વર્ષ બાદ 2014માં તેઓ એકબીજાથી છુટ્ટા થયા હતા. તેમ છતાં આજે પણ આ બન્ને એક્સીસ વચ્ચે સારા સંબંધ છે. બન્ને એકબીજાના સારા મિત્ર પણ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ