આ ચીજો ખાધા બાદ ભૂલથી પણ ન પીતા દૂધ, આવી શકે છે ગંભીર પરિણામ…

અત્યાર સુધી આપે દૂધ પીવાનાં અસંખ્ય ફાયદા સાંભળ્યા હશે,પણ શું આપ જાણો છો કે એવી ઘણી ચીજો છે જે ખાધા બાદ તરત દૂધ પીવામાં આવે તો તે શરીર માટે ઝેર બની જાય છે.વાંચીને થોડું અચરજ જરૂર થશે,પરંતુ તે સત્ય છે.આવો જાણીએ સારા સ્વાસ્થય સાથે સુંદરતા જાળવી રાખવા માટે કઈ ચીજો સાથે દૂધ સાથે ન લેવી જોઈએ.અડદની દાળ ખાધા બાદ : અડદની દાળ અને દૂધ બન્ને એકસાથે લેવાથી આપનું પાંચનતંત્ર ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે.આવું કરવાથી પેટદર્દ,ઉલટી તેમજ શરીરમાં ભારેપણાનો અનુભવ થવા જેવી તકલીફ થઈ શકે છે.ખાટા ફળ ખાધા બાદ : ખાટા ફળ ખાધા બાદ દૂધનું સેવન કરવાથી બચવું જોઈએ.તેવું કરવાથી માણસને ઉલટી થવાની શક્યતા રહે છે.આવા ફળો ખાધા બાદ અંદાજીત ૨ કલાક પછી જ દૂધ પીવો.કારેલા અને ભીંડા : દૂધ સાથે કારેલા તેમજ ભીંડાનું શાક પણ ન ખાવું જોઈએ.આમ કરવાથી ફેઈસ પર કાળા ડાઘ પડવાનું શરૂ થઈ શકે છે,અને આપનો ફેઈસ ખૂબ ખરાબ દેખાવા લાગશે.
માછલી ખાધા પછી : માછલીમાં રહેલા પ્રોટીનથી ચામડી અને વાળ સ્વસ્થ રહે છે.આમ છતાં માછલી ખાધા બાદ દૂધ ન પીવું જોઈએ.આમ કરવાથી પાચનલક્ષી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.એટલું જ નહિં,માછલી ખાધા પછી દૂધ પીવાથી ફૂડ પોઈઝનીંગ,પેટદર્દ તેમજ શરીર પર સફેદ ડાઘ પડવાની શક્યતા રહે છે.મૂળા અને જાંબુ : જો આપ મૂળા,જાંબુ,માછલી વગેરા ખાઈ રહ્યા છો,તો દૂધનું સેવન ભૂલથી પણ ન કરવું.આમ કરવાથી ચામડીને લગતી ઘણી બિમારીઓ થઈ શકે છે.એટલુ જ નહિ,આ ઉપરાંત ફેઈસ પર ખંજવાળ થવાની સાથે સાથે ફેઈસ પર જલ્દીથી કરચલીઓ પડવાની પણ આશંકા રહે છે.