જ્યોર્જીયામાં ૧૩૦ ફૂટ ઉંચા પહાડ પર રહે છે એક જ એકલો વ્યકિત પણ શા માટે, વાંચો રસપ્રદ માહિતી…

દુનિયામાં કેટલાક એવા સ્થળ છે જ્યાં માણસનું પહોંચવું અશક્ય સમાન છે.ત્યાં વસવાટ કરી શકવો કાયમી ધોરણે શક્ય બની શકતો નથી.એમ,વિશ્વમાં એવી પણ જગ્યાઅો છે,જ્યાં ખૂબ જ અોછા માણસો રહે છે.તે સિવાય કેટલાક સ્થળો એવા પણ છે જ્યાં એક,બે અથવા ત્રણ માણસો જ રહેતા હોય.તો આવો,આજનાં લેખમાં આવી જ માહિતીની સફર કરીએ.લઈ જઈએ આપને જ્યોર્જીયાનાં ૧૩૦ ફૂટ ઉંચા પર્વત પર કે,જ્યાં ફક્ત એક જ માણસ રહે છે.પણ શા માટે? એ જાણવા આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલશો નહિં.જ્યોર્જીયાનો ૧૩૦ ફૂટ ઉંચો કાત્સખી પિલર વર્ષોથી વેરાન પડી રહ્યો,હવે ત્યાં મૈકીજમ નામનો એક ક્રિશ્ચિયન મોંક એકલો રહે છે.આ ૧૩૦ ફૂટ ઉંચો,એકદમ ટટ્ટાર થાંભલા જેવો પર્વત છે.જુઅો,ફોટોમાં એટલે આપને અંદાજો આવી જશે. આટલી ઉંચાઈ પર એકલા રહેવું આ વાત માત્રથી પણ ડર લાગે છે.પણ મૈકીજમ છેલ્લા ૨૫ વર્ષથી અહીં જ વસવાટ કરે છે.તેમનું માનવું છે કે,ખતરનાક પર્વતની ચોટી પર રહેવાથી તે ઈશ્વરની નજીક પહોંચી ગયો છે.મૈકીજમ નામનો આ વ્યકિત હાલમાં પણ પર્વતની ચોટી પર રહે છે.
૧૯૯૩થી આ મૈકીજમ નામનો શખ્સ ૧૩૦ ફૂટ ઉંચા પહાડ પર એકલો રહે છે.તે પહાડની ચોટી પરથી અઠવાડિયામાં ફક્ત બે વાર જ નીચે ઉતરે છે.આ પહાડથી નીચે ઉતરવા માટે ૧૩૧ ફૂટની સીડી લગાડવામાં આવી છે.જે ઉતરવામાં મૈકીજમને ૨૦થી ૨૫ મિનિટ જેવો સમય લાગે છે. બાકીનાં સમયમાં જો કોઈ ચીજ-વસ્તુ કે અન્ય કાંઈ જરૂરિયાત ઉભી થાય તો મૈકીજમનાં ફોલોઅર્સ તેને ચક્કર અને દોરડાની મદદથી ચીજો ઉપર પહોંચાડે છે.સ્તંભ જેવા સીધા દેખાતા આ પહાડ પર ફક્ત એક જ માણસ વસવાટ કરે છે.પહાડની ચોટી પર નાનકડા રૂમ જેવું બનાવવામાં આવ્યું છે.જેમાં પ્રાથનાખંડ છે.કેટલાક ભક્તો અને પરેશાન થયેકા યુવાઅો ક્યારેક-ક્યારેક આ જગ્યા પર આવે છે.અહિં આવીને પ્રાથના કરે છે અને માનસિક શાંતિ મેળવે છે.
મૈકીજમની જિંદગીની કહાણી વિશે વાત કરીએ તો એ પહેલા ક્રેઈન અોપરેટરનું કામ કરતા હતા.તે યુવાવસ્થામાં શરાબ અને ડ્રગ્સનાં શોખીન બની ગયા હતા.ત્યારે નશામાંથી બહાર આવી નહોતા શકતા.આ કારણે તેમને એકવાર જેલમાં જવું પડ્યું હતુ.ત્યારબાદ તેમને જીવન બદલવાનો નિર્ણય કર્યો અને તે ભક્તિનાં માર્ગ પર આવી ગયા.ક્રિશ્ચિયન સંપ્રદાયનાં લોકો ઉંચા પર્વતો પર રહેતા હતા. તેમનું માનવું હતુ કે સંસારનાં પ્રલોભનથી દૂર રહે છે.૧૫મી સદીમાં આવું ચાલતું આવ્યું બાદમાં બંધ થઇ ગયું.હાલમાં જે પહાડની ચોટી પર મૈકીજમ વસે છે ત્યાં પહેલા ફક્ત ખંઢેર પડ્યું હતુ.કોઈપણ વ્યકિય ત્યાં ચોટી પર જવાની કોશિશ કરતો નહોતો.બાદમાં પર્વતારોહણમાં માણસએ ત્યાં પહોંચવાની શરૂઆત કરી પછી ત્યાં ધાર્મિક ગતિવિધિઓ થવા માંડી એટલે તો મૈકીજમ પણ પહાડ પર રહેવા લાગ્યા,છેલ્લા ૨૫ વર્ષનાં રેકોર્ડ માં મૈકીજમ જ્યોર્જીયાનાં આ થાંભલા જેવા ટટ્ટાર પર્વત પર જ જીવન વ્યતિત કરી રહ્યા છે.