ઠંડાઈ મસાલો – હોળી ધૂળેટીને ગણતરીના દિવસ જ બાકી છે ત્યારે ફટાફટ બનાવી લો આ મસાલો…

Happy Holi everyone … હોળી નું નામ પડતાં જ આપણા મનમાં રંગબેરંગી કલર, મિત્રો સાથે ની મોજ મસ્તી, જાત જાત ના પકવાન અને એકદમ ઠંડી એવી ઠંડાઈ નુ ચિત્ર સ્વાભાવિક પણે આવી જશે. મિત્રો હોળીને હવે બહુ દિવસો બાકી નથી તમે પણ હોળી ની તૈયારી કરી લીધી હશે .. જો ના કરી હોય તો છેલ્લી ઘડીએ ફટાફટ રેડી થઈ જાય એવો આજે આપણે ઠંડાઈ નો મસાલો જોઈશું..

આ ઠંડાઈ મસાલો આપ આખુ વર્ષ ફ્રીઝમા સ્ટોર કરી શકો છો , મતલબ ખાલી હોળી માં જ નહીં , આખું વર્ષ આપ આ ઠંડાઈ ની મોજ માણી શકશો. આ ઠંડાઈ સ્વાદ માં તો ઉત્તમ છે જ પણ સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ એટલું જ લાભદાયી છ. ઠંડાઈમાં વપરાતો દરેક મસાલો આપણા શરીરને પૂરતી ઊર્જા તથા શરીરને એક ઠંડક પ્રદાન કરે છે. અહીં બતાવેલ ઠંડાઈ મસાલાની રીત માં મેં કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ કે કલરનો ઉપયોગ કરેલ નથી…

સામગ્રી

1 કપ બદામ

1/2 કપ મોળા પિસ્તા

1/4 કપ મગજતરી ના બીજ

10 નંગ કાજુ

3 મોટી ચમચી મરી

4 મોટી ચમચી વરીયાળી

1/4 કપ લીલી ઈલાયચી

2 મોટી ચમચી ખસખસ

4 મોટી ચમચી ખાંડ

1/2 ચમચી કેસર ના તાંતણા

1/2 કપ સુકવેલ ગુલાબ ની પાંદડી

રીત

મસાલો બનાવતા પહેલા અમુક સામગ્રીને એકદમ બારીક ક્રશ કરી લેવાની છે .. એ માટે આપણે સૌ પ્રથમ ઈલાયચી ખાંડ મરી અને વરિયાળી ને મિક્સરના જારમાં એકદમ ઝીણું વાટી લઈશું.. હવે આ વાટેલા પાવડરને જીણી ચાયણી વડે ચાળી લેવું લીધા બાદ જે પણ ભૂકો વધે એને ફરી મિક્સરમાં નાખીને ઝીણું વાટી લો..આ પ્રોસેસ આપ એકથી બે વાર કરી શકો છો . સૌથી છેલ્લે જે પણ થોડો ભાગ વધે એને સાઈડ પર રાખી દો અને આ મસાલા ઉમેરવાનો નથી. હવે મિક્સર જારમાં બદામ ,પિસ્તા ,મગજતરી ના બીજ , કાજુ, ગુલાબની પાંખડી ,ખસ ખસ, કેસર બધું જ મિક્સ કરી એકદમ ઝીણું વાટી લો. તૈયાર થયેલા મસાલ અને એક મોટા બાઉલમાં કાઢી લો હવે આ તૈયાર થયેલ આ મસાલામાં આપણે જે ઇલાયચી ખાંડ મરી અને વરિયાળી નો પાવડર તૈયાર કર્યો છે તે ઉમેરીશું.. ચમચીની મદદથી આ બંને પાવડરને સરસ રીતે મિક્સ કરી લો આપ કહો તો મિક્સરમાં પણ બંને પાવડરને ભેગા કરીને ક્રશ કરી શકો છો.. લો તૈયાર છે આપણો ઠંડાઈ નો મસાલો. ઠંડાઈ બનાવવા માટે એક ગ્લાસમાં બે ચમચી આ ઠંડાઈ નો મસાલો લો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર ખાંડ ઉમેરો અને માં એકદમ ઠંડું દૂધ ઉમેરો સરસ રીતે મિક્સ કરી લો અને આ ઠંડાઈ ને ફ્રિજમાં 30થી 40 મિનિટ માટે ઠંડુ થવા દો ઠંડાઈ નો સ્વાદ ત્યારે જ ઉત્તમ આવે જ્યારે ઠંડી પીરસવામાં આવે.. ઠંડાઈ નો મસાલો ઉમેરેલા દૂધને જ્યારે ફ્રિજમાં ઠંડું કરવા રાખો ત્યારે આપ જોઈ શકશો મસાલાની બધી જ ફ્લેવર દૂધમાં સરસ રીતે ઉતરી જાય છે અને દૂધ થોડું જાડું પણ થઈ જશે.

ઠંડાઈના મસાલાની રીત તો આપણે જોઈ હવે સાથે હું થોડા મહત્વના મુદ્દાઓ પણ બતાવીશ..

અહીં રીત બતાવે કોઈપણ સામગ્રી નું માપ આપ આપના સ્વાદ અનુસાર વધારે ઓછું કરી શકો છો

અહીં રીત માં બતાવેલ ખસખસ આપ ચાહો તો બાકાત કરી શકો છો .

જો આપ ચાહો તો મગજતરી ના બીજ ના બદલે કાજુ જ ઉમેરી શકાય.

જો સુકવેલ ગુલાબ પાંદડી ના હોય તો આપ ગુલાબ એસન્સ પણ ઉમેરી શકાય.

જો વધુ તીખાશ જોઈએ તો મરી વધુ ઉમેરવા..

રસોઈની રાણી : રૂચી શાહ

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.