આ જગ્યાઓ જોઇને ધરતી પર સ્વર્ગ દેખાશે, જીવનમાં એકવાર અચૂક જોવા જેવી છે આ જગ્યાઓ…

શિયાળાની સીઝનમાં હિલ સ્ટેશનની સુંદરતા અનેક ગણી વધી જતી હોય છે અને એમાં પણ જયારે બરફનો વરસાદ થતો હોય તો વાત જ અનેરી છે. આ સમય દરમિયાન હિલ સ્ટેશન પર બરફનો વરસાદ પડવાની શરૂઆત થઇ ગઈ છે. આ જગ્યાઓએ બરફના વરસાદની મજા માણવા માટે અનેક લોકો અહિયાં મુલાકાત લેવા માટે આવતા હોય છે. જો તમે પણ બરફના વરસાદનો આનંદ ઉઠાવવા માંગો છો તો આ જગ્યાની મુલાકાત જરૂર લેજો.

ગુલમર્ગ : ગુલમર્ગ શિયાળામાં ફરવા માટેનું સૌથી લોકપ્રિય સ્થળ છે. દર વર્ષે અહિયાં નવેમ્બર મહિનાથી બરફનો વરસાદ પડવાની શરૂઆત થઇ જાય છે. આ બરફના વરસાદનો આનંદ એ આપણે જાન્યુઆરીના એન્ડ સુધી માણી શકીએ છીએ. અહિયાં પ્રવાસીઓ વધારે પડતા સકીઈંગ કરવા આવતા હોય છે. બરફની ચાદરથી ઢંકાયેલ ગુલમર્ગ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહિયાં અલગ અલગ સુંદર દ્રશ્યો જોવા મળે છે. આ જગ્યાએ ફરવા જવા માટેનો સૌથી સારો સમય નવેમ્બર થી જાન્યુઆરી છે.

ઔલી : બરફના વરસાદ માટે ઉત્તરાખંડનું ઔલી સૌથી વધુ ફેમસ છે. ડીસેમ્બરના પહેલા અઠવાડિયાથી અહિયાં બરફનો વરસાદ પડવાની શરૂઆત થઇ જાય છે. વિશ્વભરના અનેક લોકો અહિયાં બરફનો લ્હાવો લેવા માટે આવે છે. આખું વર્ષ પ્રવાસીયો અહિયાં ડીસેમ્બર આવવાની રાહ જોતા હોય છે. જો તમે પણ બરફના વરસાદનો આનંદ ઉઠાવવા માંગો છો તો તમારે ઔલી ફરવા જવું જોઈએ.

પહલગામ : જમ્મુ કાશ્મીરનું સૌથી સુંદર હિલ સ્ટેશન એટલે પહલગામ, જે કાશ્મીરના નાનકડા જીલ્લા અનંતનાગમાં આવેલ છે. કુદરતની દરેક સુંદરતા તમને અહિયાં આ હિલ સ્ટેશન પર તમને જોવા મળશે. અહિયાં દરવર્ષે વિશ્વના અનેક લોકો અહિયાં બરફનો આનંદ ઉઠાવવા આવે છે. અહિયાં રહેવા અને ખાવા માટે પણ તમારે બહુ ખર્ચ નહિ કરવો પડે. અહિયાં ખાવાનું સસ્તું અને રહેવાનું પણ સસ્તું છે.

મુક્તેશ્વર : નૈનીતાલથી લગભગ ૪૬ કિલોમીટર દૂર આવેલ સ્થિત મુક્તેશ્વર ધામ એ લોકોને પોતાની સુંદરતા તરફ આકર્ષે છે. અહીયાના સુંદર કુદરતી દ્રશ્યો લોકોને ઘણા આકર્ષે છે. આ વર્ષે જયારે ૧૬ ડીસેમ્બરે પહેલી વાર બરફનો વરસાદ આવ્યો હતો ત્યારે લોકો ઘણા જ ખુશ થયા હતા. આ વારાફના વરસાદથી અહિયાંના વેપારીઓ ઘણા ખુશ થયા હતા. અહિયાં બરફનો વરસાદ થવાથી ઘણા પ્રવાસીઓ ફરવા આવતા હોય છે જેનાથી ત્યાના લોકોની ઘણી કમાણી થાય છે. હોટલ અને રેસ્ટોરન્ટના વેપારીઓને આ સમય દરમિયાન ઘણો ફાયદો થાય છે.

ગંગટોક : સિક્કીમની રાજધાની ગંગટોકમાં પણ આ વર્ષે સારો બરફનો વરસાદ થયો હતો. અહિયાં સ્કીઈંગ અને આઈસ સ્કેટિંગનો લાભ ઉઠાવવા માટે લોકો આવતા હોય છે. શિયાળામાં અહિયાં સ્થાનિક વાનગીઓનો આનંદ ઉઠવવા લોકો આવતા હોય છે. અહિયાં ઘણી બધી સુંદર જગ્યાઓ જોવા મળે છે. ઘણા કપલ અહિયાં હનીમુન માટે આવતા હોય છે.