તમારા પ્રિય બોલીવુડ કલાકાર સવારના નાસ્તામાં શું ખાય છે એ જાણો અને તમે પણ તમારા નાસ્તામાં સામેલ કરો આ વસ્તુઓ…

બોલીવુડ સેલિબ્રિટીના સ્વાસ્થ્ય અને ફિગરથી દરેક ઈમ્પ્રેસ હોય જ છે, પણ આ શરીર મેળવવા માટે તેમને ઘણી મહેનત કરવી પડતી હોય છે. આના માટે કસરત તો જરૂરી છે પણ સાથે સાથે ખાવા પીવા પર પણ પુરતું ધ્યાન આપવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે આ બોલીવુડ સેલિબ્રિટી એ સવારમાં શું નાસ્તો કરતા હોય છે જેનાથી તેમને આટલું સુંદર ફિગર મળતું હશે.

મલાઈકા અરોરા : આ ઉમરે પણ તે કેવીરીતે પોતાની જાતને આટલી ફીટ રાખી શકે છે તો તમને જણાવીએ કે મલાઈકા એ ૪૫ વર્ષની ઉમરની છે, તે પોતાને ફીટ રાખવા માટે સ્ટ્રીક રૂટીન ફોલો કરતી હોય છે. સવારે નાસ્તામાં મલાઈકા ઈડલી, પૌહા, ઉપમા કે પછી દલીયા જેવી વસ્તુઓનું સેવન કરે છે. આની સાથે તે થોડા ફ્રુટ પણ ખાય છે.

જોન અબ્રાહમ : રોજ સવારે તે નાસ્તામાં ૬ ઈંડા, ૪ બ્રેડ બટર, ૧૦ બદામ અને એક મોટો ગ્લાસ જ્યુસ પીવે છે. આટલો નાસ્તો કર્યા પછી તે કસરત કરવાનું ક્યારેય ચૂકતો નથી.

ઋતિક રોશન : તેની બોડીની કેટલીય યુવતીઓ દીવાની છે. આજે તેની ઉમર ૪૦ થી પણ વધારે છે. સવારે નાસ્તામાં તે ૪ ઈંડા, ૨ બ્રાઉન બ્રેડ, એક પ્રોટીન શેક અને ઘણા બધા ફ્રુટ ખાય છે. આના પછી જમવામાં તે બે રોટલી. લીલા શાકભાજી, ચીકન, દાળ, સલાડ, પ્રોટીન શેક, ચાર ઈંડાની સેન્ડવિચ અને ફ્રુટ ખાય છે. છેલ્લે ડીનરમાં તે ૬ ઈંડાનો સફેદ ભાગ, બ્રાઉન બ્રેડ, અડધું ચીકન અથવા માછલી, અને સાથે લીલું શાક ખાય છે. આવી રીતે થોડું થોડું કરીએ તે દિવસમાં છ વાર પોતાનું ખાવાનું લે છે. કસરત કર્યાના ૪૫ મિનીટ સુધી તે કશું જ ખાવાનું ખાતા નથી. દિવસ દરમિયાન તે ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવે છે.

કરીના કપૂર : નવાબ સાથે લગ્ન ભલે કરીનાએ કરી લીધા હોય પણ તેનું ભોજન એ શાહી નથી. દરરોજ દિવસની શરૂઆત તે એક કેળા અને એક કોફી સાથે કરે છે. આની સાથે તે નાસ્તામાં એક વાટકી મુસલી અથવા બે પરાઠા અને દહીં પણ ખાય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ કરીના એ સંપૂર્ણ શાકાહારી છે.

દિપીકા પાદુકોણ : દિપીકા જયારે પોતાના ઘરે હોય છે ત્યારે તે ઉપમા કે ઢોંસા જેવી સૌઉથની વાનગીઓ ખાય છે. પણ જયારે તે મુંબઈમાં હોય છે ત્યારે તે આમલેટ કે પછી ઈંડા ખાય છે.

સલમાન ખાન : સલમાન ખાન આજે પણ આટલી ઉમરે ઘણો ફીટ અને ફાઈન દેખાય છે ઘણી બધી યુવતીઓ આજે તેની દીવાની છે. દરરોજ સવારમાં નાસ્તામાં તે લો ફેટ દૂધ સાથે ચાર ઈંડાનો ફક્ત સફેદ ભાગ લે છે. કસરત કરતા પહેલા તે બે ઇંડાનો ફક્ત સફેદ ભાગ, એમીનો એસીડની ટેબ્લેટ અને પ્રોટીન શેક લે છે, કસરત કર્યા પછી તે બદામ, ઓટ્સ, ત્રણ ઈંડાનો સફેદ ભાગ, પ્રોટીન બાર લે છે. બપોરે જમવામાં તે સલાડ અને શાક સાથે ૫ રોટલી ખાય છે. સાંજના નાસ્તામાં તે પ્રોટીન બાર, બદામ અને બીજા ડ્રાયફ્રુટ ખાય છે. રાત્રે જમવામાં તે વેગન સૂપ, માછલી અથવા ચીકન, બે ઈંડાનો સફેદ ભાગ ફક્ત આટલું ખાય છે.

શિલ્પા શેટ્ટી : દરરોજ સવારે નાસ્તામાં એક વાટકી દલીયા અને ચા પીવે છે. આની પછી તે કસરત કરે છે. પછી તે પ્રોટીન શેક, જો ખજૂર અને આઠ સુકી દ્રાક્ષ ખાય છે. બપોરે જમવામાં તે ઘી લગાવેલ રોટલી ખાય છે સાથે શાક, ચીકન અને દાળ પણ ખાય છે. સ્વીટમાં તેને કુલ્ફી કે ચોકલેટ પસંદ છે.

પ્રિયંકા ચોપડા : બોલીવુડની દેશી ગર્લ એ ખાવામાં બહુ આનાકાની કરતી નથી તે કશું પણ ખાય છે તે આલું પરોઠા પણ ખાય છે અને પુરીઓ પણ ખાય છે તેનું માનવું છે કે ગમે તે ખાવ પણ કસરત બરોબર કરશો તો તમે હંમેશા ફીટ અને ફાઈન રહેશો.